________________
સુખ સંયમના પિષણ માટે અને પિષણ પૂરતો જ કરે છે. કેઈ પ્રકારના માજશેખ કરવા કે આનંદ માણવા ખાવાનું કે વસ્ત્ર, પાત્ર કે કેઈપણ વસતી આદિ ચીજ લેવામાં આવતી નથી. તે લેતી વખતે પણ સંયમપાલન જ સાધકની નજરમાં હોય છે અને જેમ લેપને કઈ પણ કારણે નકામે જવા દેવામાં આવતું નથી, પણ તેમાં સાધ્ય ઘા રૂઝાવાનું કે હાડકું સંધાવાનું હોય છે તેમ સંયમ માટે અને સંયમ પળાય તેટલે જ આહાર, વસ્ત્ર કે પાત્રાદિ ઉપાધિ અને વસતી સાધક સંયમપાલનના હેતુને ધ્યાનમાં રાખીને લે છે અને તેની નજરમાં તે વખતે સંયમપાલન જ હોય છે અને મોજ માણવા ખાતર કે રસ ખાતર એ ભેજનાદિ કોઈ પણ વસ્તુ લેતું નથી. - બીજો દાખલ–અક્ષેપગે તેલસિંચન. ગાડાના પૈડાને તેલ ઊંજે છે તે ઊજવા પૂરતું જ તેલ નાખે છે કે ગાડું કચડ કચડ થાય નહિ કે પરસ્પર સંઘટ્ટ થવાને પરિણામે આગ ઊઠે નહિ. ગાડા કે સંચાના ચક્કરને તેલ ઊંજવું તે કચ કચડ થતું અટકાવવા માટે છે, કઈ સમજુ માણસ વધારે પડતું તેલ તે કામમાં વાપરત નથી. જે કાછલીમાં તેલ નાંખેલું હોય તે તળિયું ઢાંકવા પૂરતું જ હોય છે, તેમાંથી પણ જરા જરા તેલ ગાડાની નાભિને કે કઈ સંચાને સંઘટ્ટ અટકાવવા પૂરતું જ માણસ વાપરે છે, ત્યાં તેલ ભો નથી કે તેલના રગડા થવા દેતું નથી. જેમ તે એક ટીપું તેલને નકામું જવા દેતું નથી, કારણ કે તેને ઉદ્દેશ તેલ અમુક હેતુ માટે જ પૂરવાને હોય છે, તેમ આહાર, ઉપાધિ કે પાત્રો સંયમપાલન પૂરતા જ સાધક રાખે છે. આ વસ્ત્રાદિ સાધુ શા માટે રાખે કે કયા હેતુથી રાખે તે સ્પષ્ટ કર્યું. એમ બીજે દાખલ થયે.
અસંગ ભરમાવ્યયાત્રાર્થ—અસંગ એટલે સાધુઓ જે અસંગગ કરે છે તે. એને કોઈને સંગ નથી, કોઈ વસ્તુ સાથે સંબંધ નથી, કેઈ જાતને વળગાડ નથી. આવા અસંગયોગથી જ ભરેલી જીવનયાત્રાના નિર્વાહ માટે જ અને તે માટે જ તે વસ્તુઓ લે, તે માટે જ અને તેટલા પૂરત જ તે આહાર લે. એને સુખાળવા થવું પાલવે નહિ, એને મોજ આનંદ હોય નહિ અને તે ખાવા ખાતર કે ઇંદ્રિયેને તૃપ્ત કરવા ખાતર ખાય નહિ. પૂર્ણ સંયમમાં પ્રવેશ કરવા અથવા તેને નિર્વાહ કરવા અને તેના સંરક્ષણ માટે જ અને તેટલા પૂરતું જ ખાય અથવા વસ્ત્ર, પાત્ર, રજોહરણાદિ વાપરે; એટલે, પિતાને દિવસમાં સાત વાર ચૈત્યવંદન કરવામાં કે બે વખત પ્રતિક્રમણ કરવામાં અથવા બે વખત પડિલેહણ કરવામાં, સંક્ષેપમાં સામાચારીના વિધિને અનુસરવામાં ઉપયોગી થઈ પડે તેટલું અને તેટલું જ વસ્ત્રપાત્રાદિ ગ્રહણ કરે અને સંયમપાલનના મુદ્દાને સર્વ વખત લક્ષમાં રાખે. મતલબ, સાધક ખાવા કે મોજમજા માણવા કોઈ ખાતે નથી કે વસ્તુ ગ્રહણ કરતા નથી, પણ સંયમને નજરમાં રાખી તે પૂરતી જ વસ્તુઓ સંયમયાત્રાના નિર્વાહ માટે લે છે. આ બાબત મુદ્દામ છે અને તે નિરંતર લક્ષમાં રાખવા ગ્ય છે. હેતુ બતાવનારું આ વાક્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org