________________
૪જ
પ્રશમરતિ વિવેચન સહિત કર્મનો સંબંધ કેમ થાય છે, કેમ અટકે અને થઈ ગયેલે સંબંધ કેમ છૂટે તે હવે વિચારવામાં આવે છે. કર્મ જે માર્ગ આવે છે તેને રોકી નવાં કર્મ બાંધતાં કેમ અટકીએ તે માટે હવે અહીં આવ્યવદ્વાની વિચારણા કરીએ છીએ. કર્મ આત્મા સાથે લાગવાનાં
બેતાલીસ (૪૨) પ્રકાર છે. તેનું સૂક્ષ્મ અવકન સંક્ષેપમાં કરી જઈએ. પાંચ ઇન્દ્રિય, ' ચાર કષાય, પાંચ અગ્રત (પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ), મનવચન-કાયાના ત્રણ મેગે અને પચીશ ક્રિયા ઃ આ રીતે બેતાલીસ નાળા દ્વારા આત્માને કર્મ લાગે છે.
પાંચ ઇંદ્રિયેથી, ક્રોધ, માન, માયા અને લેભ કષાયથી, પ્રાણાતિપાતાદિ પાંચ અવ્રતથી, મન-વચન-કાયાના પેગોથી અને પચીશ ક્રિયાઓ દ્વારા કર્મ આત્મા સાથે - લાગેલાં છે. એમાં પચીશ ક્રિયાઓ ખાસ સમજવા જેવી છે: (૧) શરીરને અજયણુએ પ્રવર્તાવતાં જે ક્રિયા લાગે તે કાયિકી ક્રિયા, (૨) ખગ્રાદિક અધિકરણે કરી જીવને મારી નાંખવા, હનન કરવું તે આધિકરણિકી ક્રિયા, (૩) જીવ કે અજીવ ઉપર દ્વેષથી વિચારણા કરવી તે પ્રાપ્લેષિકી ક્રિયા, (૪) પિતાને કે પરને પરિતા ૫ (ખેદ) કંટાળો ઉપજાવે તે પારિતાપનિકી ક્રિયા, (૫) એકે ક્રિયાદિક જીવને હણ કે હવે તે પ્રાણાતિપાલિકી કિયા, (૬) ખેતર ખેડવું વગેરે જેમાં છકાય જીવને વધ થાય તેવી પ્રવૃત્તિ કરવી અથવા કરાવવી તે આરંભિકી ક્રિયા, (૭) ધન ધાન્યાદિ નવ પ્રકારનાં પરિગ્રહ મેળવતાં તથા તેની ઉપર મેહ કરતાં જે ક્રિયા લાગે તે પારિગ્રહિક ક્રિયા, (૮) માયા કપટથી બીજાને ઠગવું. તે માયાપ્રત્યયિકી ક્રિયા, (૯) જિનવચન અણુસદ્દલતાં, વિપરિત પ્રરૂપણ કરતાં જે ક્રિયા લાગે તે મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા, (૧૦) અવિરતિને લીધે પચ્ચખાણ કર્યા વગર સર્વ વસ્તની જે ક્રિયા લાગે તે અપ્રત્યાખ્યાનિકી ક્રિયા, (૧૧) કૌતુકે કરીને અશ્વ પ્રમુખને જેવાં તે દષ્ટિકી ક્રિયા, (૧૨) રાગને વશ કરીને પુરુષ, સ્ત્રી, ગાય, બળદ, વસ્ત્ર વગેરે સુકુમાર વસ્તુને સ્પર્શ કરવાથી જે ક્રિયા લાગે અથવા કોઈ સંદેહ ઉત્પન્ન થયાથી પૂછવાથી જે ક્રિયા લાગે તે પૃષ્ટિકી અથવા પૃથ્વિકી ક્રિયા, (૧૩) જીવ તથા અજીવ આશ્રયી જે રાગ છેષ થાય, એટલે બીજાને ઘરે હાથી, ઘેડા, વસ્ત્ર પ્રમુખ ઘરેણું દેખી એ વસ્તુ એની પાસે કેમ એવું ચિંતવી કર્મબંધ કરે, તે પ્રાત્યવિકી ક્રિયા, (૧૪) પિતાના ઘડા પ્રમુખને જેવા આવેલા લોકોને પ્રશંસા કરતા જોઈને કે સાંભળીને જે હર્ષ ધર અથવા દૂધ, દહિં, ઘી, તેલ વગેરેનું ભાજન-વાસણ ઉઘાડું મૂક્યાથી તેમાં ત્રસ જીવ આવી પડે તે સામંતાનુપાતનિકી ક્રિયા, (૧૫) રાજાદિકના આદેશથી યંત્રશસ્ત્રાદિકનું જે આકર્ષણ કરવું અથવા શસ્ત્ર ઘડાવવું, વાવકૂવાને ખણાવવા તે નૈશસ્ત્રકી ક્રિયા, (૧૬) પોતાના હાથે અથવા શ્વાનાદિક જીવથી તથા શસ્ત્રાદિક અજીવથી શશકાદિક જીવને મારવા અથવા કોઈ અત્યંત અભિમાના કરીને, ક્રોધિત મનવાળે થઈને, જે કામ પિતાના નોકરે કરી શકે તે કામ પિતાના હાથથી કરે તે વહુસ્તકી ક્રિયા, (૧૭) જીવ તથા અજીવને કાંઈ આજ્ઞા કરવી અથવા તેઓ મારફત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org