________________
. પ્રશમરતિ વિવેચન સહિત - દ્ધિ-ભરત ચક્રવતીની અદ્ધિ હોય કે રાજામહારાજાની અદ્ધિ હોય વખત જતાં તે હતી ન હતી થઈ જાય છે. તેમાં શ્રેણિક રાજાની કે ચંદ્રગુપ્ત મૌર્ય જેવાની રાજ્યઋદ્ધિ બહુ તો પચીસ કે પચાસ વર્ષ ચાલે, પણ તે ત્રાદ્ધિ બેસી રહેતી નથી. અથવા, એ અદ્ધિને માલિક બેસી રહેતું નથી. અંતે એ ત્રાદ્ધિ, સંપત્તિ સાથે સંબંધ વિનાશમાં પરિણમે છે. પાંડની અદ્ધિ ગઈ, રાજામહારાજા અને શેઠિયાઓની ત્રાદ્ધિ પણ અંતે તેમને મૂકીને જાય છે અને કાં તે તેઓ તેની પહેલાં નાશ પામી જાય છે. આપણે અનેક શેઠિયાઓને મેં ભેગા થતા અને ઋદ્ધિ વગરના થઈ જતા અને એક ભવમાં બે ભવ કરતા જોયા છે. કેઈની ઋદ્ધિ કે સંપત્તિ દીર્ઘકાળ રહી નથી, રહેવાની નથી. આવી જે વિચારણા કરવી તે અનિત્યભાવના છે. આવી રીતે અનિત્યતા ચિંતવવી. સંસાર આવે છે, વસ્તુ આવી છે, સંબંધ અપકાલીન છે. આ પ્રથમ અનિત્ય ભાવનાનું ચિંતન કરવું થયું. * વિષયસુખસંપદ– પાંચે ઈદ્રિયને કઈ પણ વિષય લઈએ તે તે થોડે વખત રહે
છે, અંતે એ ભગવાઈને કે ભગવ્યા વગર નાશ પામે છે. તમે સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ કે શ્રોત્ર એ પાચેમાંથી કોઈ પણ જ્ઞાનેંદ્રિયને વિષય લે. એ લાંબે કાળ, અનંતકાળ બેસી રહેતું નથી. તે અંતે જાય છે. અને જતી વખતે કચવાટ મૂકે છે. અથવા, ભગવાય તે તેમાં પણ દમ નથી. ખાધું એટલે ખેચું, સંધ્યું એટલે ગયું, જોયું એટલે ખલાસ થયું. આ સર્વ સંબંધ અનિત્ય છે. આ વિષયસુખના અનિત્ય સંબંધને વિચારે તે પ્રથમ અનિત્યભાવના. આ દેહ–આપણું પિતાનું શરીર પણ અનિત્ય છે. એ ગમે તેટલું જીવે પણ અંતે તેને નાશ થવાનું છે. એ બળીને ખાખ થશે કે એ જમીનમાં દટાશે, પણ એને નાશ તો ચક્કસ છે. સે વર્ષ પહેલાને કોઈ પણ માણસ નથી તે જ બતાવે છે કે શરીર અંતે પૂરું સે વર્ષનું આયુષ્ય હોય તો પણ ટકવાનું નથી. આ પિતાના કે પારકા શરીરની અનિત્યતા ચિંતવવી એ પ્રથમ ભાવનાને વિષય છે.
યૌવન–જુવાનીને લટકે દહાડા ચાર જે.” જુવાની થેડે વખત ચાલે છે પણ એને અંતે કાં તો જુવાનીમાં મરણ અથવા જુવાની પછી ઘડપણ જરૂર આવે છે. જુવાનીમાં માણસ જે ઢબે કામ લેતો હતો, કરતો હતો, તે થોડો વખત ચાલે છે, પણ તેને અંતે પુખ્તતા અને ઘડપણું અથવા મરણ તો ઊભા જ છે. જુવાની અનંતકાળ બેસી રહેવાની નથી. અને પછી જે કચવાટ થાય છે તે અનેક માનસિક ગૂંચવણ ઊભી કરે છે. આ રીતે જુવાનીને ચિંતવવી અને તે અનંત કાળ બેસી રહેવાની નથી એમ ચિંતવવું એ પ્રથમની અનિત્ય ભાવનાને વિષય છે.
જીવિત-જીવતર, જીવન, જિંદગી. જુવાની લાંબે વખત રહેવાની નથી. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org