________________
પ્રશમરતિ વિવેચન સહિત
આ પ્રમાણે પ્રથમ અનિત્ય ભાવના ભાવવાની છે. એમાં શરૂઆતના બે દાખલા ખાસ વિચારવા યાગ્ય છે. ડાભ કે કોઈપણ પદાર્થ પર પાણીનું કે ઝાકળનું ટીપું પડેલું હાય તે જેમ અસ્થિર છે તેમ આ સંસારના પદાર્થો સર્વ અસ્થિર છે, અનિત્ય છે, થાર્ડ કે લાંખે વખતે નાશ પામવાના છે. અથવા, આકાશમાં મેઘધનુષ્ય ખીલેલ હાય, તેના રંગ એમાસામાં આકર્ષક દેખાતા હોય પણ તે લાંબે વખત રહેતું નથી, આપણી ઇચ્છા હાય કે ન હાય, તે ગમતું હાય, આકાશને શેાભાવતું હાય, આપણને મન થાય કે એ આકાશમાં રહે અને હુંમેશ રહે, પણ તે તો પાંચસાત મિનિટમાં ખલાસ થઈ જાય છે. આવા સસારના કોઈ પણ પદાર્થ ચિરકાળ ટકતા નથી અને તેથી થતું સુખ પણ લાંબે વખત ચાલતું નથી. આ એ સૂત્રો અનિત્યભાવના ભાવવાના મૂળ સિદ્ધાંત જેવા છે અને ખૂબ વિચાર કરીને ધ્યાવવા ચાગ્ય છે. ત્યાર પછી વીજળી(ચપળા)ના દાખલા આપ્યા છે તે પણ ખૂબ મનન કરવા જેવા છે. એપાંચ મિનિટ વીજળીના ચમકારો લાગે, પણ અંતે ઘેર અંધારું થઈ જાય છે. તેમ અસ્થિર પદાર્થ સાથે સંબધ વીજળીના ચમકારા જેટલા ક્ષણિક વખત સુધી ટકે છે અને પછી ખલાસ થઈ જાય છે. આ પદાર્થો, સગાં સંબધીએ, મિત્રા અને ચી સાથેના સંબધ કૃત્રિમ છે, તે નાશ પામનારા છે, જવાના છે. મસુખ જ કાયમ ટકી શકે તેવું અને સ્થિર છે. ઠાર પડવાથી થાડા વખત માટે પુષ્ટિ થાય છે, પણ તે પામર(ગરીમ)ના સ્નેહની પેઠે લાંબે વખત ટકતી નથી. આ જુવાની પણ પાણીના કલેાલ પેઠે થઈને પાછી ખલાસ થઈ જાય છે અને પછી તે જાણે હતી કે નહિ તેવી શ'કા ઉપજાવે છે, એટલે એના વિશ્વાસ કરવા નહિ. સંધ્યાના રંગની પેઠે થાડા વખત અદ્ભુત સૌંદ ખતાવી એ અતે ચાલી જાય છે અને જાય ત્યારે નકામા કચવાટ કરાવતી જાય છે. સનત્કુમાર ચક્રી સુંદર હતા, પણ ઝેર જેવું શરીર થઈ ગયું અને સવ શેાભા ઝેર બની ગઈ. દેવતાનું આ વચન સાંભળીને મહાન ચક્રવતી એધ પામ્યા. મુંજ જેવા માળવાના રાજાને પણ ઘેર ઘેર ભીખ માગવી પડી. કીર્તિધર રાજા સૂર્યનું ગ્રહુ દેખવાથી એધ પામ્યા અને કરકડુ રાજા ઘરડા બળદને જોઈને બેધ પામ્યા, એ પ્રત્યેકબુદ્ધ થયા. એણે જુવાન બળદને એની જુવાનીની પૂરબહારમાં જોયા હતા તે જ બળદને ઘડપણથી જ રિત હાલ બેહાલ દેખી તેને મેધ થયા. આવા વાસુદેવ અને મળદેવ થયા તેની જોડી પણ આ દુનિયામાં કાયમ રહી નહિ. કોઈ પણ દેવ કે મનુષ્ય આ દુનિયામાં સ્થિર થયા નથી, બધાને આ સવ મૂકી દેારાના ધાગા લીધા સિવાય અંતે ચાલ્યા જવાનું છે અને તારા પણ તે જ હાલ છે. ધોળાં ધરા પણ અંતે તારી સાથે આવવાનાં નથી. અને પાણીના પરપોટા ઉપર કેટલે વિશ્વાસ રખાય? આવી રીતે પ્રથમ અનિત્યભાવના ભાવી.
GE
નવતત્ત્વના ટખા લખનાર જણાવે છે કે, લક્ષ્મી, કુટુંબ, યૌવન, પરિવાર તથા આઉખા પ્રમુખને વિશે જે અનિત્યતાની ભાવના કરવી, એટલે સંસારના ક્ષ પદાથ તે કુશાગ્રસ્થ જલબિંદુની પેરે અનિત્ય અસ્થિર જાણે તે પ્રથમ અનિત્ય ભાવના.' ટૂંકામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org