________________
ભાવના
આંતરવિભૂતિ છે. એનામાં વિચાર અને વિવેક બને છે. મળથી ભરેલા શરીરમાં સારા વાનાં જ ન હોય. એને ઢાંકવામાં આવે તો પણ એ કમ્યા જ કરે છે. આખરે એ કચરાને કુવે છે, એ સારી વસ્તુને પણ ખરાબ કરે છે. એક મુખને જ દાખલે વિચારીએ તે તે કેટલું ગંધાતું અને અશુચિમય છે તે બરાબર સમજાય. એને સુંદર દેખાડવાના પ્રયત્ન અસ્થાને છે. પુરુષનાં નવ અને સ્ત્રીનાં બાર દ્વારે નિરંતર વહ્યા જ કરે છે. શરીર સુંદર ખોરાકને વિષ્ટા બનાવે છે. કાયના સરસ દૂધને વિષ્ટ બનાવે છે. ભાગ્યાના વટાવ કરીને એનાથી શિવસાધન કરવા જેવું છે, કારણ આ કાયા મોક્ષદ્વાર છે. એ જળાશયમાંથી શાંત- . રસ પીવા યોગ્ય છે, એટલે ભાંગ્યાના વટાવ થશે. મહિલ કુંવરીને ત્યાર પછી વિનયવિજય દાખલે આપે છે. પરણવા આવનાર દીક્ષિત થયા તે પિતાની પ્રૌઢ ભાષામાં જણાવે છે. શરીર વ્યાધિથી ભરેલું છે. કપડાં કેમ છેવાં પડે છે? એ શરીરની અપવિત્રતાનું જ પ્રદર્શન છે. પણ આપણે પનારે એની સાથે છે, એથી એને લાભ લેવાય તેટલે વસૂલ કરે. અત્યારે ઊલટા રસ્તા લીધા છે. સરેવર મળ્યું છે, પી લેવાની આ તક છે.
ખાસ કરીને ધર્મસાધન હોવાથી શરીરને બને તેટલે લાભ લેવા જેવું છે અને તેટલા પૂરતું ઉપેક્ષા કરવા લાયક નથી. બાકી એને પંપાળવામાં આવે કે આ વખત તેની તબિયત વિચારવામાં અને જોવામાં આવે તો એનાથી નકામી ચિંતા થાય છે અને એને ધારેલ લાભ લેવાતું નથી. આ દૃષ્ટિથી વિચારણા કરી શરીરને બહુ પંપાળવું નહિ અને ઉપેક્ષવું નહિ. એ રીતે શરીર સંબંધી વિચારણા કરવી યોગ્ય છે. એ આ અશુચિભાવનાને વિષય છે. ભાવના હંમેશા માનસિક જ હોય છે અને એ બારેબાર ભાવના ગેટ વાળ્યા વગર આ દુનિયાદારીના સંબંધમાં આપણામાં વિચાર જાગૃતિ કરે છે. એ જ ભાવનાનું કામ છે અને વિચાર જગાડે એટલામાં એની પરિસમાપ્તિ થાય છે. આ બારે ભાવનાનું કાર્ય શું છે અને તે વિચાર જાગૃતિમાં કેટલું મહત્વને ભાગ ભજવે છે તે શાંતસુધારસ ગ્રંથમાં આપણે વિચારી ગયા. વિષય-કષાયને નિગ્રહ કરી વૈરાગ્યમાર્ગે ચાલે અને વસ્તુસ્થિતિ બરાબર સમજવા માટે ભાવનાના પ્રદેશમાં ચિંતન કરે એટલે આ પ્રાણી આગળ વધે છે. એટલે, આ વિચારણાને ઘણું મહત્ત્વનું સ્થાન છે. આ દષ્ટિથી અશુચિભાવના વિચારવી. (૧૫૫). છઠ્ઠી સંસારભાવનાનું વિસ્તારથી સ્વરૂપ
माता भूत्वा दुहिता भगिनी भार्या च भवति संसारे ।
व्रजति सुतः पितृतां भ्रातृतां पुनः शत्रुतां चैव ॥१५६॥ અથ–માતા થઈને આ સંસારમાં તે જ બહેન અને પત્ની થાય છે, દીકરો હેય તે પિતાપણું પામે છે અને વળી ભાઈ થાય છે અને શત્રુ (દુશ્મન) થઈ જાય છે. આવું આવું આ સંસારમાં બને છે. (૧૫૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org