________________
સુખ ખપે ન ખપે તે વસ્તુને વિવેક
यद् ज्ञानशीलतपसामुपग्रह निग्रहं च दोषाणाम् ।
कल्पयति निश्चये यत् तत् कल्प्यमकल्प्यमवशेषम् ॥१४३॥ અથ–જે વસ્તુ જ્ઞાન, શીલ અને તપને સહાય કરે અને પોતાથી થતા દોષને અટકાવે તે વસ્તુ નિશ્ચયનયથી ખપે એવી (કમ્ય) વસ્તુ છે અને બાકીની સર્વ ન ખપે એવી (અકથ્વી વસ્તુ છે. (૧૩) - વિવેચન-ખરેખર સાચા સુખને આપનાર અપાવનાર વસ્તુ વિવેકપૂર્વક ખપે તેવી છે એ વાતને ટૂંક સાર આ લેકમાં આપવામાં આવ્યું છે. ધ્યાન રહે કે આ સુખનું પ્રકરણ ચાલે છે. આત્મિક સુખ આ ખપગ ખપે તેવી વસ્તુ લેવામાં છે. તેથી ખપે તેવી અને ન ખપે તેવી વસ્તુની અહીં વ્યાખ્યા કરવામાં આવેલ છે. તે આત્મિક સુખને અંગે બહુ ઉપયોગી હોવાથી ખાસ લક્ષ આપી વિચારવા યોગ્ય છે. ખપે તેવી વસ્તુની એવી સાધારણ વ્યાખ્યા અત્ર આપવામાં આવી છે કે તે ધરણે જીવન રચવામાં આવે તે સાધકનું જરૂર કામ થઈ જાય અને તેને ઈષ્ટ સાધ્યની પ્રાપ્તિ થાય. આપણે હવે કલ્પ્ય અને અકય વસ્તુનું સામાન્ય વર્ણન વિચારી લઈએ. ' ય–જે કોઈ વસ્તુ સામાન્ય રીતે જ્ઞાન, શીલ, અને તપને હિત કરનારી હોય તે કથ્ય છે, તે વસ્તુ ખપે તેવી છે. આ વ્યાખ્યા કપ્ય અને અકલ્પ્ય બન્ને પ્રકારની વસ્તુને લાગે છે અને જે અમુક દૃષ્ટિએ ખપે-તેવી ન હોય તે પણ કપ્ય થઈ જાય છે, તેથી સામાન્ય રણ એ જ રાખવું કે જે વસ્તુ જ્ઞાન, શીલ અને તપને વધારે તેવી, તેને લાભ કરાવનારી હોય તે ક૯ય છે. સાધક કેઈપણ વસ્તુ વસ્તુની ખાતર લેતું નથી, પણ તે આત્મિક સુખ અંતે જતાં જેનાથી વધે તે વસ્તુ તે લે છે. તેથી ક૯ય અને અકખ્ય વસ્તુનું પણ એવું સાદું ધોરણ રાખેલ છે કે જ્ઞાન, શીલ ને તપને જે વસ્તુ લાભ કરનારી હોય તે એકંદરે કથ્ય છે, કારણ કે કપ્ય વસ્તુ લેવામાં પણ સાધકને મુદ્દો તે આત્મિક સુખ વધારવા અને હેતુ શ્રેય કરવાને છે અને અંતે સાધ્ય પ્રાપ્ત કરવાને તેને ઈરાદે છે. એ ઈરાદો જેથી બર આવે અને આત્મિક સુખ વધે તે બધી વસ્તુઓ તેને ખપે. આ મુદ્દો ગળે ઊતરે તેવો અને તુરત સમજી શકાય તે છે.
જ્ઞાન–પાંચ પ્રકારના જ્ઞાનને જે લાભ કરી આપે, જે તેને વધારી આપે, તેના પર ઉપગ્ર કરે તે કમ્ય વસ્તુ છે. આ દ્રષ્ટિએ સાધકનું વચન કેવું હોય, તેની નજર શું પ્રાપ્ત કરવા તરફ હોય, તે પણ જણાય છે. આમાં એક શ્રુતજ્ઞાન જ બેલકણું છે, બીજા ચાર જ્ઞાને અબેલ છે. પણ કોઈ પણ પ્રકારના જ્ઞાનને લાભ કરી આપે તેવી વસ્ત કર્યા છે, ખપે તેવી છે, સ્વીકાર્ય છે. તત્વાર્થાધિગમના પહેલા જ સૂત્રમાં આ ગ્રંથ. કર્તાએ “સમ્યગદર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગદ' એમ બરાબર કહ્યું છે અને મોક્ષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org