________________
પ્રશમરતિ વિવેચન સહિત - શયા–અમુક ચાતુર્માસ સમયે સાધક પાટ વાપરી શકે, શેષકાળે જમીન પર સૂવે અને અમુક સંગોમાં રોષકાળે પણ શમ્યા(પાટાદિ કષ્ય ગણાય. તેને વિધિ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યો છે.
વસ્ત્ર–કપડાં. સાધક કેવાં કપડાં પહેરે, કેવાં કપડાં સ્વીકારે તેની વિગત અગાઉ ઉપર બતાવી છે અને આચારાંગસૂત્રનું તે પર એક આખું અધ્યયન છે. એ કપડાં શરીરશોભા માટે લેવાનાં નથી, પણ વિશુદ્ધ ધર્મપાલન માટે લેવાનાં છે અને હરક્ષા પણ અંતે આત્મિક પ્રગતિ માટે છે. એવી રીતે લીધેલાં વસ્ત્રને પરિગ્રહ ન કહેવાય. જેનાં પર મારાપણાને મેહ હેય અને શખથી સારો દેખાવા માટે જે પહેરાય તે પરિગ્રહ કહી શકાય. જે જાતનાં કપડાં સાધક વાપરે એમ શાસ્ત્રકારે મૂળગ્રંથમાં બતાવ્યું છે તેના ઉપર જે મૂછ થાય નહિ તે તેને પરિગ્રહ કહી ન શકાય, ન કહે જોઈએ. * :
એષણ—એને સ્પષ્ટ અર્થ “અન્વેષણ થાય છે, શેધવું તે અર્થમાં એ શબ્દ વપરાય છે. સાધક તૃણ, વસ્ત્ર, અન્નપાણી જે કાંઈ લે તે દોષરહિત હોવું જોઈએ. એની શોધ કરવી તે ત્રીજી એષણસમિતિ છે. પાંચ સમિતિમાં એ ત્રીજી છે. નિદોષ આહારની શોધ કરવી એ આ ત્રીજી સમિતિને વિષય છે. નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવી તે આ સમિતિપાલનને આચાર છે. આચારાંગસૂત્રમાં જે વિગત બતાવાઈ ગઈ છે તે અનુસાર તેવી ચીજ બરાબર શોધવી, તેના માટે તપાસ કરવી અને પિતાને ખપે તેવી વસ્તુ કે આહાર લે તે આ એષણાસમિતિને વિષય છે. પાંચ સમિતિને અને ત્રણ ગુપ્તિને અષ્ટ પ્રવચનમાતા કહેવામાં આવે છે. એનું વિવેચન વધારે જોવું હોય તે આગમાદય સમિતિએ ૧૯૨૦માં પ્રગટ કરેલા ઠાણાંગસૂત્રમાં હકીક્ત જોઈ લેવી. એ એષણસમિતિના બતાવવા પ્રમાણે જે સાધક અનુસરે છે તે કોઈ વસ્તુને પરિગ્રહ કરતે નથી અને પિતાના નિર્વાહ પૂરતી જ તે વસ્તુ ગ્રહણ કરે છે. તેના પર તે સ્વામીત્વ સ્થાપવા માગતું નથી. અને તે વસ્તુઓમાં તેને કોઈ પ્રકારની મૂછ–બંધન નથી. તેથી માંગી લાવેલ ચીજને અંગે પરિગ્રહ થતું નથી.
અન્યત્—આ સિવાયની સંયમનિર્વાહ માટે કે દેહ માટે લીધેલ કેઈપણ વસ્તુ, દાખલા તરીકે ખાવાની વસ્તુના ચાર વિભાગ છે: અશન, પાન, ખાદી અને સ્વાદીમ. તેમને સમાવેશ પિંડમાં થઈ શકે, અથવા અન્યત્ કઈ પણ વસ્તુથી શય્યા સંથારે, ઝેબી, પલ્લાં, ચાળ પટ્ટો, મુહપત્તી એ સર્વ સંયમના નિર્વાહ માટે રાખેલ વસ્તુઓ કે બીજાની પાસેથી માગી લીધેલ વસ્તુઓ સૂચવાય. એમાંની પિતાને ખપે તેવી સર્વ વસ્તુઓને પણ પરિગ્રહમાં ન ભેળવી દેવાય, કારણ કે પરિગ્રહનું મુખ્ય લક્ષણ મૂછ અર્થાત્ એમાં સ્વયપણને કે માલિકોને ભાવ છે. એ વસ્તુ પિતાની નથી, પણ પિતે સંયમના નિર્વાહ માટે લીધેલ છે અને તેના ઉપગમે હર્ષ નથી. વસ્તુ ઉપર માલિકી રાખવાની નથી, તે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org