________________
સુખ
૩૩૩ શરીરવાર્તા–શરીર સંબંધી વાત. દાખલા તરીકે, શરીર સારું રહેતું ન હોય, કોઈ વ્યાધિ થયે હેય, અથવા અન્ન બરાબર પચતું ન હોય તે સાધુ સદ્ધર્મ નિમત્તે વૈદ્યને કે ડોકટરને અભિપ્રાય લેવા માટે પિતાના કે પોતાના શિષ્યના શરીરસંબંધી વાત વૈદ્ય પાસે કરે. પણ તે સદ્ધર્મને વધારનારી વાત હેવી જોઈએ. ખાલી પિતાના શરીરસંબંધી કે શિષ્યનાં શરીરસંબંધી વાર્તા નકામી નિષ્કારણ સાધુ ન કરે, પણ ધર્મ કરવાનું કારણ શરીર હોઈ શરીર સંબંધી વાત પણ સદ્ધર્મ નિમિત્તે બીજા જવાબદાર માણસ પાસે કરે તે સંમત છે. નકામી શરીરસંબંધી વાત ત્યાજ્ય છે, પણ સદ્ધર્મ નિમિત્તે સંમત છે, અભિમત છે અને તેવી વાત કરવામાં વાંધો નથી.
તપસ્વિનાં–સાધુનાં. સાધુપુરુષેએ પણ સદ્ધર્મ નિમિત્ત-સદ્ધર્મને પિષનારી લોકવાર્તા કરવી ઉપયોગી અને સૂચક છે અને સારા ધર્મના પિષણ માટે આ બંને પ્રકારની વાત કરે તે અસંમત નથી, પણ ખાલી વાત કરવા માટે લેકવાર્તા કે શરીરવાર્તા ત્યાગવા યોગ્ય છે. આમાં સાધુઓને અંગે જે મર્યાદા મૂકવામાં આવી છે તે ધ્યાનમાં રાખવી. આહારપાણી બીજેથી લેવાના છે એટલે એને મદદ કરતી વાતે કરવામાં ધર્મનિમિત્તે વધે “ નથી. સાધુઓ ગૃહસ્થની પાસે શુદ્ધ આહાર લેવાને ઉપદેશ આપે કે તે સંબંધી વાર્તા કરે તે તે ધર્મનિમિત્તક હોઈ કર્તવ્ય બને છે અને તેવા પ્રકારની વાર્તાને વાંધો નથી.
સદ્ધમચરણનિમિત્તક–આ વાર્તા વિશુદ્ધ ધર્મને પિષનારી હોવી જોઈએ. ખાલી વાર્તા ખાતર લેકવાર્તા કરવી કે ગપ્પાં સપ્પા ઊડાડવા તે અકર્તવ્ય છે, પણ ક્ષમા આજવ માર્દવાદિ દશ યતિધર્મને કે સાધુધર્મને નિમિત્તે લોકવાર્તા કે શરીરવાર્તા કરવી પડે તે તે સાધુએ કરવી.
આ ઉપરથી જોવાનું એ છે કે બધા ત્યાગની વાત નથી કરી, વાત કરવાની પણ વાત કરી છે, એમાં સંમતિ દર્શાવી છે, અને એની જરૂરિયાત સ્વીકારી છે. આપણા પૂર્વપુરુષે કેટલા વહેવારુ હતા તે આ ઉપરથી સ્પષ્ટ થાય છે. વહેવારુ થવું એ જરૂરી છે, એ જરૂર તેમણે માની અને સ્વીકારી છે. જે મર્યાદા મૂકી છે તે સમજવા જેવી છે. નકામી વાતે ન કરવી પણ વિશુદ્ધ ધર્મને નિમિત્તે લેકવાર્તા કે પિતાના શરીર સંબંધી વાર્તા કે પિતાના ગુરુ, ગુરુભાઈ કે શિખ્યાદિના શરીરસંબંધી વાતે કરવી તે ધર્મ નિમિત્તક હેય તે વધે નથી, એ જાતનું સ્વીકૃત સૂત્ર ખૂબ વિચારણીય છે. (૧૩૦) લાકવિરુદ્ધને ત્યાગ–
लोकः खल्वाधारः सर्वेषां ब्रह्मचारिणां यस्मात् ।
तस्माल्लोकविरुद्धं धर्मविरुद्धं च संत्याज्यम् ॥१३१॥ અથ–સર્વ બ્રહ્મચારી(સાધુઓ)ને લેક પર આધાર છે, તેટલા માટે લેકવિરુદ્ધ કે ધર્મવિરુદ્ધ જે કાંઈ હોય તે ત્યાગવા ગ્ય છે. (૧૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org