________________
પ્રશમરતિ વિવેચન સહિત છે. આ સંવરભાવનામાં સમિતિ, ગુપ્તિ, પરિષહજય, ચારિત્ર, ભાવના વગેરે જે રજૂ કરવામાં આવ્યાં તે કર્મની આવક સામે બારણું બંધ કરનાર છે અને પછી જેમ તળાવમાં નવું પાણી ન આવે ને અટકી જાય તેમ સંવરનું કાર્ય છે. એ ભાવના વારંવાર ભાવવી. એ રીતે વિચારપથ સુધર્યા પછી તેને અમલ થશે અને આત્મા આત્મિક ભાવમાં લાગી જશે. હવે તે વખતે જે કર્મો લાગેલાં હોય, આત્મા સાથે મળેલાં હોય તેને કેમ દૂર કરવાં તે આવતી નવમી ભાવનામાં વિચારાશે. એ રીતે નવાં કર્મોને રેકવા પૂરતી આ આઠમી ભાવના ચિંતવવી અને તે સારી લાગે, જચે તે તેને અમલ કરે. એ વિચારણથી હંમેશ માટેનું સુખ મળે છે. (૧૫૮) નવમી નિજરાભાવનાનું વિસ્તારથી સ્વરૂપ
यद्विशोषणादुपचितोऽपि यत्नेन जीर्यते दोषः ।
तद्वत् कर्मोपचितं निर्जरयति संवृतस्तपसा ॥१५९॥ અથ–જેમ શરીરમાં થયેલે દોષ લાંઘણથી ન ખાવાથી) પ્રયત્નપૂર્વક નાશ પામી જાય છે, તે પ્રકારે આત્મા સાથે મળી ગયેલ કર્મને પણ સંવરયુક્ત પ્રાણી તપ દ્વારા દૂર કરી દે છે, નાશ પમાડે છે. (૧૫૯).
' વિવરણ–આ લોકમાં નવમી નિજરાભાવનાનું સ્વરૂપ વિસ્તારથી બતાવ્યું છે. કર્તા પોતે જ એક દાખલે આપી નિજાની મહત્તા સમજાવે છે. નિર્જરા અગાઉ લાગેલાં કર્મોને ઉશે છે. સંવર તે કર્મને આવતાં બંધ કરે, પણ તે વખતે જે કર્મો લાગેલાં હોય, આત્મા સાથે મળી ગયેલાં હોય તેનું શું? નવીન આવક તે સંવર દ્વારા બંધ થાય છે, પણ અગાઉ આત્માએ કરેલાં કર્મોનું શું કરવું? તેને વિચાર આ ભાવનામાં કર્યો છે. તેથી પુરાણું કર્મોનો ક્ષય માટેની એ ભાવના પણ વિચારણીય છે.
- વિશોષણ–સુકાવવું તે. લાંઘણ કરવાથી, ન ખાવાથી. લેકમાં કહેવત છે કે રોr જયન્ત ઇંઘનાત–લાંઘણ રોગને પચાવી દે છે. આપણે ગમે તેવા દેશે કર્યા હોય, વધારે પડતું ખાઈ નાંખ્યું હોય, અપચે કે અનેક પ્રકારના વ્યાધિઓ થયેલા હોય તે. તે બધાનો ઉપાય લાંઘણ છે. લાંઘણના હજારે લાભ છે, તેમાં સર્વથી મોટો લાભ એ સર્વ દેનું શોષણ કરે છે તે છે. લાંઘણ જેમ સર્વ રોગોને દૂર કરે છે, તેના મૂળમાં જઈ તે રેગેને ઉખેડી નાખે છે, તે પ્રમાણે,
ઉ૫ચિત–પુષ્ટ, જવરાદિ દોષ, અપ વગેરે એકઠા કરેલા છે. આવા અનેક દેને ઉપાય લાંઘણ છે. ગમે તે અપચે થયેલ હોય તેને લાંઘણ દૂર કરી દે છે. આ 'તે અનેક વર્ષોને – યુગને અનુભવ છે કે ન ખાવાથી સર્વ દે દૂર થાય છે. ગામગામનું પાણું પીધેલ હોય કે વધારે પડતું જમાઈ ગયું હોય, તેને ઉપાય લાંઘણ છે. તમારણ કરવાથીને ખાવાથી કાંઈ મરી જવાતું નથી, પણું ખાધેલ વસ્તુને પચવાને વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org