________________
ભાવના
૩૮ પામીને સાતમી નરકે ગયે. અતિ લેભ કરવાથી તેની લાજ રહી નહિ, છ ખંડની પ્રાપ્ત થયેલી અદ્ધિ પણ હારી ગયે. તેના અંગરક્ષક દેવ પણ સઘળા ભાગી ગયા, કોઈ શરણભૂત થયું નહિ.” (૪).
“બીજા દાખલા આપે છે કે શ્રીપાયન ઋષિ કે જે યાદવકુમારએ કરેલા અપમાનથી નિયાણું કરી મરણ પામીને અનિલકુમાર નિકાયમાં દેવ થયા હતા, તેણે દ્વારકાને સળગાવી તે વખતે ત્રણ ખંડના ધણી હતા છતાં ગોવિંદ તે કૃષ્ણ અને રામ તે બળભદ્ર એ બને પિતાના માતાપિતાને તેમ જ પુત્ર પરિવારને અને પિતાની હવેલીઓને રાખી ન શક્યા, માત્ર બે જણા જ જીવતા નીકળી શક્યા, અને સર્વ ભસ્મીભૂત થઈ ગયું. તે વખતે રક્ષણ માત્ર પ્રભુના નામે કર્યું, એટલે કે જેમણે નેમિનાથનું શરણ સ્વીકાર્યું, ચારિત્ર લેવા કબૂલ કર્યું, તેમને દેવતાએ ઉપાડી ઉપાડીને પ્રભુ પાસે મૂક્યા, તેઓ આ ભવનાં ને પરભવનાં દુઃખથી મૂકાણા, ચારિત્ર અંગીકાર કરી મેક્ષે પહોંચ્યા, જન્મ, જરા અને મરણના દુઃખથી રહિત થયા, શાશ્વત સુખના ભાગી થયા.” (૫)
પાંચમી ગાથામાં ત્રણ પ્રકારના મિત્રનું દષ્ટાંત આપે છે. તે ત્રણ મિત્રનાં નામ : નિત્યમિત્ર, પર્વ મિત્ર અને પ્રણામમિત્ર છે. તેમાં નિત્યમિત્ર સમાન તે આ દેહ છે, પર્વ મિત્ર સમાન સ્વજન પરિવાર છે, પરંતુ એ બન્ને પ્રકારના મિત્ર જ્યારે આ પ્રાણીની ઉપર કર્મપરિણામ રાજા કોપાયમાન થાય છે ત્યારે તેનું રક્ષણ કરી શકતા નથી, તે વખતે વંદનિકભાઈ એટલે પ્રણામમિત્ર તુલ્ય જે જૈન ધર્મ તે જ આ પ્રાણીને ઉગારી શકે છે. તે રાજાના કેપનું નિવારણ કરવાને ઉપાય વિચારીને તદ્રુપ ઉપાયે વડે રાજાને સંતોષ પમાડી, પ્રસન્ન કરી આ પ્રાણીનાં કષ્ટ દૂર કરે છે. અર્થાત્, ધર્મનું આરાધન કરવા વડે આ પ્રાણી પૂર્વકર્મને ક્ષય કરી પુણ્ય ઉપાર્જન કરે છે અને તેની સહાય વડે સદ્ગતિનું ભાજન થાય છે કે જેથી તેનાં દુઃખ માત્ર નાશ પામે છે અને પ્રાંતે સ્વર્ગનું સુખ તે મેળવે છે.” (૬)
“પ્રાંતે કર્તા ઉપદેશ આપે છે કે હે ભવ્યાત્મા ! જન્મ, જરા, મરણ, વગેરે શત્રુઓ તારી પાછળ લાગ્યા છે. તેથી તેમનાથી બચવા માટે તું અરિહંતનું શરણું અંગીકાર કરી અને ભવભ્રમણનાં દુઃખને નાશ કર, શિવસુંદરીને ઘરે તેડ, તેની સાથે અત્યંત નેહ કર, . સ્નેહરૂપ રસનું સિંચન કર અને સુકૃતરૂપ જે કલ્પવૃક્ષ તેને નવપલ્લવ કર. અર્થાત્, અરિહંતનું શરણું અંગીકાર કર્યું ક્યારે કહેવાય? કે જ્યારે તેમની આજ્ઞાને અનુસરવામાં આવે, તેમના પ્રરૂપેલા ધર્મનું આરાધન કરવામાં આવે તે પ્રમાણે કરવાથી સુકૃતની(પુણ્યની) વૃદ્ધિ થાય, મોક્ષ પ્રાપ્ત કરવા માટે સતત ઉઘમ થાય અને તેમ કરવાથી ભવભ્રમણનાં દુઃખ નાશ પામે, એટલે મોક્ષ પ્રાપ્ત થાય. આ પ્રમાણે અરિહંતનું શરણુ કરવાથી ઉત્તરોત્તર લાભની પ્રાપ્તિ થાય એમ સમજવું.” (૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org