________________
ભાવના
૪૪૧ નીતિ છે કે જે ઉપરી અફસરોને ખલાસ કરવામાં આવે તે પછી સામેવાળાનું લશ્કર મયું* પડયું છે અને જીવતું હોય તે લગભગ મરી ગયા જેવું છે એમ તમે સમજજે.
કષાય–આ તમારે ખરે દુશ્મન છે. અને તેના લશ્કરમાં ઉપરના ત્રણ સેનાનાયકે છે. આ કષાય પર વિજય કરવાનું છે, તે માટે નાયકેને મારી હઠાવવાની જરૂર છે અને તમે ભાવના દ્વારા વસ્તુસ્થિતિ જાણ તેમ કરશે એની લેખકને ખાત્રી છે. આપણે તે રસ્તા હવે વિચારીએ.
ક્ષાન્તિ–રતે પહેલે. તમારા ઉપર જણાવેલ શત્રુના નાયકને મારી હઠાવવા માટે પ્રથમ તે તમારે ક્ષમાં રાખવી જોઈશે. ક્ષમા તે બહાદુરનું ભૂષણ છે. તમે બહાદુર છો એમ ધારીને જ આપણે ચાલ્યા છીએ. ગમે તેવા સંગમાં તમારે પ્રથમ તો ક્ષમા રાખવી. કેઈપણ વખત ઉશ્કેરાઈ ન જવું. કઈ ગમે તેટલે ઊંચનીચે થાય પણ તમારા પેટનું પાણી પણ ચાલવું ન જોઈએ. આ શાંતિ “ક્ષમા એ ખબરું બળ છે, નબળાઈ નથી, બહાદુર માણસ જ ક્ષમા આદરી શકે છે.
માર્દવ–બીજે રસ્ત–નરમાશ, નમ્રતા, સામો માણસ ગમે તે માટો કે ઉશ્કેરાયલે હોય, તમારે નમ્રતા બતાવવી. તમે પોતે કાંઈ નથી, તમે કઈ એવા મોટા માણસ નથી અને તમને કઈ જાતની હાનિ દુનિયાને કઈ માણસ કરનાર નથી. નરમાશ રાખ નાર માણસ જીવનમાં કદી હારતે નથી, એને કઈ જાતનું અભિમાન થતું નથી અને પિતે અસાધારણ માણસ છે એવું તેને કદી લાગતું નથી. એ તે પિતાની જાતને ગરીબ સેવક જ ગણે છે. દુશ્મનના નાયકને હટાવવાની અને ખલાસ કરવાની આ બીજી રીત છે, બીજે માર્ગ છે.
આજવ–સરળતા, વાંકાપણાને અભાવ. પ્રાણી મનમાં જેવું હોય તેવું જ બોલનાર હોય અને જેવું બેલે તેવું જ કરનાર હેય અર્થાત્ તેનાં મન, વચન અને કાર્ય વચ્ચે કઈ પ્રકારની વિસંવાદિતા ન હોય. આ સરળ માણસ દુશમનના નાયકને ખલાસ કરી નાખે છે, તેથી સર્વ બાબતમાં સરળ બને. આ ત્રીજો માર્ગ છે.
- સંતોષ–આ ચેાથે માર્ગ છે. તમે અત્યારે જે સ્થિતિમાં છે તેમાં પરિપૂર્ણતા માને એની સાથે તમે જોડાઈ જાઓ અને એને અને તમારા સ્વાર્થો સામસામા છે એવું જરા પણ ન ધારે, મનમાં પણ ન લાવે. દુશ્મનના નાયકને હઠાવવાને આ થે રાજમાર્ગ છે, તે તમે સમજી રાખજો.
આવી રીતે પરીષહ, ઇન્દ્રિય અને શારે નામના સેનાનાયકને હઠાવવા અને ખલાસ કરવા માટે ક્ષમા, આજવ, માર્દવ અને સંતોષનો રસ્તે લે, તેનાથી તમે દુશ્મનના નાયકને પ્ર. ૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org