________________
પ્રશમરતિ વિવેચન સહિત કે ચીજ વગર આ જીવન કેવું અકારું થઈ પડશે એવી માનસિક ચિંતા અને તે નિવાર વાના બની શકતા ઉપાયના એ વિચારથી થતું માનસિક દુઃખ. ઘણીવાર તે જિંદગી જ અકારી થઈ પડે છે અને આવું જેવા કે અનુભવવાના બદલે પિતે જ મરી ગયા હોત તે સારું થાત એવી દુઃખની લાગણી, મનમાં તે વખતે થતે ઉદ્વેગ અને તાલાવેલી, તે વગર કેમ ચાલશે અથવા તે સાથે હશે તે દહાડા કેમ જશે એમ ચિંતાથી થતું દુઃખ
આ ઈષ્ટવિયેગ અને અપ્રિયસંપ્રગનું દુઃખ જે સેરાગીને થાય છે તે વીતરાગીને અડકતું પણ નથી. દુઃખનું કારણ જ રાગ છે. એ વસ્તુ વગર કેમ ચાલશે અને એ વસ્તુ સાથે કેમ જીવન ટકશે આ સર્વ વિચારણું માણસ કે વસ્તુના રાગથી થાય છે. આ દુઃખ જે રાગવાળા મનુષ્યને સામાન્ય છે, એક દિવસમાં દશ વખત થાય છે તે દુઃખ વિરાગીને અડતું પણ નથી, અસર કરતું પણ નથી. એટલે સરાગીને સુખ થાય તેનાથી વિરાગીને કરોડગણું સુખ થાય છે અને દુઃખ જે સરાગીને થાય છે અને જે કારણે થાય છે તે વિરાગીએ ત્યાગેલ હોવાથી તેને દુઃખ થતું નથી. અરે ! એને દુઃખ અડતું પણ નથી. સરાગીનું આ સુખ માત્ર માન્યતામાં છે, તે ઘણું ડું છે અને દુઃખ પારાવાર લાગે છે. આ બને વિચારવા જેવી ચીજ છે. જે આ વાત ખરી હોય તે સરખામણીમાં વીતરાગીનું સુખ ઘણું ચઢી જાય અને દુઃખ તે તેને થતું જ નથી. હવે વ્યવહારદક્ષ માણસ તરીકે તું શું પસંદ કરીશ તે વિચારીને મને કહે. આમાં સરગીનું જે કાંઈ સુખ દેખાય છે તેથી કરોડોગણું સુખ વીતરાગીને થાય છે અને સરાગીને થતું દુઃખ વિગતરાગીને થતું નથી, અડતું પણ નથી એ બહુ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. પસંદગી કરે અને કુશળતાને ઉપયોગ કરે. (૧૨) વિગતરાગીના સુખનું વર્ણન –
प्रशमितवेदकषायस्य हास्यरत्यरतिशोकनिभूतस्य ।
भयकुत्सानिरभिभवस्य यत् सुखं तत् कुतोऽन्येषाम् ? ॥१२६॥ અથ–જે પ્રાણીના વેદ અને કષાય દબાઈ ગયા છે એટલે ઓછાં થઈ ગયાં છે, જે હસવું, આનંદ પામવો અને દિલગીરી કરવી તથા શેકને દાબીને બેસી ગયા છે અને જે બીજાની બીક તથા નાક મચકોડવાથી હરાયેલા નથી તેમને જે સુખ થાય તે બીજાને ક્યાંથી હોઈ શકે ? (૧૬)
વિવરણઃ પ્રશમિતવેદકષાયસ્ય–જે પ્રાણીના વેદોદય તેમ જ કોધ, માન, માયા અને લેભરૂપ કપાયે ઠંડા પડી ગયા છે તે પ્રાણીને જે સુખને અનુભવ થાય તેની ખબર બીજને અનુભવ વગર શેની પડે ? વેદ એટલે પુરુષવેદ, સ્ત્રીવેદ અથવા નપુંસકવેદ, આ જેમના ચાલ્યા ગયા છે અથવા જેમણે તેમને ઉપશમ કરે છે તેમને જે સુખ થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org