________________
૪૫૦.
પ્રશમરતિ વિવેચન સહિત સૃષ્ટિકર્તા ગમે તે હશે અને કઈ ફેંસલ કરનાર હશે કે ન હશે, પણ આ યતિધર્મ કરવાથી તું તારું તે સુધારી શકીશ. માટે તે વિચાર કરીને યતિધર્મને અમલ કરજે. યતિધર્મોમાં ન થઈ શકે તેવી કોઈ વાત નથી. એ વ્યવહારુ, સમજાય તેવાં અને આવડે તેવાં કર્તવ્ય છે. આપણે એ દરેકને વિગતવાર જોઈશું.
એ મોટો હાઉ નથી. તારાથી થઈ શકે તેવાં છે અને કેટલાએ માણસેએ તેને કરેલાં છે. માટે, જે તને સંસારની અસારતા લાગી હોય અને તારી પ્રગતિને વિચારે કર્યો હોય તે યતિધર્માદિ આત્મધર્મને સ્વીકાર કરી તારું સુધારી લે અને તેમાં તું જરાપણ સ્વાથ (selfish) નહિ ગણ. એક રીતે તે પરમાર્થ સાધવો તે પણ સ્વઅર્થ છે અને તે અર્થમાં તું સ્વાથી ગણું તે પણ વધે નથી, માટે જાગ્રત થા અને તારી પોતાની સુધારણ કર. હવે આટલી પ્રસ્તાવના સાથે આપણે એ યતિધર્મોને જોઈએ.. - દશ યતિધર્મનાં નામ
सेव्यः क्षान्तिर्दिवमार्जवशौचे च संयमत्यागौ । . सत्यतपोब्रह्माकिंचन्यानीत्येष धर्मविधिः ॥१६७॥ અર્થ–૧. ક્ષમા, ૨. માદવ-માનવિજય. ૩. આજવસરળતા. ૪. શૌચ. પ. સંયમ-નિલેપતા. સંયમ-સત્તર પ્રકારે. ૬. ત્યાગ-દ્રવ્યથી અને ભાવથી ગ્રંથીને તજવી. ૭. સત્ય. ૮. તપ-બાર પ્રકારના બાહ્ય અને આત્યંતર તને આદરવા. ૯. બ્રહ્મ – સ્ત્રીપુરુષસંગવજન અને ૧૦. અકિચનતા-નિષ્પરિગ્રહત્વ. એ સર્વને સ્વીકાર કરે. (૧૬૭)
વિવરણ–આ લોકમાં દશ યતિધર્મોનાં નામે જ આપ્યા છે. તે અતિ મહત્વનાં હોવાથી હવે પછીની ગાથામાં તે દરેકનું એક પછી એક વર્ણન કરવામાં આવ્યું છે. તે વર્ણન વિગતવાર હવે પછી આ જ પ્રકરણમાં આવવાનું છે તેથી અત્ર ન રોકાતાં આપણે આગળ વધીએ. એ દશે યતિધર્મો પ્રત્યેક પ્રાણુએ ભાવના-વિચારને પરિણામે અમલમાં મૂકી આ જીવનને સાર્થક કરી લેવું યોગ્ય છે. આ મનુષ્યભવાદિ અનુકૂળ સામગ્રી મળી તેને પૂરતે સાર કાઢી પિતાની આત્મિક પ્રગતિ કરી લેવાની આ તક ગુમાવવા જેવી નથી. આ પ્રાણી અનંતવાર સામગ્રીને અભાવે ચૂક્યો છે તે એની ભૂલ થઈ છે. થયેલી ભૂલ સુધારવાને આ અવસર ગુમાવવામાં ડહાપણ નથી. (૧૬૭) પ્રથમ ક્ષમા ધમ–
धर्मस्य दया मूलं न चाक्षमावान् दयां समाधत्ते ।
तस्माद्यः शान्तिपरः स साधयत्युत्तमं धर्मम् ॥१६८॥ અથધર્મનું મૂળ દયા છે. અક્ષમાવાળે પ્રાણ દવાને ધારણ કરતા નથી. તેટલા માટે જે માફી આપવામાં ઉઘુક્ત છે તે સર્વથી સારા પ્રધાન ધર્મને સાધે છે. (૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org