________________
ભાવના
એ નવમી મુસીબત છે. આ પ્રમાણે મનુષ્યપણું, કર્મભૂમિ, આર્યદેશ, સારું કુળ, શરીરે નીરોગીપણું અને દીર્ઘ આયુષ્ય તથા ધર્મ પર શ્રદ્ધા, કહેનારની જોગવાઈ અને સાંભળવાની રુચિ એ નવે ચીજો મળે ત્યારે આ નવમી અનુકૂળતાને લાભ લઈ શકાય.
બેધિ––(૧૦) સમ્યકત્વલાભ એટલે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ પર અવિચળ શ્રદ્ધા થવી ઘણી મુશ્કેલ છે, આ સમક્તિને લાભ થ તે બહુ મુશ્કેલ બાબત છે. આ દશે વાતની તને અનુકૂળતા મળી હોય તે આ વખતે તેને બની શકે તેટલે લાભ લઈ જીવન કૃતાર્થ કર. બાકી આ બોધિરત્ન મળવું અત્યંત મુશ્કેલ છે અને મળ્યા પછી તેને જાળવી રાખવું તે એટલું જ મુશ્કેલ છે.
આવી રીતે આ બોધિદુર્લભભાવના ભાવવી. તેમાં ઉત્તરોત્તર જે એક એક વસ્તુની પ્રાપ્તિની મુશ્કેલી બતાવી તે વસ્તુ તને મળી છે તે આ મનુષ્યભવમાં તેને લાભ લઈ તારી પ્રગતિ સાધ. તે જીવન સફળ કરવાની ખરેખરી તારે જરૂર છે.
હવે આપણે આ બધિદુર્લભભાવના સંબંધમાં અન્ય ગ્રંથકારે શું કહે છે તે જોઈ લઈએ. જરા પણ શંકા રાખ્યા વગર કે મનમાં શલ્ય રાખ્યા વગર શુદ્ધ દેવ, ગુરુ, ધર્મને પિછાનવા અને તેમના કહેલા માર્ગ પર ગમન કરવું એમાં જ આ જીવની મુક્તિ છે અને મુક્તિ વગર તે બધા આંટા છે, ખાલી ફેરા છે અને એક ખાડામાંથી બીજામાં પડી અંતે જીવન પૂરું કરવાનું છે. આમ ન થાય તેવી ભાવના કરવી અને આ બધિરત્ન મળવું પણ મુશ્કેલ છે એમ વિચાર કરે, ભાવના ભાવવી એ બહુ લાભદાયી અને અંતે મોક્ષ અપાવનારી બાબત છે.
વિનયવિજય ઉપાધ્યાય પિતાના શાંતસુધારસ ગ્રંથમાં બારમી ભાવનાને વગર શકે બધિદુર્લભભાવના કહી તેને ગાઈ બતાવે છે. તેઓ પ્રથમ તે વિસ્તારથી ઓધિ શબ્દને અર્થ સમજાવે છે. ધર્મભાવના એમની સંખ્યામાં દશમી ભાવનામાં આવે છે. આ બારમી ભાવનામાં તેઓ જ્ઞાનની મુખ્યતા બતાવે છે. ચાર વસ્તુ મળવી દુર્લભ છે એમ જણાવે છે. મનુષ્યપણું, શુદ્ધ શ્રદ્ધા, સંયમ અને વિરતિ. મનુષ્યત્વની દુર્લભતા બતાવતાં તેઓ દશ દૃષ્ટાંતને ઉલલેખ કરે છે. બેધિથી દેવકનાં સુખ મળે છે એમ જણાવી બ્રહ્મપદવી પ્રાપક એ બોધિરત્ન છે એમ પ્રતિપાદન કરે છે. પ્રથમ અવ્યવહાર રાશિમાંથી નીકળવું જ મહામુશ્કેલ છે એમ તેઓ જણાવે છે. સૂકમ બાદર નિગદમાં અનંતકાળ ગમે એમ જણાવી વ્યવહારરાશિમાં સૂફમપણે ઘણે કાળ ગયે એમ જણાવે છે. પછી નિગાદપણમાં બાદરપણે ઘણે કાળ ગયે અને ત્યારપછી વિકલૈંદ્રિય તરીકે આ પ્રાણું બેઇદ્રિય, તેઇદ્રિય અને ચૌરિદ્રિય થયે એમ જણાવી આ જીવના ત્રાસપણાને ઉલ્લેખ કરે છે. આયુષ્યની અલ્પતા અને મનુષ્યત્વની દુર્લભતા જણાવી મહાસક્તિ કેવું કામ કરે છે તે વિસ્તારથી વર્ણવે છે. બધિરત્નની દુર્લભતા છેવટે પ્રતિપાદન કરી આ સંસારનાટકને વર્ણવે છે અને એ નાટક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org