________________
૩૭૮
પ્રશમરતિ વિવેચન સહિત જાય અને શરીર દોદળું થઈ જાય. એ ઘડપણને ભય તો ભારે આકરે છે. જન્મલ માણસ લાંબુ જીવે તો તેને માથે ઘડપણને ભય તે જરૂર ઝઝૂમી રહેલ છે જ. વહેલે જાય તો મરણુભય અને જીવી જાય તે ઘડપણને ભય તો પ્રાણીને જરૂર ઊભે જ છે. એટલે બને રીતે એ હેરાન થાય છે. જીવે તો પણ ઘડપણને ભય, મરે તો મરણય–આમાં બન્ને પ્રકારે એ ભયથી ભરેલ લેક છે.
મરણ-મરવાને ભય તે ઊભે જ છે. કોઈ પ્રાણી કયારે જશે તે પોતે જાણતો નથી, પણ મરવું એક્કસ છે. એટલે નાનપણથી મરણને ભય ઝઝૂમી રહેલ જ છે. કોઈ પણ વખતે જવું એ એકકસ છે. આ લેકમાં મરણ પણ છે અને કયારે તે આવી પડશે તેની અચોક્કસતા તે છે જ. આ લેક આવી રીતે જન્મ, વૃદ્ધાવસ્થા અને મરણની બીકથી હેરાન હેરાન થઈ ગયેલે છે.
વ્યાધિ –આ લેકનું વિશેષ વર્ણન કરતાં કહે છે કે એમાં રગને પાર નથી. આજે દમ તો કાલે ખૂજલી અને તાવ, ઝાડા અને ત્રિદોષ, મરકી, મહામારી તથા અનેક જાતના તાવ તો અહીં અનેક ફેરા ખાઈ જાય છે અને ટાઈફડ, કે શરીરને નીચાવનાર ટી.બી. અને તેવા અનેક વ્યાધિએ ચારે બાજુ લાગી જ રહેલા છે. એટલે મરણુભય સાથે - આ રોગને ભય છે જ, તેનાથી ગ્રસ્ત થયેલ દુનિયામાં શા સુખે માણસ રચી પચી રહે તે હશે કે સુખના ઘરડકા કાઢતો હશે તે સમજવું કે કપવું પણ મુશ્કેલ છે. આ વસ્તુસ્થિતિ છે.
વેદના-કુટુંબી તરફથી થતી વેદના – પીડા, શરીરમાંથી ચસક, વ્યાધિ એટલે રોગની પીડા, સગાંઓના વાંધાવચકાની પીડા, ધનનાશની પીડા તથા ચામડીના રોગ જેવા કે ખસ, લખસ તથા પતે એ સર્વની પીડાથી આ લેક ભરેલું છે. આમાં કેવી પીડા ક્યારે થશે તે કાંઈ કહેવાય નહિ, પણ તે ઊભેલ છે અને તે કોઈ પણ વખતે આવી પડે તેમ છે. એ ભયમાં તે રહેવું જ પડે આવા લેકમાં. - જિનવરવચન–જે એક આધાર હોય, શરણું લેવા ગ્ય સ્થાન હોય તે એક જ છે. જિનેશ્વર મહારાજના વચન ઉપર આધાર રહે. બાકી ગમે તેવા ઉપરી કે શેઠનું શરણું નકામું છે. તેઓ આ જીવનમાં અણુને વખતે કાંઈ કરી શકતા નથી અને તેના પર આધાર રાખવા જતાં ગાંઠનું ગુમાવવાનું કે આધારને અગ્ય હોય તેના પર આધાર રાખવા જેવું થાય તેમ છે. જ્યારે અનાથી મુનિએ જણાવ્યું કે “હે શ્રેણિક! મારે કઈ તાથ ન હોવાથી આ સાધુને વેશ મેં પહેર્યો છે, ત્યારે શ્રેણિક કહે કે “હું નાથ છું અને નાથ થવા તૈયાર છું.” આ સાંભળી જવાબમાં અનાથી મુનિ કહે છે કે “તું પિતે જ અનાથ છે, તે અનાથ હોય તે બીજાને નાથ કેમ થઈ શકે ?” તેની પાસે પછી પિતાની વાત કરે છે. પોતે મોટા લખપતિને છોકરો છે. એક દિવસ તે માંદો પડ્યો, આવી ચયા, તેમણે વ્યાધિને એક ચલાણમાં લીધું અને પીવા માટે સગાંને બેલાવ્યા, તેમની
Jain Education International.
For Private & Personal Use Only
.
www.jainelibrary.org