________________
૪૦
પ્રશમરતિ વિવેચન સહિત વેને તજી દે એ સમજાવે છે. મિથ્યાત્વ કેવી રીતે કામ કરે છે તે જણાવી પછી તેઓ અવિરતિને સમજાવે છે. સાથે વિરતિભાવ, ત્યાગભાવ અને પચ્ચખાણનું મહત્વ રજૂ કરે છે; ત્યાર પછી ઇન્દ્રિયના વિષયેને તેઓ વર્ણવે છે અને છેવટે મન, વચન, કાયાના યે તે વર્ણવે છે. સારા આશ્ર સેનાની બેડીરૂપ છે. મેં તેના પર વિવેચન કર્યું છે, તે પૃ. ૩૫૮-૩૯૮ સુધી શાંતસુધારસ પ્રથમ ભાગમાં વર્ણવ્યું છે. તે જોઈ જવા અત્ર સૂચના કરવી પ્રાસંગિક છે.
વાત એમ છે કે આઝવભાવના ચિંતવતાં એ કર્મોને અને આત્માને સંબંધ કેવી રીતે થાય છે તે ચિંતવવું અને તે કમબંધ શાં શાં કારણેથી થાય છે તે સમજી તેમને અટકાવવાં. આ કારણે અટકશે એટલે કર્મની નવી આવક ઘટશે અને તે ઘટવાના રસ્તાઓ આવતી આઠમી સંવરભાવનામાં બતાવશે. આ રીતે સમજણપૂર્વક કર્મોને ઓળખવાં, તેમને આત્મા સાથે સંબંધ વિચારે તે આ આશ્રવભાવનામાં આપણે મુખ્યત્વે વિચાર્યું. વિચારપથમાં ચિંતવેલી બાબત પછી અમલમાં આવે છે, એટલા માટે પ્રથમ ભાવના કરવી જોઈએ. આ રીતે સાતમી આશ્રવભાવના ભાવવી. (૧૫૭). આઠમી સંવરભાવનાનું વિસ્તારથી સ્વરૂપ
या पुण्यपापयोरग्रहणे वाकायमानसी वृत्तिः ।
सुसमाहितो हितः संवरो वरददेशितश्चिन्त्यः ॥१५८॥ - અથ–પુણ્યને અને પાપને બન્નેને ન લેવાની મન, વચન અને કાયાની વૃત્તિ હેવી તે આધારભૂત પુરએ કહેલે અને બતાવેલે રસ્તે હિત કરનાર – લાભ કરનાર છે. એ રીતે સંવર વિચારવા લાગે છે, તેથી તેને વિચારો, ભાવ. (૧૫)
વિવેચન હવે આપણે આઠમી સંવરભાવનાને ઓળખીએ, સમજીએ. જે ગરના બાની ઉપર વાત કરી ગયા તેનાં દ્વાર – બાણુઓ બંધ કરવાં એટલે સંવર. બીજા શબ્દોમાં, સંવર એટલે કર્મોને આત્મા સાથે મળતા અટકાવવા, બંધ કરવા. તે આ આઠમી ચિંતવવા યોગ્ય ભાવના છે. પ્રથમ સંવરભાવના કરવાની કેટલી બધી જરૂરિયાત છે તે ગ્રંથકર્તાની સાથે વિચારી જઈએ.
પુણ્ય–પુણ્યના બેતાલીસ પ્રકાર છે. એ સારા લાગે છે, પણ એ સેનાની બેડી જેવા છે. સોનાની બેડી સારી એમ લેઢાની બેડીની સરખામણીમાં લાગે, પણ સોનાની પણ આખરે બેડી જ છે અને તેને બેડી તરીકે સમજવી જોઈએ. શાતવેદનીય, ઉચ્ચગોત્ર વગેરે એના બેતાલીસ પ્રકાર છે. એને નવ તત્વમાં ત્રીજુ તત્ત્વ કેટલાક આચાર્યો ગણે છે. આવું પુણ્યકર્મ પણ સેનાની બેડીરૂપ હેઈ ન જોઈએ એવી ચિંતવના કરવી તે સંવરભાવના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org