________________
૪૫૮
પ્રશમતિ વિવેચન સહિત
હીન અધમ નર તુમને છેરી, ગુચુત વચન મનમું ન જોરી; કલ્પિત રચના પ્રીત લગાઈ, દુઃખ માન વસે લહી રે. રાજ ર જેમ જેમ મૂર્તિ નિહાળું તેરી, તેમ તેમ વિપત કનિ ગયે મેરી; સુખ વૃદ્ધિ સંપત સવિ પાઈ, ગભીર જિન રસ લહી રે. રાજ૦ ૭
આ રીતે આપણે બીજો યતિધર્મ વર્ણવ્યા. આવા પ્રકારની નમ્રતાથી સર્વાં અભિમાન દૂર રહે છે અને પ્રાણી સર્વ ગુણુનું ભાજન થાય છે. માટે મૃદુતા રાખવી. માવ એટલે મૃદુતા. મૃદુતા એટલે સુંવાળાપણું, નરમાશ, મધુરતા. શ્રુતિના એક પ્રકાર છે કર્ણપ્રિય. આ સર્વ ગુણા માવતામાં હાય છે. (૧૬૯)
ત્રીજો યતિધમ આજ વના વિસ્તાર—
नार्जव विशुध्यति न धर्ममाराधयत्यशुद्धात्मा ।
धर्मा न मोक्षो मोक्षात् परमं सुखं नान्यत् ॥ १७० ॥ અર્થ—સરળતા વગર કોઈ શુદ્ધતાને પામતા નથી, અપવિત્ર-અશુદ્ધ આત્મા ધર્મનું આરાધન કરી શકતા નથી, ધર્મ વગર મેક્ષ થઈ શકતા નથી અને મુક્તિ વગર ખીજુ કોઇપણ પરમ સુખ નથી. (૧૭૦)
વિવેચન—આવ એ ત્રીજો યતિગુણુ છે. આવ એટલે સરળતા, નિખાલસતા, ઋજુતા, પ્રામાણિકતા. એ ત્રીને મુખ્ય ગુણ છે. તે માયાકપટ-છેતરપિડી-રહિતપણું છે. જ્યાં છેતરપિંડી કે ગાઢાળા ન ડાય ત્યાં આર્જવ હાય છે, ત્યાં સરળતા હાય છે. એટલે માયા નામના કષાયના સર્વથા ત્યાગ કરવા અને તદ્ન સરળ-સીધા ગેટાળા વગરના થઈ જવું. જેવા ન હેાઇએ એવા દેખાવાના પ્રયત્ન કરવા તે માયાની નિશાની છે. જેવા હાઈએ તેવા દેખાવું તે સરળતા બતાવે છે.
ન અનાજ વા—જેનામાં આવ એટલે સરળતા નથી તેવા નહિ. એ નકારના એક હુકાર થાય. જેનામાં માયા, દેખાવ, દંભ નથી તેવા નથી એટલે જે માયાવાળા પ્રાણી છે તે. જેનામાં દેખાડો કરવાની વૃત્તિ હોય અને પેતે હાય તેનાથી જુદો હાવાના ઠરી કરે તેવે માણસ; એટલે ધાંધલિયા, ગોટાળે। કરનારા માણસ. પોતે હાય લુચ્ચા અને ધર્મિષ્ટ દેખાવાનું ધાંધલ કરનારા માયાવી માનવી.
Jain Education International
વિશુધ્ધતિ—આવે! માયાવી માનવી ધર્મની આરાધના કરી શકતા નથી. જે માણસ માયાવી-કપટી, દેખાવ કરનાર અથવા ધાંધલિયે હાય છે તે ધર્મનું આરાધન કરી શકતે નથી. જે જેવા ન હેાય તેવા દેખાવાના પ્રયત્ન કરે અથવા જેવા હોય તેથી કાંઈક જુદો જ હાવાના દેખાવ કરે તેવા માયાવી માનવી ધર્મનું આરાધન કરી શકતા નથી. એનાથી તે ધર્મ દશ ગાઉ દૂર નાસે છે. જેના મનમાં સરળતા નથી, સીધાપણું નથી તેને અને
For Private & Personal Use Only
www.jainelibrary.org