________________
४२०
પ્રશમરતિ વિવેચન સહિત અર્થ_લેકને નીચેનો ભાગ, ઉપરનો ભાગ અને તિર્યશ્કેકને ચિંતવ તથા તેના વિસ્તારને વિચાર. એના સર્વ વિભાગમાં આ જીવે જન્મ અને મરણ કર્યા છે અને તેમાં રહેલા રૂપી પદાર્થને ઉપગ મન, વચન, કાયાના ઉપાદાન તરીકે આ જીવ કરી ચૂક્યો છે. (૧૬)
વિવેચન—આ જીવ લેકમાં રહેલાં સર્વ ને ઉપયોગ કરી ચૂકયો છે, લેકમાં સર્વ સ્થાનકે જન્મી અને મરી ચૂક્યો છે, એણે સર્વ સ્થાને માં ગમનાગમન કર્યું છે, એ વિશારવા માટે લેકસ્વરૂપની આ દશમી ભાવના છે. લેકસ્વરૂપ જે રીતે શાસ્ત્રમાં કહ્યું છે તે સમજી, જાણે તેના પરથી બેધિ લે કે આ જીવ આ લેકનાં સર્વ સ્થાનકે અનેક વાર જન્મ મરણ પામી ચૂકી છે, પણ હજુ તેની રખડપટ્ટી પૂરી થઈ નથી. લેકસ્વરૂપ જિજ્ઞાસા ખાતર જાણવાનું નથી, પણ તે જાણીને પ્રાણી વિચાર કરે છે કે આવા વિશાળ મોટા લેકમાં બધે સ્થાનકે આ જીવ જઈ આવ્યું છે અને હજુ જે તે બરાબર વર્તાવ નહિ કરે તે તેની રખડપટ્ટી વધારે થવાની છે. '
અધઃ—આપણે પૃથ્વીને ચૌદ રાજુપ્રમાણ ગણીએ છીએ. તેમાં આપણી આ તિર્થ પૃથ્વીની નીચે સાત નારી અને વચ્ચે ભુવનપતિ વ્યંતર અને વાણુવ્યંતરનાં સ્થાન આવે છે. એની પહેલાઈ વધારેમાં વધારે સાત રજજુપ્રમાણુ સાતમી નરકે થાય છે અને એ રીતે આ પૃથ્વી સાત રજજુ પ્રમાણ નીચી અને સાત રજજુ પ્રમાણ પહેળી છે અને એ પૃથવી ચૌદ રજજુને સાથે ગણતાં પુરુષાકાર ધારણ કરે છે. તે - તિબક–આપણે મનુષ્યલોક આ તિર્યકમાં આવે અને તેના પ્રમાણમાં વલક અને અપેક ઉપર નીચે ગણાય.
ઊ લેક–ઉપરના ભાગમાં બીજા સાત રાજલેક આવ્યા છે. ત્યાં બ્રહલેક નામના દેવલોક પાસે પાંચ રાજલક પ્રમાણમાં વિસ્તારે છે અને તિર્યંગ લેકની અપેક્ષાએ સાત રજજ ઊંચે છે. ઊંચે અને નીચે શબ્દ સાપેક્ષ છે અને તે તિર્યંગ (મનુષ્ય) લેકની અપેિક્ષાએ છે. બધાં મળીને એ ચૌદ ૨જજુ પ્રમાણ છે. મનુષ્યલેક એ ચૌદ રાજલેકમાં આવી જાય છે. નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાનને પણ આમાં સમાવેશ થાય છે. આ ચૌદ ૨જુ પ્રમાણ જીવલેકમાં એવું એક પણ સ્થાન નથી, જ્યાં આ જીવ જન્મે કે મર્યો ન હોય અને આવા અનંત ફેશ થયા ન હોય, પણ એ થાક્યો નથી. હજુ પણ એને કેટલું ભટકવું પડશે તે ખબર નથી. સમજે તે જન્મમરણને રખડપાટ અટકાવી શકે એટલી તેનામાં તાકાત છે.'
બાહલ્ય-વિસ્તાર, પહોળાઈ. ઉપર જણાવ્યું તેમ બ્રહ્મ દેવલેક પાસે એ પાંચ રજવાત્મક છે, અને નીચે સાતમી નારકી પાસે છે રજવાત્મક પહોળાઈમાં છે. ઊંચાઈ ચૌદ રાજલક પ્રમાણ છે. અને આ ચૌદ રાજલકના પ્રત્યેક સ્થાને એ જઈ આવ્યું છે. એના ઉપરથી એણે બેધ લેવું ઘટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org