________________
૪૫૬
પ્રશમરતિ વિવેચન સહિત ગુણ–Virtues. સદ્દગુણે વિનય પર આધાર રાખે છે. જ્યાં વિનય હોય, વડીલનું બહુમાન હોય, વડીલની આજ્ઞાને શિરસાવંદ્ય ગણવામાં આવતી હોય ત્યાંથી પછી આઠે પ્રકારના મદો ચાલ્યા જાય છે. માટે ગુણવાન થવાની જેને ઈચ્છા હોય તેણે પ્રથમ વિનયી થવું જોઈએ.
માર્દવ–નમ્રપણું. હું તે કણમાત્ર પ્રાણી છું અને હું તે અનેક ગતિમાં જઈને ટકાને ત્રણશેર વેચાણું અને ઉપર જતાં મફત પણ અપાયેલ છું, ત્યારે આજે મારે અભિમાન શેનું કરવું? અને હું મોટો છું એમ કેમ માનવું? દુનિયામાં કરોડો માણસો છે તેમાં હું એક છું, સમુદ્ર પાસે એક ટીપા સમાન છું, આજે છે અને કાલે કયાં જઈશ તે હું જાણતા નથી. માટે મેટપ શેની કરવી? આવી મૃદુતા (નરમાશ) જે રાખે છે તે માણસ વિનયી હોય છે.
સર્વગુણુભાફિત્વમ–તેનામાં સર્વ ગુણે હોય, તે સર્વ ગુણોનું ભાજન થાય છે. જેમ આપણે રાંધવાની વસ્તુને હાંડલામાં નાંખીએ અથવા દાણાને બરણીમાં ભરીએ તે તેનું ભાજન (ઠામ) થઈ જાય, તેમ આપણે જે પિતાની જાતને ગુણની ભાજન કરવી હોય એટલે આપણી જાતને ગુણ સંઘરનાર બનાવવી હોય તે પ્રથમ વિનમ્ર થવું જોઈએ. વિનમ્ર માણસ પછી વિનયને ધારણ કરે છે અને તેનામાં અનેક ગુણે આવી વસે છે. અનેક ગુણનું ભાજન આ નરમાશ છે. માટે તેને બોજા યતિગુણ તરીકે સંઘરવી અને પિતે નમ્ર થવું. સર્વગુણુભત્વ એટલે સર્વ ગુણની આશ્રયતા.
વિનય સાત પ્રકારનું છે. ત્યાં ૧ લે વિભાગ પાંચ પ્રકારના જ્ઞાનની સેવા કરવી તે પ્રથમ જ્ઞાનને વિનય. બીજે દર્શનને વિનય બે પ્રકારે છે. શુશ્રષા વિનય એટલે ઉચિત કિયાનું સાચવવું. બીજે અનાશાતના વિનય એટલે અનુચિત ક્રિયાથી નિવવું. જે સાધુ અથવા સાધર્મી પિતાથી દર્શનગુણે અધિક હોય તેને શુશ્રુષા વિનય કરે. તેને સત્કાર, સ્તવન, વંદનાદિક કરવું, તે એક વાત થઈ. બીજુ, અભ્યસ્થાન એટલે આસનેથી ઊઠવું. ત્રીજું સન્માન એટલે વસ્ત્રાપાત્રાદિકે કરી તેમની પૂજા કરવી. ચોથે આ સનપરિગ્રહણ વિનય એટલે અત્યંત આદરપૂર્વક આસન લાવીને તેમને માનપૂર્વક બેસાડવા અને આપ બિરાજો એમ મુખેથી કહેવું. પાંચમું, માત્ર મુખેથી કહેવું એમ નહિ પણ આસન બરાબર આપવું તે પાંચમ આસનપ્રદાન વિનય છે. વંદના કરવી તે છઠ્ઠો કૃતિકર્મ વિનય, હાથ જોડવા તે સાતમે અંજલિગ્રહણ વિનય. આવતાની સામે જવું તે આઠ પ્રકાર છે અને બેઠેલાની સેવા કરવી તે નવમ પ્રકાર છે જનારાને બોલાવવા જવું તે દશમે પ્રકાર છે. આ રીતે શુશ્રષા વિનયના દશ પ્રકાર છે. અનાશાતના વિનયના પિસ્તાળીશ ભેદ છે. અષભાદિક વીશ તીર્થકર. ૨. જિનપ્રરૂપિત ધર્મ. ૩. ધર્માચાર્ય તથા પ્રવજ્યાચાર્ય. ૪. વ્યાખ્યાતા. પ. વાચના દેનાર. ૬. વય, પર્યાય તથા શ્રત એ ત્રણે પ્રકારના સ્થવિર. ૭. કુલ તે ચાંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org