________________
પ્રશમરતિ વિવેચન સહિત આ પ્રમાણે ભાવના પ્રકરણ પૂરું થયું. એમાં ઘણું અગત્યની વાત કરી છે. કાર્યને નિયમ એવો છે કે કાર્ય પહેલાં વસ્તુસ્થિતિને વિચાર કરે ઘટે. કોઈપણ કામ કરતાં પહેલાં વિચારક્ષેત્રમાં બરાબર તેને અંગેની વસ્તુસ્થિતિ જાણી લેવી ઘટે. કામ કરવા માટે પ્રથમ તેને માટેના વિચારો આવવા જોઈએ. કાર્યનું વિચારક્ષેત્ર એ પ્રથમ અંગ છે એટલે પ્રથમ વિચારસ્પષ્ટતા અને વિચારશુદ્ધિ કરીને અહીં વસ્તુસ્થિતિ સમજવી જોઈએ. કામ કરવું હોય તેને માટે વિચાર પ્રથમ અને પછી કાર્ય એ મુખ્ય જાહેરમાર્ગ છે.
આપણે જોયું કે આ જીવનની સર્વ ચીજે અનિત્ય છે, તે સારી કે ખરાબ ગમે તેવી હાય પણ અંતે તે જનારી છે, આપણે અને તેમને અંતે વિરહ થવાનું જ છે. અંતે એ વસ્તુ ચાલી ન જાય તે આ શરીર તે પડવાનું જ છે. અને તે વખતે છેવટે બધીય વસ્તુ છોડી જવી પડે છે, એટલે એ વસ્તુને સમજીને આપણે છેડીએ નહિ તે અંતે તે જવાની જ છે, આપણે તેને છોડવી પડશે. એ વસ્તુ પૌગલિક હોઈ અંતે હંમેશને માટે આપણુ થતી નથી. આ પ્રથમ વિચારણું થઈ
અને ત્યારપછી આપણને દુન્યવી કેઈનું શરણુ નથી. ભગવાન અંતે આપણી પડખે ઊભા રહી શરણ આપે છે, તે અત્યારથી જ તે શરણું શા માટે ન સ્વીકારવું? એ અશરણ સ્થિતિને બીજે વિચાર આવે છે.
આ જીવ તે એકલે આવ્યો છે. અને એકલે જનાર છે, કેઈ તેનાં સગાં થતાં નથી અને કેઈ તેની સાથે જતાં નથી. આ ત્રીજી વિચારણું થઈ. ત્યારપછી એથી વિચારણા થઈ કે આ જીવ સિવાય સર્વ અન્ય છે. પિતાનાં તે પિતાનાં, પારકાં તે પારકાં. એટલું સમજી સર્વને પરાયાં જાણે અને તે પ્રમાણે વિચારણા કરો.
ત્યારપછી સંસારનો વિચાર કરતાં જે આ ભવમાં માતા થઈ હોય તે પરભવમાં સ્ત્રી કે પુત્રી થાય, ભાઈ આવતે ભવ પુત્ર થાય અને પુત્ર થયે હોય તે પિતા થાય અને એવું બખડજંતર આ સંસારમાં ચાલ્યા જ કરે છે. એટલા ગોટાળા થાય છે કે આપણે તેને બરાબર જાણતા હોઈએ તે આપણને આ સંસાર પર નિવેદ જ આવે અને એવા સંસારથી નાસવાનું મન થાય.
આ શરીર તે અશુચિ પદાર્થથી ભરેલું છે. એ કથળીને ઊલટાવી નાખે તે તેની સામે મુખમાંથી ઘૂંક ઉરાડવું ઘટે એવું આ મળ અને દુર્ગધથી ભરેલું શરીર છે. એના ઉપર પ્રેમ શેને? અને એને પંપાળવું શા માટે ? આવી રીતે છઠ્ઠી અશુચિભાવના થઈ.
પછી કર્મને આવવાના માર્ગો, વિચારવા. એ માગે અનેક કર્મો આવ્યા જ કરે છે અને ચેતન સાથે જોડાયા કરે છે. પણ તેમને આત્મા સાથે જોડાતાં અટકાવી પણ શકાય છે અને પૂર્વકાળે લાગેલાં કર્મો હોય તેમની નિર્જરા પણ પ્રયત્ન દ્વારા થવી શક્ય છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org