________________
૪૦૦
છે
પ્રશમરતિ વિવેચન સહિત - સાતમી આવભાવનાનું વિસ્તારથી સ્વરૂપ
मिथ्यादृष्टिरविरतः प्रमादवान् यः कषायदण्डरुचिः ।
तस्य तथाऽऽस्रवकर्मणि यतेत तन्निग्रहे तस्मात् ॥१५७॥ અથ–મિથ્યાષ્ટિવાળ પ્રાણી અને અવિરત પ્રાણી અને પ્રમાદી પ્રાણ તથા જેને કષામાં અને મન, વચન, કાયાના દંડમાં હશ થાય છે તે પ્રાણીને જે આસવકાર્ય થાય છે તેને સમજીને પ્રયત્નપૂર્વક નિગ્રહ કરવામાં પ્રયત્ન કરે. (૧૫૭)
વિવેચન–અત્યાર સુધી પિતાની જાતને જીવન સાથે શું સંબંધ છે તે સમજ્યા, તેનું અવલેકન, ચિંતવન કર્યું. હવે આત્માને કર્મ આવવાના ગરનાળાનું નામ આસવ કહેવાય છે. જેમ તળાવમાં પાણું ગરનાળામાંથી ભરાય છે તેમ આત્મારૂપ સરોવરમાં કર્મ, રૂપ પાછું આ આસથી ભરાય છે. આ સંબંધમાં ગ્રંથકર્તા શું કહે છે તે પ્રથમ આપણે સમજીએ. પછી એમ લાગશે કે કર્મને અને આસવને આટલે મજબૂત સંબંધ છે અને એ ગરનાળા દ્વારા થતી કર્મરૂપ પાણીની ભરતીને અટકાવવી જોઈએ. તે ગરનાળાં કયાં છે અને કેવાં આકરાં છે તે પ્રથમ સમજી લઈએ. આ આસવ પાંચમું તત્ત્વ છે અને જીવની સાથે કર્મને મેળાપ થવામાં બહુ અગત્યને ભાગ ભજવે છે.
મિદષ્ટિ–કર્મ આત્માને જોડાવાનું પ્રથમ કારણ મિથ્યાદર્શન છે. એમાં વસ્તુને યથાસ્થિત બંધ થતું નથી, શુદ્ધ સહણ થતી નથી અને વિશુદ્ધ ધર્મ પર સારો પ્રેમ થતું નથી. આ મિથ્યાદર્શન અને મિથ્યાત્વના પ્રકારે પર આગળ વિવેચન થઈ ગયું છે એટલે એને ફરી વર્ણવવાની જરૂર રહેતી નથી. આ સર્વ પ્રકારના મિથ્યા આત્માને કર્મથી ભરી દે છે, તેથી તે કર્મપ્તિનું ખરેખરું દ્વાર છે. કર્મ અને આત્માને સંગ કરાવનાર આ મિથ્યાત્વ છે. તેને સમજી પ્રાણીએ તેને અટકાવવા પ્રયત્ન કરવો જોઈએ. જે સંસાર આકરે લાગતું હોય, આ રખડપટ્ટી અટકાવવી હોય તે તેણે વસ્તુના સમ્યમ્ બધ ઉપર ધ્યાન આપવું અને મિથ્યાત્વપણાની સ્થિતિમાંથી બચવા પ્રયત્ન કરે. કર્મ અને આત્માના મેળાપને અંગે અને પ્રાપ્તિને અંગે આ અગત્યનું કારણ છે.
અવિરત–પ્રમાદી પ્રાણ. તે આળસમાં, બેદરકારીમાં અનેક કર્મોને પિતાના આત્મા સાથે જોડી દે છે. તેથી અવિરત – પ્રમાદી પ્રાણીને પણ કર્મનું નાળું ગણવામાં આવ્યું છે. અથવા વિરતિભાવને ત્યાગ એટલે બાર વ્રત ન લેવાં તે અવિરતિભાવ કહેવાય. કર્મ બંધનમાં આ અવિરતિભાવ ઘણું મહત્વને ભાગ ભજવે છે. આપણે આટલાંટિક તથા પિસિ. ફિકને પાણી વાપરતા નથી, પણ તેને ત્યાગ ન હોવાથી આપણને તે પાણીના વપરાશને પણુ દેષ લાગે છે. કર્મ જે ચાર કારણે બંધાય છે તે ચાર કારણે છે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને ગ; તેના પર અગાઉ વિવેચન થઈ ગયું છે. આ પ્રમાદી સ્થિતિને ત્યાગ કરી અવિરતિભાવને ત્યાગ કરવાથી ઘણાં કર્મો ઓછાં બંધાય છે. તેથી આ કર્મ આવવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org