________________
ભાવના
દુસમસમય દુષ્પસહ લગે, અવિચળ શાસન એ રે,
ભાવથું ભવિયણ જે ભજે, તેહ શુભમતિ ગુણગેહ રે. ભાવના. ૭ એને અર્થ કરતાં જણાવે છે કે “ધર્મ કે જે પ્રાણીને દુર્ગતિમાં જવા દે નથી, જે જગતનું હિત જ કરનાર છે, તેને કર્તા કહે છે કે ધન્ય છે, ધન્ય છે! એ ધર્મ જિનેશ્વર ભગવાને કહેલું હોવાથી શ્રેષ્ઠ છે, આ ભવ ને પરભવમાં સુખને આપનાર છે. તેથી હે જીવ! તું જન્મ પર્યંત તેની સેવા કરવું અને આ ભાવનારૂપી સુરવેલડી-કલ્પવલ્લીને તું હદયરૂપી આરામમાં–બગીચામાં રેપ, એટલે તે વેલડી સુકૃતરૂપી વૃક્ષને પામીને બહુ પ્રસાર પામશે-વિસ્તરશે, તેના પર ચઢશે અને ઉત્તમ ફળ વડે ફળવતી થશે. તે વેલડીને પામવાને પ્રથમ ક્ષેત્રશુદ્ધિ કર, પછી તેને કરુણરસે સિંચ, તેમાંથી મિથ્યાત્વાદિક શલ્યને દૂર કર, ત્રણ ગુપ્તિરૂપ ફરતી ત્રણ વાડ કરીને તેનું રક્ષણ કર, તેમાં. સુમતિરૂપ પાણીની નીક વાળ કે જેથી તે પલ્લવિત થાય. પછી તે નીક દ્વારા તેને સુગુરુના વચનામૃત વડે સિંચન કર, અને તેની આજુબાજુ કુમતિરૂપ કંથેર વિગેરેનાં કાંટાળાં ઝાડ હોય તેને દૂર કરી દેધમાનાદિક સૂકો (ભંડે) અને કામદેવરૂપ વાનરને નસાડી મૂક આ પ્રમાણેની શુભ ભાવનારૂપ કલ્પવલીનું સેવન કરવાથી ૧૫૦૩ મુનિ મહારાજ કે જે ગૌતમ ગણધરના શિષ્ય હતા તે કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષપુરે પહોંચ્યા. આ બધે દેવગુરુધર્મને જ પ્રતાપ છે, તેની આરાધનાનું ફળ છે.” ૧-૫.
આ ધર્મની આરાધનાથી શુક પરિવ્રાજક સિદ્ધિપદ પામ્યા, અર્જુન માળી મોક્ષ ગયા અને પરદેશી રાજા કે જે મહાપાપી હતું તે અપાપી થયે અને તેનાં દુઃખના પાશ (બંધન) તમામ કપાઈ ગયા.” ૬.
“આ દુષમસમયમાં પણ દુપસહ સુધી – પાંચમા આરાના છેડા સુધી પ્રભુનું શાસન અવિચળ રહેવાનું છે. તેને ભાવપૂર્વક જે પ્રાણી ભજે છે તે જ શુભ મતિવાળે અને ગુણના ઘરરૂપ ગણાય છે અથવા થાય છે.” ૭.
બધિરત્નની પેઠે ધર્મની પ્રાપ્તિ પણ અતિ મુશ્કેલ છે. ઘણા મનુષ્ય તે હિંસામય ધર્મને ધર્મ માને છે. સાચા ધર્મને પિછાની તોગ્ય ધર્મઆચરણ કરવાની મુશ્કેલી ઘણી છે. મહામુશીબતે મનુષ્યજન્મ પામી સાચે ધર્મ સ્વીકારે એ પણ એટલું જ મુશ્કેલ છે. ' આપણુ પર ઉપકાર કરવાની બુદ્ધિએ એવો ધર્મ ભગવાને આપણને બતાવ્યું છે તે તેને સમજીને તેને સ્વીકાર કરવો અને તદનુસાર વર્તન કરવું એમાં આ મનુષ્યભવની પ્રાપ્તિની સફળતા છે, મનુષ્યજન્મ પામ્યાની સાર્થક્તા છે, આંટાને સફળ કરવાની એમાં વાસ્તવિકતા છે. તે સમજી તદનુસાર વર્તન કરવા ભાવના રાખવી. (૧૬૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org