________________
૪૩૦
પ્રશમરતિ વિવેચન સહિત નથી. એ તે બાળપણ કે ગદ્ધાપચીશીમાં ધર્મસંબંધી વિચાર પણ કરતું નથી અને અકાળે મરણ પામે છે. તેને તે મોટું આયુષ્ય મળ્યું છે અને તેને તારે લાભ લે છે. તે અ૯પ આયુષ્યની મુસીબત પણ તે વટાવી દીધી છે. આ છઠ્ઠી આડશ છે. તેને તે વટાવી દીધી છે. એટલે તું નસીબદાર છે.
શ્રધા–(૭) આવી રીતે મનુષ્યપણું, કર્મભૂમિ, આર્યદેશ, ઉત્તમ કુળ, શરીરે નીરોગીપણું તથા આયખું એ છએ વાનાં મળે પણ ધર્મ ઉપર શ્રદ્ધા જ ન થાય. આ નવા યુગની એ નિશાની છે. એ “ધર્મ' શબ્દ સાંભળે તે એને તાવ ચઢવા લાગે. એ નકામાં ગપાટા મારવામાં કે ફેશનની વાત કરવામાં કલાકના કલાક કાઢી નાંખશે, પણ ધર્મની વાત સાંભળવાનો પ્રસંગ આવી ચઢશે તે આંખ આડા કાન ધરશે. એને ધર્મની કાંઈ પડેલી હોતી નથી. એને ધર્મની વાત પણ ગમતી નથી. અને ધર્મસંબંધી ચર્ચા કરવાની પણ એ દરકાર કરતો નથી, આ સાતમી મેખલા તરવી વધારે મુશ્કેલ છે. તેથી સાતે વાતની અનુકૂળતા થવી એ પણ અતિ મુશ્કેલ બાબત છે અને આ કાળમાં તે વધારે મુસીબતવાળી બાબત છે. આ સાતમી મુસીબતને ઓળંગે તે તમે ધર્મ સંબંધી કાંઈ જ્ઞાન મેળવો. શ્રદ્ધા એટલે આંખ મીંચીને કઈ વાતને સ્વીકાર કરવાનું નથી, પણ એમાં શ્રદ્ધા રાખી એને પરીક્ષાની એરણ પર ચઢાવી એ સર્વ કટીમાંથી પાર ઊતરી જાય તે તેને માટે ભાવ રાખવે એ અતિ મુશ્કેલ બાબત છે, પણ આ જન્મમરણની જાળમાંથી છૂટવાને તે એક જ ઉપાય છે. એ સ્યાદ્વાદમાર્ગને સહાનુભૂતિ પૂર્વક અનુસરે તે ખાસ જરૂરી . છે અને તેના તરફ પ્રેમ કે તે અતિ મુશ્કેલ પણ બહુ જ હિતાવહ બાબત છે. આ પ્રમાણે સાતમી મુશ્કેલી થઈ.
કથક-(૮) ધર્મના કહેનારને જગ ઘણે મુશ્કેલ છે. સાતે વસ્તુ મળી હોય, પણ ઊંડા ગામડામાં ધર્મને સમજાવનાર–કહેનારના ગ જ ન થાય તે સર્વ સાતે બાબત નકામી થાય છે. કહેનાર કહેનારમાં ઘણે ફેર છે. એકવખત યશવિજય ઉપાધ્યાય પણ તેમના સમકાલીન રામવિજયની વ્યાખ્યાન પદ્ધતિ જાણવા સમજવા જાતે ગયા હતા અને તેમની વહેવારુ રીત અને દાખલા દલીલ આપવાની વાતની પ્રશંસા કરી હતી. આવા ધર્મને કહેનાર–પિતાની ફરજને સમજાવનાર કાંઈ વારંવાર મળતા નથી. આ આઠમી મુસીબત છે. એટલે સાતે વાતની અનુકૂળતા હોય તે આ એક વાતની પ્રતિકૂળતા સાતેને નકામી બનાવી દે છે. આથી શુદ્ધ કથકને જેમ કે એ મુશ્કેલ બાબત છે.
શ્રવણ--) આ સવ જોગવાઈ મળે પણ ધર્મ સાંભળવા સમજવાની પ્રતિકૂળતા હોય, પિતાને કુરસદ ન હોય કે પિતે બીજા કોઈ કામમાં પડી ગયે હેય. કથક હોય તેને સાંભળવા-સમજવા અને તેમના ઉપદેશને હૃદયમાં ઉતારવા એ પણ ઘણી મુશ્કેલ બાબત છે. પિતાને ભાવ ન થાય, સાધુઓ ગપ્પાં મારે છે એમ માની જાણવાની જિજ્ઞાસા જ ન થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org