________________
૩૮૨
પ્રશમરતિ વિવેચન સહિત આ પ્રમાણે યશસેમત બીજી ભાવનાને અર્થ કર્યો અને તે મુદ્રિત ગ્રંથાનુસાર જણાવ્યું. નવતત્વના ટબામાં જણાવ્યું છે કે “મરણ આવ્યાના સમયે ચક્રવર્તી, ઇંદ્ર અથવા તીર્થકર પ્રમુખ ગમે તેવો મોટો પુરુષ હોય તેને પણ ધનકુટુંબાદિક કોઈનું શરણ મળતું નથી. સંસારમાંહે જન્મ, જરા અને મરણના ભયથી બચવાને એક ધર્મ વિના બીજું કોઈ શરણ નથી. એવી ભાવના જે કરવી તે બીજી અશરણભાવના.
આ બીજી અશરણભાવનાનો વિસ્તાર ‘શાંતસુધારસ નામના વિનયવિજયજી ઉપાધ્યાયના ગ્રંથમાં આપે છે. ત્યાં ઘણે વિસ્તાર કર્યો છે. સંસારમાં એક ચિંતા મટે ત્યાં બીજી ઊભી થાય છે. બાહ્ય સુખમાં વસ્તુતઃ કાંઈ દમ નથી. હીરાજડિત પાંજરામાં પિપટ હોય તો તેને હીરાનું મૂલ્ય નથી, એ પણ એને તો વાસ્તવિક કેદખાનું જ છે. આવા અપાર સંસારમાં તારું સ્થાન ક્યાં છે? તારી પિતાની શરમકથા વિચારવા ગ્ય છે. મેહરાજાએ દારૂ પાયે છે, એના બંધને વિચારવા યોગ્ય છે. તું તો કર્મ નચાવે તેમ નાચનારે છે. બાળપણ પરાધીનતાથી ભરપૂર છે. દીકરે બાપ થાય છે. દારૂડિયા જેવી તારી દશા થયેલ છે. આવા આવા અનેક મુદ્દા પર ત્યાં વિચાર કરેલ માલમ પડશે. તે માટે શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ શાંતસુધારસ બે ભાગે છપાવી પ્રસિદ્ધ કરેલ છે, તે જોવાની અત્ર ભલામણ કરવામાં આવે છે.
જ્યારે જીવ જાય છે, મરણ પામે છે તે વખતે ભાઈ કે મા કે બહેન કે પુત્રપરિવાર કે સગાંસંબંધી કોઈ આડો હાથ દેતા નથી અને કોઈ આધાર આપતું નથી, આપશે તેવી કલ્પના પણ અશકય છે. આ સંસાર જન્મમરણ અને રખડામણથી ભરેલ છે અને એક ખાડામાંથી બીજા ખાડામાં પડવું તે તારે માટે ઉચિત નથી. મરણ વખતે કેઈનું શરણ હોય તો તે જિનવરવચનનું કે ધર્મનું છે, એમ સમજી અત્યારથી જ એનું શરણ શોધી લે અને સ્નેહસંબંધી કે સગપણને વિચાર કર, એ બીજી અશરણભાવના થઈ. (૧પર) ત્રીજી એકત્વભાવનાનું વિસ્તારથી સ્વરૂપ
एकस्य जन्ममरणे गतयश्च शुभाशुभा भवावर्ते ।
तस्मादाकालिकहितमेकेनैवात्मनः कार्यम् ॥१५३॥ અર્થ–સંસારમાં ફરતાં એકલા જ જન્મ તેમ જ મરણ કરવાં પડે છે અને સારી અથવા માઠી ગતિમાં એકલા જ જવું પડે છે તેથી આત્માએ પિતે એકલા જ સર્વકાળ ચાલે તેવું આત્મહિત કરવું, શોધવું એ યંગ્ય છે. (૧૩)
- વિવેચન—આ જીવ એકલે આવ્યા છે અને સંસારમાં એળે જાય આવે છે અને સારી ખરાબ ગતિમાં પણ એકલે જ રખડે છે, તેની સાથે કોઈ જતું નથી અને જવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org