________________
૩૬૪
પ્રશમરતિ વિવેચન સહિત અર્થ-ઇંદ્રિયને લાગેલી સર્વ બાબતે કે જે વૈરાગ્યમાર્ગમાં અંતરાય કરનારી હોય તે સર્વને પિતાનું શ્રેય ઈચ્છનારે ચોક્કસ ત્યાગ કરે. (૧૪૮).
વિવરણ–આ ઇદ્રિયના સર્વ વિષેના સંબંધમાં નિગ્રહ કરે એ આ પ્રકરણની અંતિમ ભલામણ છે. જે પ્રાણી પિતાનું ખરેખરું શાશ્વત સુખ મેળવવા ઇચ્છતા હોય તેણે ઇન્દ્રિયના સર્વ વિશે કે જે ખરેખરા સુખને અંતરાય કરનાર છે તેમને નિગ્રહ, નિયમન અને તેમનાં પચ્ચખાણ કરવા. જે પ્રાણી સુખ મેળવવા ઇચ્છતા હોય તે સાચા સુખની પ્રાપ્તિમાં વિદ્ધ કરનાર વિષયનું તત્ત્વાચન કરવું, તે કેવા છે અને કેટલે વખત ટકનારા છે તે વિચારવું અને તેમના પર વિજય મેળવવા માટે તેમનું નિયમન કરવું. આ સાચા સુખની પ્રાપ્તિ માટે રામબાણ ઉપાય છે.
વિષયે કેવા છે અને તે કેટલા અસ્થિર છે તે આપણે અગાઉ વિષયેના પ્રકરણમાં જોઈ ગયા છીએ. પાંચ ઇન્દ્રિયના વિષયે કેવા છે તેનું ચર્વિતચર્વણ કરી તેમને બરાબર ઓળખી તેમને શોધી શોધીને નિગ્રહ કરવો જોઈએ અને ભવિષ્યમાં તે કોઈ પ્રકારને અંતરાય ન કરે તે ખાતર તેમના પચ્ચખાણ કરવા જોઈએ. આ વિષયે કેવા છે તે આપણે ઉપર જોઈ ગયા છીએ, વિગતવાર તપાસી ગયા છીએ.
સર્વાર્થ–શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચે ઈદ્રિયના સર્વ વિષયે જેમનું સ્વરૂપ ઉપરના કષાય અને વિષય” પ્રકરણમાં જોઈ ગયા છીએ. એ સર્વ વિષયેના સંબંધમાં આ ઉલેખ છે.
ઇન્દ્રિયને લાગેલા–જે ઇન્દ્રિયની સાથે લાગેલા છે તે સર્વ વિષયે. પશેન્દ્રિયને વિષય સ્પર્શ, રસનેન્દ્રિયને વિષય રસ સ્વાદ, ધ્રાણેન્દ્રિય વિષય ગંધ, ચક્ષુરિન્દ્રિયને વિષય રૂ૫ અને શ્રવણેન્દ્રિયને વિષય શબ્દ. એવી રીતે જે જે સર્વ બાબતે ઇંદ્રિય સાથે સંબંધ રાખતી હોય તે સર્વ.
વૈરાગ્યમાગમાં અંતરાય–એ પાચે ઇન્દ્રિયને લગતા વિષયે વૈરાગ્યમાર્ગમાં વિન–અંતરાય કરનાર છે. એટલે તે સમ્યગજ્ઞાન અને ક્રિયામાં અંતરાય પાડનાર છે. તમે પાંચે ઈદ્રિયને કોઈ પણ વિષય કો તે તમને જણાશે કે પૃથક્કરણ કરતાં તે સાચા પવિત્ર જ્ઞાનને અંતરાય કરનાર છે. તે વિષય હોય ત્યારે તેમાં આનંદ જેવું શું છે? એ તે ક્ષણિક છે અને તે સ્થાયી સુખ આપનાર નથી, એટલું જ નહિ, પણ એ સત્યની, સમ્યગજ્ઞાનની પ્રાપ્તિમાં અંતરાય કરનાર છે. હવે તમારો આદર્શ તે સાચું સ્થાયી સુખ પ્રાપ્ત કરવાનું છે. એ આદર્શમાં તે શું, પણ આદશે પહોંચવાનું સાધન સત્ય-સમ્યગજ્ઞાન-તેમાં પણ એ વિષયે અંતરાય કરનાર છે. જ્ઞાનની આડું એ મોટું આવરણ કરનારા છે અને એક પડદારૂપે કામ કરી તમને સત્ય જ્ઞાનથી દૂર રાખનાર છે. આ વિષે જરા સુખ આપતા લાગે પણ તે ક્ષણિક છે, વાસ્તવિક સુખ તેમાં નથી, કારણ કે ક્ષણિક સુખ નિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org