________________
૩૯૦
પ્રશમરતિ વિવેચન સહિત જશે એમ જાણી રેતી રેતી આવી તેની ઉપર પડીને ગળે નખ દઈ દીધે, જેથી તે રાજા મરણ પામે.” સ્ત્રીને સ્નેહ આ પ્રમાણે પિતાના સ્વાર્થ સરતા સુધી છે, એમ સમજવું. આ ગાથાને એ તાત્પર્યાર્થ છે.” (૫)
હવે માતા પુત્રના સંબંધના અંગે કહે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીની માતા ચૂલણ વિધવાવસ્થામાં અન્ય રાજા સાથે લંપટ થઈ, પછી તેના કહેવાથી પિતાના ચક્રવતી થવા યોગ્ય પુત્રને પણ મારવા તૈયાર થઈ અને તેને બાળી મૂકવા માટે મોટું નાશકારક જતુગેહ (લાખનું ઘર) બનાવ્યું અને તેની અંદર બ્રહ્મદત્તને સૂવા મોકલી પિતે જ તે ઘરને આગ લગાડી. જુઓ, માતાને સ્નેહ પણ આ પ્રકારને સ્વાથી છે. વળી, ભરતબાહુબલ જેવા બે ભાઈઓ અષભદેવના પુત્ર હોવા છતાં રાજ્યને માટે, આજ્ઞા મનાવવા માટે પરસ્પર લડ્યા અને અનેક મનુષ્યને ક્ષય કર્યો. જુઓ ! ભાઈઓને નેહ પણ એ સ્વાથી
“હવે પુત્રના સ્નેહને અંગે દૃષ્ટાંત આપે છે. જુઓ ! શ્રેણિક રાજાને તેમના કુણિક નામના પુત્રે કેદમાં નાખ્યા, પાંજરામાં પૂર્યા, રાજ્ય વહેંચી લીધું, પિતાને તાબે કર્યું, એટલું જ નહિ પણ કેદખાનાની અંદર જઈને પણ પિતાના સગા બાપને ઘણું દુઃખ દીધું, દરરોજ પુષ્કળ ચાબુકના પ્રહાર પિતાને હાથે તેમની ઉપર કર્યા. પુત્રનું પણ કામ જુઓ! પુત્રને સનેહ પણ આવો સ્વાર્થી છે”. ૭)
“આ ભાવના વડે જ, અન્યત્વભાવના ભાવતાં જ મરુદેવામાતાએ એક્ષપદ પ્રાપ્ત કર્યું. અને વીરપરમાત્માના મુખ્ય શિષ્ય ગૌતમ ગણધરે પણ આ ભાવના વડે જ કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. આ બને છતે પ્રસિદ્ધ છે તેથી અહીં લખ્યાં નથી.” (૮)
આ ભાવનાને નવતત્ત્વકારે પાંચમી ભાવના ગણી છે. તેને બે કરનાર આ ભાવનાનું સ્વરૂપ બતાવતાં લખે છે કેઃ “આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને શરીર જડ છે, માટે પરસ્પર ભિન્ન છે, આત્મા તે શરીર નથી ને શરીર તે આત્મા નથી. આત્માથી શરીર અન્ય છે, તેમ જ ધન અને સ્વજનાદિથી અન્ય છે, એવી જે ભાવના કરવી તે પાંચમી અન્યત્વભાવના.” શાંતસુધારસના કર્તા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી આ ભાવનાને બહુ ઝળકાવે છે. તેઓ જણાવે છે કે આ અન્યત્વભાવના બહારની વસ્તુ સાથેને પિતાને સંબંધ કે છે તે જણાવે છે. એકત્વભાવના જ્યારે અંદર પિત્તને વરાવે છે ત્યારે આ અન્યત્વભાવના બહારના સર્વ સગાંસંબંધીઓ અને વસ્તુને જેવા અને તેમને આત્મા સાથે સંબંધ વિચારવા પ્રેરણા કરે છે. ત્યાં મારા વિવેચનમાં ઘણું દષ્ટિબિંદુથી આ આત્મા સર્વથી જુદો છે અને તેને કોઈ સાથે હંમેશની લેવાદેવા નથી તે વિગતવાર અભ્યાસ કરીને જણાવી દીધું છે આ ભાવના વિસ્તારથી જાણવાની ઈચ્છાવાળાએ શાંત સુધારસ ગ્રંથ (પ્રકરણ પાંચમું). ત્યાં જણાવ્યું છે કે પારકી, લેવાદેવા વગરની, કઈ પ્રકારની પંચાતમાં આ જીવ બહુ મહત્વને સમય ગાળે છે, પરકીય શું છે તેની તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org