________________
પ્રશમરતિ વિવેચન સહિત શૌચને છે. વડીનીતિએ ગયા પછી પખાળવા વગેરેનું કામ થાય, પવિત્રતાને અંગે એને પખાળવું પડે, તે એવી રીતે પખાળવું કે ભાવશૌચને વધે ન આવે. મુખ્યતા ભાવશૌચની છે. શરીરાદિ કારણે દ્રવ્યશૌચને આશ્રય લેવાય તે તે ભાવશૌચને વિધ ન આવે તેમ લેવો.
ભાવશૌચ–-શૌચ અર્થાત્ પવિત્રતા બે પ્રકારની છે : દ્રવ્યશૌચ અને ભાવશૌચ. દ્રવ્યશૌચ કરતાં ભાવશૌચની મહત્તા વધારે છે. તેટલા માટે ભાવશૌચને વિરોધ ન આવે તે રીતે દ્રવ્યશૌચ કરવું. આ દ્રવ્યશૌચ એટલે પૌગલિક વરતુઓની પવિત્રતા અને ભાવશૌચ એટલે નિર્લોભતા, નિસ્પૃહતા વગેરે ગુણે. એટલે દ્રવ્યથી શરીરની પવિત્રતા લાવવા જતાં ભાવશૌચને હાનિ ન થાય તેની સંભાળ રાખવી. - અનુરોધ-ભાવશૌચને વિરોધ ન આવે તે રીતે. એટલે દ્રવ્યશૌચ કરવું પડે તે તે પણ ભાવશૌચને વિરોધ ન આવે તેમ કરવું. લેહીથી ખરડાયેલ શરીરને પણ ભાવશૌચને અવિરોધપણે પવિત્ર કરવું, સમારવું, તેને યેગ્ય ઉપચાર કરે, પણ તે ઉપચાર કરવા જતાં ભાવશૌચ સાથે જરા પણ વિરોધ ન થાય તેની સંભાળ રાખવી.. ઉપરે છે એટલે અટકાવ, કાણુ દ્રવ્યશૌચ કરવા જતાં ભાવશૌચને અટકાવ ન થે જોઈએ.
યત્નત-ચીવટ રાખીને, ઉપગ રાખીને પ્રયત્ન કરે છે. સમજણપૂર્વક આ યત્ન કરવા જતાં પિતાનાં મૂળ સદ્ગુણોને વધારે સંભાળવા. શેડા લાભ ખાતર મોટો લાભ ખાઈ ને બેસ. એને માટે યતનાપૂર્વક કામ લેવું. જતના એ તે જૈનને ખાસ ધર્મ છે. એ તે પુજી, પ્રમાઈ, સંભાળપૂર્વક હાલે, ચાલે, બેલે અને વતે. વાત એમ છે કે પ્રયત્ન કરીને સંયમની રક્ષા કરવી.
આ શૌચધર્મ એ યતિધર્મ છે. દ્રવ્યથી એટલે પૌગલિક વસ્તુઓને અંગે પવિત્રતા રાખવી, પણ તેમાં ભાવશૌચને વધે આવવા ન દેવો. જે જે ગુણે યતિઓના કહ્યા છે તે નિસ્પૃહતા, નિર્લોભતા એ સર્વ ભાવશૌચ છે. તેને મૂકી દઈને દ્રવ્યપવિત્રતાને પ્રાધાન્ય ન અપાય.
આ અતિ મહત્ત્વની બાબત છે. આ સંબંધમાં બીજા ગ્રંથકાર શું કહે છે તે આપણે જોઈએ –
નવતત્વ ટબાકાર એને આઠમે યતિધર્મ ગણે છે. તેઓ જણાવે છે કે “શરીરના હાથપગ પ્રમુખ પવિત્ર રાખવા અને ભાત પાણી પ્રમુખ આહાર બેતાલીશ દોષરહિત લે તે સર્વ દ્રવ્યથી શૌચ અને આત્માના જે શુદ્ધ અધ્યવસાય, કષાયાદિકે રહિત શુદ્ધ પરિણામની વૃદ્ધિ તે ભાવશૌચ. અથવા મન, વચન, કાયાને શુદ્ધ રાખવા, સંયમને વિશે નિરતિચારપણું તથા જીવઅદત્ત, સ્વામીઅદત્ત, ગુરુઅદત્ત, તીર્થકર અદત્ત એ ચારે પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org