________________
૪૧૦
પ્રશમરતિ વિવેચન સહિત ન કરે. ૧૫. અલાભપરિષહ, માગ્યા છતાં વસ્તુની પ્રાપ્તિ ન થાય તે તેનાથી મનમાં બે પામે નહિ, વિષાદ ન લાવે, અને મુખરાગ પણ પલટે નહિ. ૧૬. રેગપરિષહ, ગમે તે વ્યાધિ થાય છતાં અતિસાર, ભગંદર વગેરે રોગોને ઉપાય ન ચિંતવે, પણ વિધિ અનુસાર નિરવ ચિકિત્સા કરે, કરાવે. મનમાં કર્મને વિપાક વિચારે, કેઈ. જાતની હાયેય ન કરે. ૧૭. તૃણુપર્શ પરિષહ. શય્યાનાં તરણું વાગે તે પીડા સહન કરી લે અને પીડા સહનને પીડા ન ગણે. ૧૮. મલપરિષહ. સાધુ સ્નાન ન કરે, તેથી શરીરે મેલ થાય, દુર્ગધ થાય, પર થાય તેને દૂર કરવા સ્નાનાદિકની વાંછા ન કરે. ૧૯, સત્કાર પરિષહ. સાધુને કોઈ નામે, કોઈ રસ્ત, ચરણસ્પર્શ કરે, સામૈયું કરે, ઊભા થઈ આદર કરે, પણ સાધુને એની વાંછા ન હોય. કરે તે ઠીક છે, ન કરે તે તેને આત્મા જાણે. ૨૦. પ્રજ્ઞા પરિષહર બુદ્ધિબાહુલ્ય તેને ગર્વ ન કર અને ન હોય તે તેને ખેદ પણું ન કરે. ૨૧. અજ્ઞાનપરિહ. જેમ બુદ્ધિને સહેવી તેમ અજ્ઞાનને પણ સહન કરવું. સાધુ જ્ઞાનવાન હોય, અને સર્વ પ્રકારે જાણકાર હોય એવું ન પણ બને, તેથી થતે પરાભવ પણ સાધુ શાંતિથી સહન કરે. ૨૨. સમ્યકત્વ પરિષહ : કેઈ ઇંદ્ર વગેરે ફળીભૂત ન થાય તેથી શ્રદ્ધામાં પાછા ન પડે અને અન્યદર્શનીની અદ્ધિ દેખી એના તરફ રાગ ન કરે. આ બાવીશ પરિષહ ખાસ ઇરાદાપૂર્વક અત્ર આલેખ્યા છે, સમજીને તેમને સહન કરવા. એથી આવતાં કર્યો અટકે છે,
આપણે હવે સંવરના ઉપાયે વિચારીએ. અત્યાર સુધીમાં આઠ પ્રવચનમાતા અને બાવીશ પરિષહ મળીને ત્રીશ સંવપાયે વિચાર્યા. ત્યાર પછી દશ યતિધર્મ આવે છે, તે આવતા પ્રકરણને વિષય છે તેથી અત્ર તેમનાં નામમાત્ર જ આપીશું. એ યતિધર્મના પાલનથી પણ નવાં આવતાં કર્મો સામે બારણું બંધ થાય છે. તે યતિધર્મો આ રહ્યાં ૧. ક્ષમાધર્મ, ૨. માઈવધર્મ, ૭. આજે વધર્મ, ૪. મુક્તિધર્મ, ૫. તધિર્મ, ૬. સંયમધર્મ, ૭. સત્યધર્મ, ૮. શૌચધર્મ, ૯. અકિંચનધર્મ અને ૧૦. બ્રહાચર્યધર્મ. આમાં પાંચ મહાવતને પણ સમાવેશ થાય છે. આ યતિધર્મને મેળવતાં ૪૦ (ચાળીશ) પ્રકારનાં સંવર થયાં.
પછી બાર ભાવના આવે છે. તેની વિગતવાર વિવેચના આ પ્રકરણમાં જ ચાલે છે. તેમનાં પણ નામ માત્ર આપીએ. ૧. અનિત્મભાવના, ૨. અશરણભાવના, ૩. સંસારભાવતા, ૪. એકત્વભાવના, ૫. અન્યત્વભાવના, ૬. અશુચિભાવના, ૭, આસવભાવના, ૮, સંવર ભાવના, (ચાલે છે), ૨. નિજાભાવના, ૧૦. લેકસ્વભાવભાવના, ૧૧. બેધિદુર્લભભાવના અને ૧૨. અરિહંતસહાયભાવના. આ પ્રત્યેક ભાવના આવતા કર્મોને રોકે છે. તેથી તેને સંબભાવનાને વિભાગ ગણવામાં આવે છે. એ રીતે ત્રીશમાં દશ અને બાર સંવરે વધતાં પર (બાવન) સંવરે થયાં. - હવે પાંચ પ્રકારના ચારિત્રનું વર્ણન કરીએ. ૧. સામાયિક ચારિત્ર-સમતાને જેમાં લાભ થાય તે અથવા સમતાને અર્થાત્ જ્ઞાન, દર્શન અને ચારિત્રને જેમાં લાભ થાય તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org