________________
પ્રશમરતિ વિવેચન સહિત - આત્યંતર તપમાં પ્રથમ આવે છે પ્રાયશ્ચિત તપ કપટરહિતપણે ગુરુ પાસે પિતાના દોષને પ્રકટ કરી તેની આયણ લેવી; તેના (પ્રાયશ્ચિત્તના) દશ પ્રકાર છે. ગુરુ પાસે ગોચરી પ્રમુખનું આલેચવું તે પ્રથમ આલેચન પ્રાયશ્ચિત્ત. માતરૂં પુજ્યા વિના પરઠવવું અને તેને મિચ્છામિ દુક્કડમ્ દેવ તે બીજું પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત. શબ્દાદિ વિષય ઉપર રાગ કર્યો હોય તેનું આલેચન પણ કરવું અને મિચ્છામિ દુક્કડે પણ દે તે ત્રીજુ મિશ્ર પ્રાયશ્ચિત્ત. અશુદ્ધ આહારપાણીને ત્યાગ કરે તે શું વિવેક પ્રાયશ્ચિત્ત. ખરાબ સ્વપ્નાદિકને અંગે કાર્યોત્સર્ગ કરવું તે પાંચમું કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત. પૃથ્વીકાય વગેરેને સંઘટ્ટ થઈ જવાથી તપ કરવો તે છઠ્ઠ તપ પ્રાયશ્ચિત્ત. પૃથ્વી આદિકને સંઘટ્ટ થવાથી કાંઈક દીક્ષા પર્યાયની ન્યૂનતા થઈ હોય તે સાતમું છેદ પ્રાયશ્ચિત્ત. મૂળગુણભંગ થવાને કારણે સર્વથા વ્રતપર્યાયનું છેદન થવાથી દીક્ષા પર્યાયની ન્યૂનતા થઈ હોય તે આઠમું મૂલ પ્રાયશ્ચિત્ત. કેઈને ઘાતપાત થઈ ગયું હોય તે વિધિપૂર્વક તપ કરવું અને ત્યારપછી મહાવ્રતને આપ કરે તે નવમું અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત. રાજાની રાણું અથવા સાધ્વી પ્રમુખ સાથે સંગ થઈ ગયાથી બારવર્ષ પર્યત તીર્થપ્રભાવના કરી ગચ્છમાં આવવું તે દશમું પારાંચિત પ્રાયશ્ચિત્ત. આ એક પ્રકારનું આત્યંતર તપ થયું.
બીજે વિનયતા. એટલે ગુણવંત વગેરેની ભક્તિ કરવી, આશાતના ટાળવી. જ્ઞાનને વિનય પાંચ પ્રકારે છે. અત્યાદિ પાંચ પ્રકારના જ્ઞાનની સેવા કરવી, તે પ્રથમ ભક્તિવિનય. પાંચ જ્ઞાનનું અંતરંગ પ્રીતિ સહિત બહુમાન કરવું તે બીજો બહુમાનવિનય. દીઠેલા જાણેલા પદાર્થોની સમ્યગ પ્રકારે ભાવના કરવી તે ત્રીજો ભાવનાવિનય. પાંચે જ્ઞાનનું વિધિપૂર્વક ગ્રહણ કરવું તે એથે વિધિગ્રહણવિનય અને એ પાંચ જ્ઞાનને અભ્યાસ કરે તે પાંચમ અભ્યાસવિનય. દર્શનને વિનય બે પ્રકારે છે. ઉચિત ક્રિયાને સાચવવી તે શુષાવિનય અને બીજો અનાશાતનાવિનય એટલે અનુચિત ક્રિયાથી વિરમવું. અનાશાતનાવિનયના પિસ્તાળીશ પ્રકાર છે. તેમાં તીર્થકર, ધર્મ, ધર્માચાર્ય, વ્યાખ્યાતા, સ્થવિર, કુળ, ગણ, સંઘ, મંડળી, સમાન ક્રિયા કરનાર એની સાથે પાંચ મેળવતાં પંદર થયા, તેમની આશાતના ન કરવી, ભક્તિ સહિત બહુમાન કરવું અને તેમના છતા ગુણ વર્ણવી યશ કીર્તિ કરવી. એટલે વિનયન પિસ્તાળીશ ભેદ થયા. આ બીજ અભ્યતર તપ.
ચારિત્રને વિનય પાંચ પ્રકારને છે. પાંચ ચારિત્રોની સદુહણા કરવી. ચારિત્રવિનય ત્રણ પ્રકારના વેગને વિષય છે. આચાર્ય વગેરેને મન, વચન, કાયાથી વિનય કરે.
લકોપચાર વિનય સાત પ્રકાર છે. ગુરુ વગેરે જે શ્રેષ્ઠ પુરુષ હોય તેઓની સમીપ બેસવું, આરાધવા યોગ્ય પુરુષની ઈચ્છાએ પ્રવર્તવું, ઉપકારને પ્રત્યુપકાર કરે, ગુરુ જ્ઞાન આપે તે માટે તેમને ભાત પાણી લાવી આપી તેમને વિનય કરે, ગ્લાનને દવાદારૂ લાવી આપી વિયન કરે, તેમ જ દેશ તથા કાળ જાને અવસરચિત કરવું અને વડીલનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org