________________
'૪૬૦
પ્રશમરતિ વિવેચન સહિત આ સરળતાને અંગે શાસ્ત્રકાર શું કહી ગયા છે તે આપણે પ્રથમ જોઈએ. નવતત્ત્વટબાકાર કહે છે કે “માયાને જે ત્યાગ એટલે કપટરહિતપણું તે ત્રીજે આર્જવધર્મ. આટલી ટૂંકી પણું મજાની વ્યાખ્યા કરી છે. અને શ્રીમદ્દ યશવિજય ઉપાધ્યાયે તે તેને એક જ શબ્દમાં તેને માટે “અજવ” શબ્દ વાપરી યતિધર્મબત્રીશીમાં પતાવ્યું છે, તે આપણે આગલી (૧૬) ગાથામાં નેંધી ગયા. હવે આપણે પંન્યાસ શ્રી ગંભીરવિજયજીની તે સંબંધીની પૂજા જોઈ જઈએ. તે પૂજા તેમણે પરજ રાંગમાં બતાવી છે અને તે “નિશદિન જે તારી વાટડી ઘેર આવો ઢોલ એ આનંદઘનના પદની દેશીમાં પણ ગાઈ શકાય છે. તે પૂજા નીચે પ્રમાણે છે –
આર્જવ જિન પૂજતાં, મીટે માયા અંધારા; અનુભવત હી ઝગમગે, ટલે કર્મ પ્રચારા. આર્જવશે૧ માયા સંગ નાસી છારતા, નહિ તસ્કર ચાર; માયા ઉરગી ના હશે, તરે ભવનું પારા. આજે વસે. ૨ માયા રિદ કબુ આંટીમેં, કે જ્ઞાન ઊજારા; આજે સોધને સધીએ, સવિ કિયાડંબારા. આર્જવશે. ૩ શ્રદ્ધા નિર્મળ નીપજે, હય જ્ઞાન સુધારા સહજ સરળ છબિરૂપા, આપોઆપ નિહારા. આર્જવશે. ૪ આજવ અમૃત ધોઈને, નીજ આતમ પ્યારા; કેવળદુગ પ્રભુ પામીને, હર્યો માયા પ્રસાર. આર્જવશે. ૫ ત્રીસલા ઉર સર હંસને, પૂજે ભાવ ઉદારા; શિવરમણકી સેજમેં, કરે સેલ અપારા. આંજવશે. ૬ કરજેડી કરું વિનતી, દીજે દરિશન પ્યારા; .
બુદ્ધિકરણ વર્ધમાનસે, સુખ ગંભીર હજારા. આર્જવશે. ૭ આ પ્રમાણે દશ યતિધર્મની પૂજામાં તેમણે ત્રીજી પૂજા ગાઈ છે. અર્થ સ્પષ્ટ છે. ઉરગી એટલે સાપણું અને કબુ એટલે શંખ, બાકી અર્થ સુગમ છે.
'આવ એટલે કપટરહિતતા, સરળપણું, જેવા આપણે પિતે હોઈએ તેવા દેખાવા, પણું અને સરળ માણસ તે જણાયા વગર રહેતું નથી. એને ગેટાળા વાળવા પડતા નથી.
એને મનમાં કાંઈક હોય અને દેખાવ કૃત્રિમ ધારણ કરવું પડતું નથી. સરળહદયી પ્રાણી સીધી જ વાત કરે છે. ઉપાધ્યાયજીએ અધ્યાત્મસારના દંભ પ્રકરણમાં જે જે દુર્ગણે બતાવ્યા છે તેમાંથી તે મુક્ત હોય છે. આવા સરળતાવાળા પ્રાણુઓ બહુ નિખાલસ મનને હોય છે. તેઓ તે જેવું મનમાં વસે તેવું બેલી નાંખે છે અને ગૂંચ, પેચ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org