________________
ભાવના
૪૦૧ નાળું પણ સાવધાનીથી વિચારપૂર્વક બંધ કરવું. અને કર્મ આવતાં બંધ કરવા તે ખાસ સમજણને વિષય છે. એક વાર કર્મની આવક બંધ થઈ જાય, પછી સવાલ માત્ર એટલે જ હોય કે લાગી ગયેલાં હોય તે કર્મોનું શું કરવું? પ્રથમ તે નવી આવક, આયાત, વધારે થવા ન દેવાને આ પ્રયત્ન છે. આ રીતે આશ્રવને ઓળખી તેને ત્યાગ કરવા પ્રયત્ન કરે. આ પ્રમાદવાનું–આળસુ, પ્રમાદી. આને આસવના કારણ તરીકે શા માટે ગણવામાં આવેલ છે તે સ્પષ્ટ થતું નથી. મઘ, વિષય, કષાય, વિકથા અને નિદ્રાને કઈ કઈ ગ્રંથકારેએ પ્રમાદ તરીકે વર્ણવ્યાં છે. તેઓમાંનું પ્રત્યેક, કર્મને આત્મા સાથે જોડી આપનાર છે તે ઉઘાડી વાત છે અને તેથી તે પાંચ પ્રકારના પ્રમાદને નિગ્રહ કરવા ઉદ્યમ કરે એવો એને સંબંધ ઉપરથી અર્થ થઈ શકે.
કષાય–આગલા પ્રકરણમાં આપણે ક્રોધ, માન, માયા અને લેભના દરેકના ચાર ભેદ કરી સેળ પ્રકારના કષા સમજી ગયા. એ કષાય જ્યાં સુધી હોય છે ત્યાં સુધી પ્રાણી અનેક કર્મો બાંધે છે, તેથી મિથ્યાત્વ અને અવિરતિ સાથે તેની કર્મ એકઠાં કરવાનાં નાળાં તરીકે ગણતરી કરવામાં આવી છે. આ કષાય કેવી ખરાબ ચીજ છે તે આપણે જોઈ ગયા છીએ. (જુઓ આ જ ગ્રંથનું કષાય સંબંધી પ્રકરણ)
દંડ-મન, વચન, કાયાના યુગની પ્રવૃત્તિ કર્મ બંધાવે છે. તે દ્વારા આત્મા સાથે કર્મો જોડાય છે. તેથી આ યુગને અર્થાત્ પ્રવૃત્તિને પણ કર્મનું એક નાળું ગણવામાં આવેલ છે. આ પ્રાણી જે ગે ઉપર વિજય મેળવે તે નવાં આવતાં કર્મો રોકાય છે. અને નવાં આવતાં કર્મોને પ્રયત્નપૂર્વક અટકાવવાં એ આ જીવનને ઉદ્દેશ હોવો જોઈએ.
યત–મને પત્નને પાઠ કરતાં તે પાઠ વધારે સારું લાગે છે. એક તે એ અધૂરા રહેતા વાક્યને પૂરું કરે છે અને આખે અર્થ બરાબર થાય છે. તેથી મેં તેને પાઠ સ્વીકાર્યો છે.
- તબ્રિગ્રહ–આસવને નિગ્રહ કરવામાં. અહીં “યતિ એટલે શબ્દ અધ્યાહાર સમજો એમ ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિ જણાવે છે. આપણે શ્રાવક એવો શબ્દ પણ અધ્યાહાર ગણી શકીએ, કારણ કે આ આ ગ્રંથ પ્રગતિશીલ શ્રાવકને પણ એકસરખી રીતે લાગુ
આવી રીતે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યેગોને વિચારી એ નિર્ણય કરવો કે નવા આવતા કર્મસમૂહ તે દૂર જ અટકી જાય. આ સાતમી આશ્રવભાવના છે. એના સંબંધમાં અન્ય શું કહે છે તે વિચારતાં પ્રથમ આપણે જસમની આAવભાવના વિચારીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org