________________
૩૪૪
પ્રામરતિ વિવેચન સહિત હેતી નથી અને શરીરપાષવૃત્તિ જ્યાં હોય ત્યાં સાધકભાવ રહેતા નથી. એટલે અપ્રદુષ્ટને અર્થ અહીં ‘રાગદ્વેષરહિત સાધુ' એમ ટીકાકારે કર્યો છે તે સમુચિત છે.
દારૂપમ—પાંચમે દાખલા, દારુની પેઠે, લાકડાની પેઠે. લાકડાને કોઇ મહારે, કેઈ લે, કોઈ તેના ટેબલ ખુરશી કે સુંદર ફરનીચર બનાવે અને કોઈ તેમાંથી જગલ જવા માટે બેસવાની બેઠક બનાવે. તેમાં લાકડાના એકસરખા સ્વભાવ હોય છે. મઠારીને સુધારનાર કે ટેબલખુરશી મનાવનાર પર તેને રાગ થતા નથી કે જ'ગલ જવાની બેઠક બનાવનાર પર દ્વેષ થતા નથી. લાકડું તો સના ઉપર એકસરખા સ્વભાવ રાખે છે. એને કોઈ વહાલે નથી અને કાર્ડ દવàા નથી. આવા પ્રકારની સાધકની દશા હોય. એને કાઇ ખોરાક પર રાગ નથી, કોઇ ઉપર દ્વેષ નથી, કોઈ વહાલું નથી, કોઇ દવયું નથી. એને મન તા ખારાક તે ખારાક જ છે, સવ સમાન છે; અથવા સારાખરાબની તેની વૃત્તિ પશુ નથી, તેના વિચાર સારાખરામપણાને અંગે હોતા નથી. એ તે સયમમાગ પર જ ષ્ટિ રાખે છે અને પોતાની આત્મિક પ્રગતિ ધપાવવા જ ઇચ્છે છે. તેનું ધ્યાન ખેારાક સારે છે, વસ્ત્ર, પાત્ર, ઉપધિ સારા કે ખરાખ છે તે પર હોય જ નહિ. આ સાચા સારા સાધકનું લક્ષણ છે. જેમ લાકડાની પ્રતિમાની ચંદનથી પૂજા કરવામાં આવે અથવા વાંસલાથી છેડિયાં પાડવામાં આવે તે ત્યાં એ જાતે અચેતન હોવાથી એને પૂજા કરનાર પ્રતિ રાગ થતા નથી, દેઢિયાં પાડનાર પર દ્વેષ થતા નથી, તેમ સાધુને ખોરાક સારા કે ખરાબ છે તેના વિચાર કે ખ્યાલ પણ થતા નથી. સાધુને રાગદ્વેષ કેટલા આછા હોય તેનેા આ પાંચમે દાખલા થયા.
ધૃતિ—અત્યંત ધીરજવાળા સાધુ, અત્યંત ધીરજવાળા સાધુપુરુષને આ સારું આ ખરાબ, આને ત્યાં સારું રંધાય છે અને બીજો ગરીબ માણસ રસોઇ ખરાબર કરતા નથી, આવી જાતના રાગદ્વેષ કે એવી કોઈ જાતની વિચારણા થતી નથી.
કમ્પ્ય—એટલે વસ્તુ ખપે તેવી તે જરૂર જોઈએ. એમાં અકલ્પ્ય હોય તા પણ ચાલી જાય, એમ વાત નથી. ઉપરના આચારાંગસૂત્રમાં જે વસ્તુને કલ્પ્ય કહી છે તેના તરફ રાગ કે દ્વેષ ન કરવેા. પણ વસ્તુ જ અકલ્પ્ય હોય તે વાત જુદી છે. અકલ્પ્ય વસ્તુ ન જ ખપે, તે અકલ્પ્ય છે માટે ખાવા કે ઉપયાગમાં ન લેવી. તેને ફેકી દેવામાં કે જમીનમાં દાટી દેવામાં આવે છે તે વસ્તુ તરફ દ્વેષ નથી, પણ એને ‘અકલ્પ્ય’ વિભાગમાં તીર્થંકર મહારાજે મૂકી છે અને માટે તેને તે ઉપયોગ કરતા નથી. એ સાધકને મન તે ‘આણાએ' ધમ છે. તેથી ભગવાને જેને અકલ્પ્ય કહી છે તે વસ્તુને તે ઉપયોગમાં ન લે.
આસ્વાદ્ય—આ લેાકમાં આસ્વાદ્ય શબ્દ બેવાર આવે છે. એક તા ખાવાની વસ્તુના અમાં તે શબ્દ છે, બીજી વખત આસ્વાદ્ય શબ્દ આવે છે તે ‘ખાવાની ક્રિયા’ (અભ્યવહરણ)ના અર્થાંમાં સમજવેા, એમ ટીકાકાર શ્રી હરિભદ્ર કહે છે. (૧૩૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org