________________
૪૭૨
પ્રશમરતિ વિવેચન સહિત તેવું જ વચન બોલવું અને તે વચનને જ સત્ય કહેવાય, આ સત્ય નામને સાતમે સાધુધર્મ છે. સાધુએ તે પાળવો જોઈએ અને ગૃહસ્થ તેને આદર્શ રાખવો જોઈએ.
આ પ્રસંગે બીજા વ્રતના પાંચ અતિચાર જાણવા ગ્ય છે. તે વંદિત્તા સૂત્રની બારમી ગાથામાં જણાવ્યા છે, તે આ પ્રસંગે આપણે જોઈ જઈએ. ૧. સહસાત્કારે—અણુવિચાર્યું કેઈને માથે આળ ચઢાવવું એટલે કેઈને ચોર કહે અને એ ચેર છે એ આપ મૂકો. ૨. રહસ્યાભ્યાખ્યાન–કોઈપણ માણસની છાની વાત ઉઘાડી પાડવી. એમાં વચન કે વાત સાચાં છે તે જોવાનું નથી, પણ ગુપ્ત વાત ઉઘાડી ન પાડવાની વાત છે. ૩. સ્વદારામંત્રભેદ–પિતાની સ્ત્રીએ ખાનગી રાખવાની શરતે વાત કરી હોય તે બીજાને જણવવી. આમાં શરતભંગ થાય છે અને સ્ત્રીને કઈ કઈ વાર જીવ જવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે. ૪. મૃષા ઉપદેશ– કોઈ સલાહ પૂછે ત્યારે તેને બેટી સલાહ આપવી. ૫. - કૂટલેખ–ખેટા કાગળ લખવા, ખેટા દસ્તાવેજ બનાવવા, કાગળના અક્ષરે ચેરી બીજા અક્ષર લખવા, બીજાઓની મહેરછાપ ભાંગવી. સર્વ પ્રકારના મણીભેદ આ પાંચમા અતિચારમાં આવે છે. - તે ઉપરાંત વ્યવહારનું એક સૂત્ર છે કે સત્ય, પ્રિય, હિત, મિત અને યથાર્થ બોલવું. સાચું જ બોલવું, પણ બધું બોલી નાખવાની જરૂર નથી. તે જે સામાને વહાલું લાગે તેવું હોય તે જ બલવું. સામાને ઉશ્કેરે તેવું ન બોલવું. ત્યાર પછી સામાના હિતને વધારે તેવું હોય તે જ બોલવું અને તેમાં પણ મર્યાદિત જરૂર હોય તેટલા અક્ષર જ બલવા, જેમ તાર લખતી વખતે સંભાળ રાખીને ઓછા અક્ષરે લખીએ છીએ તેમ દશ શબ્દથી પતતું હોય તે પંદર શબ્દ ન કરવા અને સત્ય સિવાયનું કાંઈ પણ ન બોલવું. આ પાંચે બાબત પણ સત્યને અંગે ધર્મપાલન માટે વ્યવહારથી પાળવા યોગ્ય છે, લક્ષમાં રાખવા ગ્ય છે. (૧૭૪) આઠમા તપધમ પૈકી બાહ્ય તપને વિસ્તાર--
'अनशनमूनादरता वृत्तेः संक्षेपणं रसत्यागः ।
- कायक्लेशः संलीनतेति बाह्य तपः प्रोक्तम् ॥१७५॥ અર્થ–૧. અનશન, ૨. ઊદર તપ, ૩, વૃત્તિસંક્ષેપ, ૪. રસત્યાગ, ૫. કાયલેશ, અને ૬. સંલીનતા એ છને બાહ્ય તપ કહેવામાં આવે છે. (
૧૫) વિવેચન–આઠમે ક્રમ પ્રાપ્ત યતિધર્મ તપ છે. એના બે વિભાગ છે : બાહા તપ અને આત્યંતર તપ. આ ગાથામાં પ્રથમ છ પ્રકારનાં બાહ્ય તપને વિસ્તાર કરવામાં આવ્યું છે અને હવે પછીની ગાથામાં છ પ્રકારના આત્યંતર તપ બતાવશે. પૂર્વે જે કર્મો બંધાઈ ચૂક્યા હોય તેમને દૂર કરવાને રસ્તે આ બાહા અને આત્યંતર તપ જ છે. એટલે આ આઠમાં યતિધર્મને આપણે વિસ્તારથી સમજીએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org