________________
૩૬૬
પ્રશમરતિ વિવેચન સહિત
પછી દુઃખ આવવાનું હાય તેને સુખ કહેવું એ જ ખાટું છે. વાસ્તવિક રીતે વિષયજન્ય સુખમાં કોઈ પ્રકારનું સુખ નથી. દૂધપૂરી ખાધાં કે શીશપૂરી જમ્યા કે આંખે સુખદાયક વિષય જોયા, એમાં વસ્તુતઃ કાંઈ સુખ છે જ નહિ. ખાધું એટલે ખલાસ કર્યુ અને જીભને જરા વખત મીઠું મીઠું કે સારું સારું લાગે એટલું જ, એમાં કાંઈ સુખ છે જ નહિ. આચારાંગસૂત્રમાં સુધર્માસ્વામીએ જે આચાર વધુ વ્યાં છે તેમાંથી પ્રશમનું સુખ જે થાય છે તેની પાસે આ પૌલિક સુખ તે કાંઈ નથી. પ્રશમનું-શાંતિનું–સમતાનું સુખ તા ઇંદ્રના સુખથી કરોડો ગણું છે અને અનુભવવા ચૈાગ્ય છે.
સુખના પ્રકરણમાં આ રીતે આચારની વાત પ્રસ્તુત ગણવામાં આવી અને અનિત્ય સુખને અનિત્ય બતાવતા હવે પછી આવતા ભાવના'ના પ્રકરણની કેટલી જરૂરિયાત છે તે પણ પ્રસંગાનુસાર જણાવી દીધું.
વાસ્તવિક રીતે પ્રાણી ખરા સુખને અનુભવ વગર જાણુતા નથી. તેને એમ થાય છે કે સાધુને શું સુખ હુશે અને જે મેક્ષમાં બટાટા ખાવા ન મળે ત્યાં શું સુખ હશે? વાસ્તવિક સુખ કેવું હોય છે. તે આ પ્રાણી અનુભવની ગેરહાજરીમાં જાણતા નથી. પણ જેણે પૌદ્ગલિક સુખ અને આત્મિક સુખ યા પ્રશમસુખ બન્ને અનુભવ્યાં છે તે છાતી ઠોકીને કહે છે કે આ શાંતિનું સુખ અથવા પ્રશમસુખ તે પૌદ્ગલિક સુખ કરતાં કરોડોગણું છે અને અખંડ શાંતિનું સામ્રાજ્ય અનુભવવા જેવું છે.
સારું આચરણ કરવાના જે નિયમે છે તે જાણ્યા પછી આ જીવનમાં સુખ કેને કહેવું તે ખરાખર જાણવું જરૂરી છે. નહિ તે, ઉપર ઉપરના સુખને સુખ માની ખરા પ્રશમસુખથી આ પ્રાણી વંચિત રહે. એટલા માટે જણાવ્યું છે કે એ પ્રશમસુખ ભોગવવા ચેાગ્ય છે અને તે સુખ માટે સુંદર આચારને સમજી અમલમાં મૂકવા યાગ્ય છે. અને બન્ને સુખની સરખામણી કરવામાં આવશે ત્યારે આ પ્રાણીને સમજાશે કે પૌદ્ગલિક સુખમાં કાંઈ સુખ નથી. પૌદ્ગલિક સુખ સુખની વ્યાખ્યામાં પણ આવે નહિ, પણ કદાચ એને સુખ માનવામાં આવે તે પ્રશમસુખ કે શાંતિનું સુખ તે એનાથી લાખો કરોડોગણું છે અને એ સુખને સાધકો અનુભવ કરે છે. તેથી સુખને બરાબર ઓળખવું અને કાંઈ નહિ તે એ સુખ પ્રાપ્ત કરવાના આદશ તો જરૂર રાખવા, કારણ કે આદશ હાય તે તેને અનુરૂપ ક્રિયા થાય છે અને પરિણામે એ સુખ મેળવાય છે. આદશ ખાટ હાય અથવા પ્રશમ સુખને ન હોય તે પ્રાણી જે સુખ મેળવવા યાગ્ય છે તે માટે પ્રામાણિક પ્રયત્ન કરતા નથી. માટે એ સુખ પ્રાપ્ત કરવાના, એને એળખવાના આદશ તે જરૂર રાખવે.
આ રીતે પ્રશમસુખ કયાં છે અને ને મળે છે તેની વિગત પણ આ પ્રકરણમાં પ્રસ્તુત ગણવામાં આવી છે અને પ્રશમસુખી માણસનું સુખ ચક્રવતી કે ઇન્દ્રના સુખથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org