________________
૩૪૨
પ્રશમતિ વિવેચન સહિત છે. સાધુ પેાતાનું બળ વધારવા કે શરીરની પુષ્ટિ માટે કાઈ ખારાક કે વસ્તુ સંગ્રહ કરતા નથી, સ્વીકારતા નથી અને તે પેાતાની છે એમ પણ માનતા નથી.
ત્રીજો દાખલા—સર્પના. સાધુ આહાર લે તે સપ` જેમ લે. સપ` કઇ વસ્તુને ખાતી વખતે ચાવતા નથી, પણ આખીને આખી ગળે ઉતારી જાય છે, તેમ સાધુએ આહારને માઢામાં ચગળવા નહિ, જમણી દાઢ ખાય તે ભાજનને સ્વાદ ડાબી દાઢ ન કરે. તેણે આહાર કરતી વખતે પણુ દશ પ્રકારના યતિમ, ચરણસિત્તરી અને કરણુસિત્તરી પર ધ્યાન રાખવું અને તે પુષ્ટ થાય તેટલું અને તેટલું જ ખાવું અને ખાવામાં અકરાંતિયાં ન થવું.
ચેાથે। દાખલા—પુત્રપલ પેઠે. એટલે છેકરાં-બાળકોનાં માંસની પેઠે. કદાચ કોઈ પ્રસ`ગ આવી પડે અને પુત્રપુત્રીનું માંસ ખાવાના વખત આવે તે જરૂર પૂરતું જ માણુસ ખાય છે. જ્યારે કાંઈ ઉપાય ન રહે ત્યારે પુત્રપુત્રીનું માંસ ખાવું પડે છે, પણ તે વખતે માણસ શરીરપાષણુ પૂરતું જ અને બને તેટલું અલ્પ માંસ લે છે. તે પ્રમાણે સાધકે નિર્વાહ પૂરતું કે સ’યમનું પાલન કરે તેટલું જ ખાવું અને વધારે ન ખાવું. પેાતાની પુત્રી સુંસમાનું માંસ પિતાએ જરૂર પ્રમાણે જ ખાધું હતું, તે આખી ચિલાતિપુત્રની કથા જાણવા જેવી છે અને તેમાં વિદ્યાચારણુ મુનિ ઉપશમ, વિવેક અને સવર' એમ ત્રણ શબ્દો વાપરે છે, તે ખૂબ વિચારવા યેાગ્ય છે, અનુકરણ યાગ્ય છે, સમજવા ચેાગ્ય છે. પુત્રમાંસ ઘણુંખરું તે પિતા ખાય જ નહિ, ખાય તે અમુક આશયે ખાય અને તે પણ જરૂર પૂરતું જ ખાય. ખાવાનું પાત્ર વગેરે ઉપધિ ભાગવવા માટે નથી, પણુ અમુક હેતુપૂર્ણાંક સાધકની સંયમરક્ષા માટે જ છે. અને તે પણ શરીરનિર્વાહ પૂરતી જ છે કારણ કે સંયમનું સાધન શરીર છે એટલે એને ઉપેક્ષવું ઉચિત નથી. તેથી શરીરને ટકાવી રાખવા પૂરતા આહાર કરવે। અને તે શરીર સંયમનું કારણ છે તેટલા માટે તેને જરૂર પૂરતા જ, ભાડામાત્ર જેટલે આહાર આપવા અને પાત્ર, એઢણુ વગેરે વસ્તુઓ પણ સંયમ પૂરતી જ લેવી અને તે માજ ખાતર કે ભાગવવા ખાતર ન લેવી, સંયમનિર્વાહનું સાધન શરીર હાઈ તેના ટકાવ પૂરતી જ લેવી. (૧૩૫)
મૂર્છા વગર વસ્તુના વપરાશ કરવા
गुणवदमूर्च्छितमनसा तद्विपरीतमपि चाप्रदुष्टेन ।
दारूपमधृतिना भवति कल्य्यमास्वाद्यमास्वाद्यम् ॥१३६॥
અથ—પોતાને લાભ કરે તેવા ખોરાક હાય (ગુણવત્) અથવા તેનાથી વિપરીત હોય એટલે ખરામ ખાવાનું મળેલ હાય તેને સાધુપુરુષે (અદૃષ્ટન) લાકડાની જેમ, તે ખાવાના પદાર્થ નિર્દોષ હોય તા, ધીરજપૂર્વક ખાઇ લેવા. (૧૩૬)
વિવરણ—ગુણવત્-બહારથી મળેલ ખારાક સ્વાદિષ્ટ પણ હાય, ગમે તેવા સારા હાય, તેને પણ સમતાપૂર્ણાંક, સ્વાદ લગાડયા વગર ખાઈ લેવા. સાધક પુરુષ તેને સ્વાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org