________________
૪૮૬
પ્રશમરતિ વિવેચન સહિત આ પ્રમાણે બીજી ભાવના એકત્વની ચિંતવવાની છે. તે સંબંધમાં નવતત્વના અર્થમાં લખે છે કે “આ જીવ સંસારમાં એકલે આવ્યો છે, એકલે જશે અને એકલે સુખ અને દુઃખ ભેગવશે, પરંતુ કોઈ સાથી થવાનું નથી એવી જે ભાવના કરવી તે એક્તાભાવના” કેટલેક સ્થાને આ ભાવનાને થી ભાવના ગણું છે. નવતત્ત્વકાર એને એથી ગણ સંસારભાવનાને ત્રીજી ભાવના ગણે છે. વિનયવિજયજી આ એકત્વભાવનાને ખૂબ ઝળકાવે છે, તે શાંતસુધારસ નામના મારા પુસ્તકમાં વિસ્તારેલ છે. ત્યાં સ્પષ્ટ જણાવેલ છે કે પુનરાવર્તન ભાવમાં દેષ નથી. બાકી શુદ્ધ આત્મા અત્યારે પરસંગથી પરભાવમાં પડી ગયો છે. તને મળેલી અત્યારની આ ભવની સગવડો વિચાર, આ પરભાવના પડદા ફેંકી દે, આત્મલહરીની શીતળ લહેર ભોગવ અને સમતા વગરનાં કામોની ૫ છોડી દે. તારું આ દુનિયામાં શું છે? એકલે જન્મે છે અને મરે છે, કરેલાં કર્મનાં ફળ તારે એકલાને જ ભોગવવા પડે છે, વરરાજા તું એકલો જ છે, બધા જવાબ તારે આપવા પડવાના છે. માટે, શુદ્ધ કાંચનરૂપ ભગવાનને ઓળખ, અનુભવમંદિરે એને સ્થા૫ અને એની સાથે આનંદ કર, અથવા શમરસમાં મજા કર. તું એકલૈં જ હતું, એક જ છે, અને એક જ જવાને-રહેવાને છે તે વિચાર કરી, અવલોકન કરીને ચિંતવ. આ પ્રમાણે ત્રીજી એકત્વવિચારણાની ભાવના થઈ (૧પ૩). ચેથી અન્ય સ્વભાવનાનું વિસ્તારથી સ્વરૂપ–
अन्योऽहं स्वजनात्परिजनाच्च विभवाच्छरीरकाच्चेति ।
यस्य नियता मतिरियन बाधते तं हि शोककलिः ॥१५४॥ અર્થ– હું પિતાનાં સગાંસંબંધીથી, નોકરચાકરેથી અને માતાપિતાદિથી તેમ જ વૈભવથી અને ખુદ શરીરથી પણ તદ્દન જુદો જ છું, એ જેને બુદ્ધિપૂર્વક, સમજણ પૂર્વક નિર્ણય છે તેને દિલગીરીરૂપ રાક્ષસ કઈ પ્રકારની બાધા પીડા કરી શકતું નથી. (૧૫)
વિવરણ–આ પ્રાણી પિતાનાં સગાંસંબંધી કે દાસદાસીઓથી, કે કોઈ પ્રકારના વૈભવથી તદ્દન અન્ય છે, જુદે છે એવો જેને મનમાં વિચારણાપૂર્વક નિર્ણય થાય છે તેને કોઈ કારણ નિમિત્તે પણ શેકરૂપ રાક્ષસ પીડા ઉપજાવી શકતું નથી. આ નિર્ણય વિચારણાપૂર્વક થવો જોઈએ અને તે સંસારસ્વરૂપને અંગે જ કરવા ગ્ય છે. એથી શોક કઈ પ્રકારનો થતું નથી અને શેક કોઈ જાતની બાધા પીડા કે કશી ઉપાધિ નીપજાવી શકતું નથી. આ અન્યત્વ નામની ચેથી ભાવનાને આપણે પ્રથમ તો ગ્રંથકાર અનુસાર વિસ્તારથી વિચારી જઈએ. ઉમાસ્વાતિના મતે આ ચેથી ભાવના છે. અન્યત્વ વિચારણાને અને તે ભાવના સ્થિત થયેલી છે, અને વસ્તુસ્થિતિ પણ તેવી જ છે.
અન્ય–આ સગાંસંબંધી કે કરચાકર કે વૈભવ કે ખુદ શરીરથી હું તદ્દન અલગ છે એવી વિચારણા કરવી તે અન્યત્વભાવના છે. મારું કઈ નથી, મારી સાથે કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org