________________
૪૬૭
યતિધર્મ
બાંધવ–પિતાનાં સગાંઓને બાંધ, સ્વજને, બધુઓ કહેવામાં આવે છે. સાત પેઢીનાં સગાંઓ તે સર્વ બંધુ શબ્દમાં સમાવેશ પામે છે. આ સર્વ સગાં-વહાલાંઓ જેણે તજ્યા છે, છોડી દીધા છે તે ખરી નિગ્રંથ સાધુ છે એમ જાણવું. * ઇઢિય–સગાઓને તજી દેવા સાથે એણે પિતાની ઇંદ્રિયનું પિષણ કરવાનું નથી, એમને પણ જેણે તજી દીધી છે તે સાધુ છે.
ધનસુખત્યાગ–પૈસા બધા તજી દેવાથી જે સુખ થાય છે તે સુખના ધણી ખરા સાધુ છે. પૈસાને ત્યાગ કરવો એ સર્વથી મુશ્કેલ વાત છે, પણ એકવાર છેડ્યા પછી તેની સામું પણ ન લેવાય તે ખરે ત્યાગ છે. ખરા ત્યાગમાં સાધુતા રહેલી છે. જેની પાસે પૈસા પણ ન હોય અને પિતાના અંગત સુખની જેને દરકાર ન હોય, તે માટે. પ્રયત્ન ન હોય તે ખરે ત્યાગી, તે આ ત્યાગધર્મને બરાબર પાળી શકે છે. સગાંસંબંધીને છોડવાં, ધનને છોડવું અને સુખને ત્યાગ કરવામાં ખરી સાધુતા છે. આ ત્રણે પ્રકાર દુનિયાના ફસાવનાર છે. તેમને ત્યાગ કરવાથી તેને ભયનું કારણ જ રહેતું નથી. પિતાના ધનના નાશને ભય કે જેને પિતાનાં સગાં માન્યાં તેમને કઈ જાતની અગવડ કે કોઈ જાતને તબિયતમાં બગાડે કે તેમના અહીંથી જવાને મરણુભય એ સર્વ જેના નાશ પામી ગયા છે, તેવા સાધુ ખરા સાધુ છે, નિગ્રંથના નામને સાર્થક કરે છે અને સંસારને છોડી મુક્તિ માગે ગમન કરે છે.
ઇદ્રિયસુખત્યાગ–જેમ ધનનાં માની લીધેલ સુખનો ત્યાગ કરવાનું છે તેમ જ ઈદ્રિનાં-પાંચે ઈદ્રિયના સુખને ત્યાગ કરવાનો છે. એ સુખમાં કાંઈ નથી, અને એ સુખ કલ્પનામાં લાગે છે. ભૂખ્યા પેટે ખાવું તેમાં સુખ શું? એ તે ભૂખ્યા હોઈએ ત્યારે ખાવામાં સુખ લાગે છે, બાકી એમાં ખરું સુખ નથી. માને કે ઇન્દ્રિયસુખ સુખ છે, તે પણ તે બહુ થોડો કાળ ટકે તેવું સુખ છે. જે સ્થાયી સુખ ન હોય, જે સુખમાં પિતામાં દમ ન હોય, જે સુખની પાછળ તે તેને વિગ જરૂર હોય, જે સુખ પછી દુઃખ થવાનું જ છે તે સુખને સુખ કહેવું તે નરી ભ્રમણ છે. અને ઇંદ્રિયનું સુખ તે પૌગલિક ઈ જરા વખત માન્યતામાં ટકે છે પણ એમાં વાસ્તવિક સ્થાયી સુખ નથી. એ સુખને ત્યાગ કરવો એ પણ એક યતિધર્મ છે. આવા સુખને સાધુએ-યતિએ તે અવશ્ય ત્યાગ કરવાનું જ છે અને તેટલા માટે ત્યાગને છઠ્ઠો યતિધર્મ કહ્યો છે.
ત્યક્તભયવિગ્રહ–આવા ઉપર જણાવેલા સાધુએ આગળ જણાવી ગયા છીએ તે સાતે ભયને ત્યાગ કર્યો છે. તેમને આ લેકને કે પરલોકને કે અકસ્માતને ભય નથી. અને તેઓએ કલેશને પણ ત્યાગ કરેલ છે. એટલે આ ત્યાગને છઠ્ઠો યતિધર્મ કહેવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org