________________
પ્રકરણ ૭ મું : યતિધર્મ પ્રાણી વિચાર અનેક કરે, પણ વિચાર કરીને અટકે નહિ. ગજના ગજ ભરે, પણ એક તસું વેતરે નહિ તે ગજ ભરવાની મહેનત પણ નકામી કરે છે. માત્ર વિચાર કરવાથી કાંઈ વળે તેવું નથી, વિચાર કરીને અટકી જાય તે અવ્યવહારુ માણસ છે, પણ જે પિતાના સામર્થ્યમાં માનનાર વ્યવહારુ માણસ હોય તે માન્યતા પ્રમાણે અમલ કરે, એના વિચારને એ અમલમાં મૂકે અને ત્યારે જ તે વહેવારુ કહેવાય. તારે જે સાચા વહેવારુ થવું હોય તે આગળ જે અનેક વિચાર કરી ચૂક્યો તે સર્વનું કાંઈ પરિણામ લાવ. અહીં તે માટે માર્ગો દેખાડ્યા છે. તે સિવાય તને માર્ગ સૂઝે તે તેને અમલ કર, પણ તું વિચારમાં ને વિચારમાં બેસી ન રહે. ડહાપણવાળા માણસને વ્યવહાર તદ્દન નિખાલસ હોય છે. તે જેવું મનમાં વિચારે તેવું જ કરે. એના મનના યુગ અને ક્રિયાના પેગો વચ્ચે વિસંવાદ ન હોય. એ તે વિચારને અમલ બરાબર કરે અને તે રીતે સર્વ ભાવનાને અમલ કરી તે મનના યોગ અને ક્રિયાના વેગે વચ્ચે કોઈ પ્રકારને વિસંવાદ નથી એમ બતાવી આપે.
અને તું શું જોઈને છાતી કાઢીને ચાલે છે? તારો ધમધમાટ એમ બતાવે છે, તારી રાજનીતિ એમ જણાવે છે કે તારે કદી મરવું જ નથી. તું દેડાદોડ કરે છે, વાંધાવચકા કરે છે અને સભાઓ ગજાવે છે અથવા છેતરપિંડી કરે છે ત્યારે બીજાની છેતરામણું કરતાં કે બીજા સાથે અસત્ય બોલતાં કે બીજા જીવની હિંસા કરતાં તને એમ જ લાગે છે કે તારે કઈ દિવસ મરવું નથી; નહિ તે, આમ પહોળે પહોળ થઈને તું ચાલે નહિ, પણ આ સર્વ કેને માટે અને કેટલા વખત માટે? “મરવાં પગલાંની હેઠ” એમ તું સાચેસાચ જાણતે હો તે પછી આ ચેરી કે આ ગુલામી તારે કરવાની હોય? તને જીવનની અસ્થિરતા અને અક્કસતા જણાઈ છે? જણાઈ હોય તે આ રાજરમત કેવી ? અને એને લાભ તે તારા સિવાય પારકા ખાશે, માટે તું તારા આત્માનું સાર્થક કર અને તારી પ્રગતિ થાય તેવા માર્ગોએ પ્રયાણ શરૂ કરી દે, આ વાંધાવચકા ને બીજા સર્વ ગોટાળા મૂકી દે અને આત્મસાધન કર.
જે, અગાઉ અનેક મહાઋષિઓ, મુનિઓ થઈ ગયા છે, તેમણે તારે માટે દાખલાઓ મૂક્યા છે. તેઓએ જે પ્રકારનું જીવન જીવી સાધના કરી તે પ્રમાણેનું તારું જીવન ઘડ અને એમ કરીશ તે આ મનુષ્યભવ વગેરે મળેલ છે તે સર્વ તારા લાભ માટે થશે. તું જાણ નહિ કે અંધારે કે ગુપ્તમાં કરેલ પાપથી કર્મ લાગતાં નથી. તે તે ઝાડે ચઢીને બોલે છે અને ફળ ચોક્કસ આપે છે અને ફળ આપતી વખતે તારી દયા ખાતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org