________________
પ્રશમરતિ વિવેચન સહિત “નાયિકાએ કહેલી એક ગાથામાત્રના સાંભળવાથી ક્ષુલ્લકે ચિત્તમાં વિચાર કર્યો અને રાજપુત્રાદિ પણ સમજી ગયા અને પિતાના બધિરત્નને સૌએ સંભાયું. તેમ છે ભવ્ય પ્રાણી! તમે પણ બોધિરત્નની અમૂલ્યતાને સમજીને તેને સંભારો, તેને મેળવવા પ્રયત્ન કરે.” આ ગાથામાં નટણીની વાત કરી છે. તે ક્ષુલ્લક્કુમારની કથા મેં બે ભાગમાં બહેત ગઈ છેડી રહી” એ અભિધાન નીચે જૈન સંસ્કૃતિમંડળ વડેદરા તરફથી બહાર પાડી છે. ત્યાં નટીની માએ કહેલ ગાથા પર અનેક માણસે પ્રતિબંધ પામે છે. તે વિચારણીય છે. (૭) - આ પ્રમાણે આ બે ધિદુર્લભત્વની બારમી ભાવના ભાવવી. અનંત સંસારમાં રખડતાં કોઈવાર મનુષ્યભવ મળે છે, તેમાં સારું કુળ, મગજની સારી સ્થિતિ અને ધર્મને અનુકૂળ કરી આપે તે સદ્દગુરુને યોગ પામ ખરેખર દુર્લભ છે. એટલું પામ્યા છતાં આ ધર્મરત્નને ઓળખવાની મુશ્કેલી તે ઊભી જ રહે છે. એ ધર્મને સમજી જવા જેટલી અનુકૂળતા મળે તે પણ તેની પ્રવૃત્તિ થવી મહામુશ્કેલ છે. આ ધર્મને ઓળખ, આત્માની રત્નત્રયી-જ્ઞાન-દર્શન-ચારિત્રને જાણવા અને જાણીને તેમને સહવા અને તદનુસાર પ્રવૃત્તિ કરવી તે ભારે મુશ્કેલ કામ છે, એમ વિચારી આ રત્નત્રયીની પ્રાપ્તિની મુશ્કેલીને જાણવી. સાથે ધર્મ મળી જાય ત્યારે તદનુસાર પ્રવૃત્તિ કરવી એ ઘણું મુશ્કેલ બાબત છે. આવી વિચારણને એગ્ય મન અને તેને અનુકૂળ પ્રવૃત્તિ એ સર્વથી વધારે મુશ્કેલ છે. આવા પ્રકારની વિચારણા કરવી અને પિતાને રત્નત્રયી પ્રાપ્ત થઈ છે તેને અનુરૂપ પ્રવૃત્તિ હજ થતી નથી એવી ભાવના આ બારમી ભાવનામાં ભાવવાની છે. ચાર ઇંદ્રિય સુધી તે મન પણ નથી, અસંજ્ઞી મનુષ્યને પણ મન નથી. તેથી તેઓને આ રત્નત્રયીની ઓળખાણ થવી પણ અશકય છે. પિતાને એ રત્નત્રયીની પિછાન થઈ છે, તદનુસાર પ્રવૃત્તિ કરવા ઈચછા થવી પણ તેટલી જ મુશ્કેલ છે. આ પ્રવૃત્તિ કરવાનો નિરધાર કર એ આ ભાવના ભાવવાનું ફળ છે. પ્રાણ એકેદ્રિયાદિ ગતિમાં અનેકવાર જઈ આવ્યું છે, સર્વસ્થાનકે અને સર્વનિઓમાં જઈ આવ્યું છે પણ તેને આ જ્ઞાન, દર્શન અને ચારિત્રને વિચાર સુદ્ધાં આવ્યું નથી. આવી મુસીબતે સાંપડેલ ચીજને ઓળખી તદનુસાર પ્રવૃત્તિ થાય તે એ વસ્તુ પામવાને ખરેખર લાભ લઈ લેવા લાયક છે. અને દુનિયાની અનેક ઉપાધિમાં પડી જવાને લાલચ થાય તે રોકી રાખવાની પિતાના પરમ હિતની નજરે. જરૂર છે. આ પ્રમાણે ભાવના ભાવવાને હેતુ પરમપદ પ્રાપ્ત કરવા માટે છે અને તે ન થાય તે જન્મારે નિષ્ફળ છે. આવી જાતની ભાવના ભાવવી તેને દુર્લભ બધિરત્ન ભાવના નામની બારમી ભાવના કહેવામાં આવે છે. એ રીતે આ બારમી ભાવના ભાવવી.
આવી રીતે બીજા ગ્રંથકારોએ આ ભાવનાને વર્ણવી છે. કેટલીક વાર ધર્મભાવના અને આ ચાલુ બારમી ભાવના વચ્ચે તફાવત નહિ લાગે, પણ તેમની વચ્ચે તફાવત છે. ધર્મ પણ મળ દુર્લભ છે અને ધર્મ મળ્યા પછી પણ શુદ્ધ દેવગુરુધર્મ પર એકતાનતા થવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org