________________
૪૩૬
પ્રશમરતિ વિવેચન સહિત જવાને લીધે, પથેના ઝઘડામાં પડી જવાને લીધે અને ગૌરવને વશ પડી જવાને લીધે ત્યાગભાવને વિસારે પાડી દે છે, ભૂલી જાય છે. (૧૬૩).
વિવેચન-તાંબધિને, શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ ઉપર અવિસ્મૃત શ્રદ્ધાને મેળવવી ઘણું મુશ્કેલ છે, તે મહામુસીબતે પ્રાપ્ત કરીને પણ. મનુષ્યપણું, કર્મભૂમિ, આર્ય દેશ, સારા કુળમાં ઉત્પન્ન થવું, લાંબુ આયુ, નીરોગીપણું પ્રાપ્ત કરવું, ધર્મ ઉપર શ્રદ્ધા થવી, સારા કથકગુરુના સદુપદેશને વેગ થ અને ધર્મ સાંભળવાની ઈચ્છા થવી અને એ ઉપરની ગાથામાં કહેલી દસ વસ્તુઓ મળવી તે ઘણું મુશ્કેલ બાબત છે. પ્રત્યેક ચીજ દુર્લભ છે, દુખે કરીને મળે છે.
ભવશૌસેકડો ભવ કરવા પછી એ દુર્લભ દસ વસ્તુ મળે છે. તેને માટે સેંકડો ભવમાં ફરવું પડે છે, તે મળી જાય પછી પણ.
વિરતિ–ત્યાગભાવ મળ અથવા થે ઘણો મુશ્કેલ છે. ત્યાગભાવ બે પ્રકારને છે: એક દેશવિરતિ તે શ્રાવકોગ્ય ત્યાગભાવ અને બીજે સર્વવિરતિ તે સાધુયેગ્ય. આમને કોઈ પણ ત્યાગભાવ ઈચ્છા–સમજણપૂર્વક સ્વીકાર યુક્ત છે. જ્યારે માણસમાં વયની નબળાઈ આવે અથવા શરીર નબળું પડી જાય, ત્યારે તે પછી પરાણે વિષયને તજવા પડે છે, પણ જુવાન વયે ત્યાગભાવ ગમે તે પ્રકારને આ મુશ્કેલ છે, દુર્લભ છે. મળેલી દસે પ્રકારની અનુકૂળતાને વાસ્તવિક બનાવે તેવો અગિયારમો વિરતિભાવ આવ દુર્લભ છે. તેનાં ન આવવાનાં કારણે અહીં વિગતવાર હવે પછી વિચારવામાં આવે છે.
મેહા–અજ્ઞાનથી આવો ત્યાગભાવ આવતે અટકે છે અને મળ મુશ્કેલ બને છે. માણસ કષાયને વશ પડી જાય છે અને ત્યાગભાવ જરૂરી ચીજ છે તેટલું સ્વીકારતે પણ નથી, અને અજ્ઞાનપણમાં રખડ્યા કરે છે. એ ત્યાગ કરનારની મશ્કરી કરે છે અને - ત્યાગભાવ સ્વીકારનારને ભારભૂત અથવા વેવલા ધારે છે. એવા માણસની જિંદગી તે નકામી
અને ફળ વગરની ધારે છે. અજ્ઞાનથી પ્રાણી ઘણું ગુમાવે છે. એ સાચી વસ્તુ સમજતે નથી અને સમજ્યા વગર એ ત્યાગભાવ સ્વીકારનારની હળવી ઠેકડી કરે છે. આ ત્યાગભાવ ન સ્વીકારવાનું પહેલું કારણ અાપણું જણાવ્યું. ' રાગાત-રાગથી, સ્ત્રી વગેરે ઉપર પ્રેમ હોવાથી હું છોડી જઈશ તે એનું શું થશે અથવા પુત્રપુગ્યાદિ હાલ તે નાની વયને છે, છોકરાને ઠેકાણે પાડે છે, તે જરા ઘર ઉપાડી લેશે ત્યારે હું સંસારને ત્યાગ કરીશ એવા વિચાર આવે છે. એ છેકરા છોકરીના - રાગથી અથવા બીજા કેઈના રાગ-આકર્ષણથી એ વિરતિભાવને સ્વીકાર કરી શકતું નથી. આયુષ્ય અક્કસ હેવાથી કાલને પણ ભરોસો નથી અને એક પ્રકારને રોગ પૂરો થાય ત્યાં બીજા પ્રકારને રોગ લાગુ પડી જાય છે. છોકરાને ઘેર છોકરાં થાય, તે નાનાં હોય તે દુર્લભ ત્યાગભાવને અમલ અટકી પડે છે. એમ જ મામામાસીને કે કરચાકરને રાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org