________________
સુખ
,
નિર્ચન્થ–સાધક, સાધુપુરુષ. સાધુપુરુષ શય્યા, વસ્ત્ર, પાત્રાદિ રાખે તે પણ તેના પર મૂર્છા કરતે નથી, તેના મય થઈ જતું નથી અને તે ન હોય તે પણ શું એમ તેના મનમાં થાય છે. ઘડાની પેઠે અમુક વસ્ત્રાપાત્રાદિ હોય ત્યારે પણ તેમના પર મૂછ થતી નથી. જેની મૂછની ગાંઠ છૂટી જાય અથવા બંધાય જ નહિ તે જ નિગ્રંથ કહેવાય છે. આ ગાંઠ જેની છૂટી ગઈ છે એવા નિગ્રંથ મુનિસાધકને તે વસ્ત્ર, પાત્ર, પાટ કે શય્યા ઉપર ગાંઠ ન હોવાથી તે નિગ"થ કહેવાય છે. તેથી એને કોઈ પ્રકારને દોષ લાગતું નથી. તે મૂછ–આસક્તિથી પર રહે છે. આ ગાંઠ કેવા પ્રકારની હોય છે, તે ગાંઠ કેવી રીતે છૂટી જાય કે બંધાય જ નહિ તેનું વર્ણન આગલી ગાથા (૧૪૨)માં કરશે, તે વાંચી સાધક કેવો હોય તે ખાસ વિચારવા જેવું છે, ધ્યાનમાં લેવા જેવું છે, અનુકરણું યેગ્ય છે. આ ઘોડાને દાખલે માનપૂર્વક સારી રીતે વિચાર. (૧૪૧) નિગ્રંથ કેણ હોય ?
p: વાવિયં મિથ્યાવિરતિનાયા
तज्जयहेतोरशठं संयतते यः स निर्ग्रन्थः ॥१४२॥ અથ–ગ્રંથ એટલે ગાંઠ. તે આઠ પ્રકારના કર્મની છે. તે કર્મબંધનના કારણરૂપ મિથ્યાત્વ, અવિરતિ અને ખરાબ (મન, વચન, કાયા)ના ગે છે. તેમના પર વિજય મેળવવા માટે માયારહિતપણે જે પ્રયત્ન કરે તે નિગ્રંથ છે. (૧૨)
વિવેચન—આ લેકમાં નિગ્રંથ સાધક કોણ કહેવાય તેની બરાબર વ્યાખ્યા આપી છે. તેને બરાબર સમજવા અહીં યત્ન કરીએ.
નિગ્રંથ–સાધુ, સાધક, જેની ગાંઠ છૂટી ગઈ છે તે, અથવા જે ગાંઠ વગરના છે તે. કર્મની ગાંઠ વગરના હોય તે સાધુ અથવા સાધક કહેવાય. આ નિગ્રંથ શબ્દનો અર્થ છે, અથવા આ લેકમાં નિગ્રંથ કેને કહેવાય તેની વ્યાખ્યા આપી છે.
કમઅષ્ટવિધ-આઠ પ્રકારના કર્મનું અને આત્માનું મળવું તે કમની ગાંઠ. આ ગાંઠ જે બાંધે નહિ, છોડી નાખે તે નિગ્રંથ કહેવાય. (૧) જ્ઞાનનું આવરણ કરે, તેને આવતું કે તે જ્ઞાનાવરણીય કર્મ (૨) દર્શનને આવતું કે તે દશનાવરણીય કર્મ એટલે વસ્તના સામાન્યજ્ઞાન આપ્યું જે આવરણ કરે તે (૩) સુખ અથવા દુઃખને જે અનુભવ કરાવે તે વેદનીય કર્મ (૪) કષાય કરાવે અને ચારિત્ર કે સમ્યકત્વ વિશે મેહમાં નાખી જે પ્રાણીને સંસારમાં રખડાવે તે મેહનીય કર્મ (૫) પ્રત્યેક જીવનમાં કેટલાં વર્ષ રહેવાનું થાય તેના કારણભૂત આયુષ્યકર્મ (૬) ત્યાં ઇંદ્રિય મુકરર થાય, શરીરનો આકાર તથા પ્ર. ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org