________________
સુખ
પરને દૂષણ આપવાને ત્યાગ–
दोषेणानुपकारी भवति परो येन येन विद्विष्टः ।
स्वयमपि तदोषपद सदा प्रयत्नेन परिहार्यम् ॥१३३॥ અર્થ—અન્ય બીજે માણસ જે જે દોષને લઈને અને ક્રોધમાં આવી જઈને અનુ પકારી થઈ જાય તે પિતે જાતે જ તે તે દૂષણનું સ્થાન ત્યજી દેવું જોઈએ. (૧૩૩)
વિવેચન–આ એક વ્યવહારને અત્યંત ઉપયોગી નિયમ છે. અને તે પણ અનુસરવા ગ્ય છે અને તેના પર પણ ઘણી વિચારણા કરવા યોગ્ય છે..
અનુપકારી–પારકા ઉપર ઉપકાર ન કરે તે એટલે સ્વાર્થી થાય. જે દોષના કારણે બીજા માણસો પોપકાર ન કરતાં સ્વાર્થી થઈ જાય છે તે દોષ પોતે જ ન કરે એટલે સારો દાખલે પડે. એકનું દૂષણ જોઈ પતે તે દૂષણ ન કરવું. બીજે માણસ ક્રોધ કરી અનુપકારી થયે છે, તે બીજાના દૂષણનું પિતે અનુકરણ ન કરવું, પણ એ દૂષણને જ ત્યાગ કરે, કારણ કે ખોટો દાખલે બેસવાથી જનતા ખોટે ભાગે ચઢી જાય..
| વિદ્વિષ્ટ–ફાધ કે આવેશમાં આવી જઈને. કોઈ બીજાનું ભલું થતું હોય તેવું કામ કરતે હોય તેમાંથી પણ તે અટકી જાય એવું કાર્ય કે વચન સાધુપુરુષે ત્યાગવું જોઈએ. આ એવું વચન બેલી નાખે અથવા એવી ક્રિયા કરે તે સામે માણસ તેને અનુસરીને સારાં કામ કરતે હોય તે પણ ન કરે, અટકી જાય. આપણે પરેપકાર કરી શકીએ કે નહિ તે વાત બાજુ ઉપર રાખી આપણે એવું કામ ન કરવું જોઈએ કે બીજે માણસ એ જોઈને એકદમ ગુસ્સામાં આવી જાય અને પરોપકારનાં કામ કરતું હોય તે પણ અટકાવી દે. એટલે ખરાબ બોલવાની ટેવથી કે ટીકા કરવાથી સામાને મનમાં એવું થઈ જાય કે પોતે પરોપકારનાં કામ ભવિષ્યમાં ન કરે. તેવું કામ કરવું નહિ, તેવું વચન બોલવું નહિ. નાતજાત, સંઘમાં કે સમાજમાં આવું ઘણીવાર બને છે. ટીકા કરનારની ટીકા સાંભળી માણસને મનમાં એવો આવેશ આવી જાય કે તેને પરિણામે તે સારાં કામ કરતાં કે પરોપકારનું કામ કરતાં અટકી જાય. આ પ્રમાણેની ટીકા ન કરવાની બહુ સમજપૂર્વક ભલામણ કરી.
દેષપદ–પિતે તે દોષનો ત્યાગ કરે અને માણસ પોપકાર કરતે અટકે તેવું કામ ન કરવું કે તેવી ભાષા ન બોલવી..
આ સૂત્રમાં બહુ સમજણપૂર્વક દષત્યાગની વાત કરી છે. કેઈ માણસ પરોપકાર કરતે હોય તેને અટકાવ અથવા અટકી જાય એટલે એને ઉશ્કેરે એ પણ એને પોપકારી થતાં અટકાવવા જેવું છે અને તેનું નિમિત્તકારણ સાધકપુરુષ ન થાય તે હેતુ માટે આ દોષત્યાગ સૂચવ્યું છે, ફરમાવ્યા છે, વિગતવાર બતાવ્યું છે. પ્ર. ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org