________________
પ્રશમતિ વિવેચન સહિત અ—તેટલા માટે પરીષહુ, ઇંદ્રિયા અને ત્રણ ગારવા રૂપ ગણનાયકોને તથા કષાયશત્રુને ક્ષમા, મૃદુતા અને આર્જવ તથા સંતેષ વડે બહાદુર માણસોએ સાધી લેવા. (૧૬૫)
४४०
વિવેચન—એટલા માટે જેએ લડાઈ કરવામાં બહાશ હોય તેવા બહાદુર માણસે મોટા મોટા લશ્કરી અસરાને જેવા કે પરીષહા, પાંચ ઇંદ્રિયા અને ઉપર વધુ વેલા ગારવાને ક્ષમા, મૃદુતા, ઋજુતા અને સંતેષથી હઠાવવા. એક વખત દુશ્મનનું લશ્કર વગર નાયકનું – ઉપરી અસર વગરનું થઇ જશે એટલે એને પીછેહુઠ કરવી પડશે. આ તે શત્રુ – શત્રુના અસરાને તમે ખરાખર આળખા તે માટે તેમનાં નામેા ગણાવવામાં આવ્યાં છે. તમને તેમના પર—એ નાયકો-અસરો પર વિજય કોનાથી મેળવવા તેની અત્ર ચાવી બતાવી છે. એક વખત નાયકાને પાછા હટાવવામાં આવશે તે પછી સામાના લશ્કરમાં ભગાણ પડશે અને તે લશ્કર હતાશ થઈ નાસી જશે. માટે તમારે નાયકો જે કેપ્ટન, લેફ્ટનન્ટ કે કલ હેાય તેમને શેાધીને મારી હઠાવવા. આપણે તે નાયકાને આળખીએ અને ત્યારપછી તેમને મારી હઠાવવાનાં સાધના પણુ જાણી લઇએ.
તસ્માત્—એટલે તમારા દુશ્મનના લશ્કરમાં કષાયરૂપ શત્રુએ છે. તેના નાયકો કાણુ કાણુ છે તેને તમે જાણી લે. એ હેતુને માટે એમની એળખાણ આપવામાં આવે છે. આ નીચે નાયકનાં નામ આવશે તેમને ધારી ધારીને એળખી લેવા. દુશ્મનના લશ્કરને નિર્દેયક કરવું એ બહુ જ જરૂરી છે. માટે દુશ્મનના લશ્કરીને પ્રથમ ઓળખી લે.
પરીષહ—નાયક નં. ૧. ખાવીશ પ્રકારના પરીષહા ઉપર વધુ વ્યા, તે દરેકને આળખી લે. તેમાં અનુકૂળ કે પ્રતિકૂળ ગમે તેવા પરીષહેા હોય તે સર્વ સામા પક્ષના સેનાનાયક છે. એમને વીણી વીણીને ખલાસ કરો.
ઇંદ્રિય—સેનાનાયક નં. ૨. એવા જ દુષ્ય બીજો સેનાનાયક ઇંદ્રિયના વિષય છે. ઇંદ્રિયે પાંચ છે. તે સેનાનાયક તમને પીડા ન કરે માટે અંતે ખલાસ કરવા જેવા છે. આ વસ્તુ પણ તમે જાણી લેજો, સમજી લેજો, ધ્યાનમાં રાખશે.
ગૌરવ—સેનાનાયક ન. ૩. એ ઉપરાંત ઉપર જણાવેલા ઋદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવરૂપ ત્રીજો ગારવ સેનાનાયક છે. એને પણ નાશ કરવા જોઈએ. એના માર્ગો અને એને મારી હઠાવવાના રસ્તા તદ્ન જુદા જ છે અને તે તમને અનંતકાળ સુધી સુખ કરાવનાર છે. તમારા કષાય દુશ્મનને મારી હઠાવવા માટેના ત્રણ માગેર્ગ છે, તે હવે તમે જાણી લે અને તે રસ્તે તમે મનુષ્યભવ સફળ કરી અને તમને અત્યારે જે દશ પ્રકારની ઉપર ગણાવેલી અનુકૂળતાએ મળી ગઈ છે તેને સફળ કરે. મુખ્ય દુશ્મનનું નામ કષાય છે અને ઉપર જણાવેલા ત્રણ તેના નાયકો છે, એ વાત મનમાં સમજી રાખો. હવે એમને જીતવાના માર્ગો આપણે સમજી લઇએ. દુશ્મનને હઠાવવા માટે એક લશ્કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org