________________
સુખે
અથ–જમવાને પિંડ (ભજન), સૂવાની શય્યા (પાટાદિ), વસ્ત્ર (લુગડાં, પાતરાં અને સર્વસામાન્ય વસ્તુ અને બીજી વસ્તુઓને વિશે ખપે અને ન ખપે એ સંબંધી જે હકીકત ઉપર અને અન્યત્ર બતાવવામાં આવી છે તે વિશુદ્ધ ધર્મની અને તેને પિષનાર, દેહની રક્ષા માટે જણાવવામાં આવી છે. (૧૩૮)
વિવરણ–આચારાંગસૂત્રમાં તથા અન્યત્ર જે વિવેચન કરીને અનેક વસ્તુ ખપે અને ન ખપે તેવી કહી છે તેનું કારણ વિશુદ્ધ ધર્મપાલનને અને તે કરી આપનાર અને તેને પિષનાર દેહ પાલનને માટે છે. કોઈ વસ્તુને પ્ય એટલે ખપે તેવી અને અનુષ્ય એટલે ન ખપે તેવી કહી છે તે શરીરને પિષવા કે શરીરને વધારવા માટે કે તેને સારું દેખાડવા માટે નથી કહી, પણ દેહ ધર્મ સાધન હવાથી વિશુદ્ધ ધર્મનું પાલન કરવાથી દુર્ગતિમાં જવું ન પડે અને વિશુદ્ધ ગતિ થાય અને છેવટે આત્મોન્નતિ થાય તથા દશ પ્રકારે યતિધર્મનું પાલન થાય માટે કષ્ય અને અકલ્પ્ય બતાવવામાં આવી છે. વસ્તુ ઉપર રાગ થાય કે પ્રેમ થાય તે પરિગ્રહ છે. માટે, શાસ્ત્રકારે કહ્યું છે કે મુઝા રિમાણો યુરો એટલે પાંચમું વ્રત જે પરિગ્રહવ્રત નામનું છે તે મૂછને અંગે છે, અથવા જેટલી મૂર્છા તેટલે પરિગ્રહ. આ વસ્તુ મારી છે અને બીજાને તેના પર હક નથી એવા પ્રકારને વસ્તુ પર રાગ થાય, પ્રેમ થાય, આકર્ષણ થાય ત્યારે તે વસ્તુ પરિગ્રહ થાય છે. બાકી જે આવી મળે તે વાપરવાથી તેના પર મૂર્છા થતી નથી, અને તેથી પરિગ્રહને દેષ એમાં ધાર એ અણસમજ છે, કારણ કે એમાં કઈ જાતનું આકર્ષણ કે મારાપણું નથી. તેથી સાધક પુરુષે મૂછ વગર આહારપાણ કે વપાત્ર વાપરે, પિતાપણું તે પર ધારણ ન કરે તે તે વસ્તુ ધર્મપાલનના શુભ હેતુએ વાપરેલી હોવાથી તેને “પરિગ્રહ' કહેવાય નહિ. આ સૂત્રના સંબંધમાં દિગંબર જૈને સાથે વેતાંબર જૈનેને મતભેદ છે. દિગંબર સાધુઓ કપડાં પણ રાખતા નથી, અને રાખવામાં પરિગ્રહ થાય છે એમ માને છે, પરંતુ જે સાધકે (શ્વેતાંબર સાધુઓ) વસ્ત્ર શય્યા વગેરેને મૂછ વગર માત્ર ધર્મનાં સાધન તરીકે વાપરે છે અને તેમના પર પિતાપણાને ભાવ રાખતા નથી, અને તે વસ્તુને અંગે કોઈ જાતની પિતાની શેઠાઈ કે માલિકીપણું ધારણ કરતા નથી તે પરિગ્રહદોષે લેપાયેલા છે એમ કહેવું તેમાં અણસમજ છે.
પિંડ–ભજન. સાધક કેવું ભેજન લે એ આચારાંગસૂત્ર પ્રમાણે આપણે ઉપર જઈ ગયા. તે ગોચરીના ઉપર જણાવેલા બેતાળીસ દોષને વજે. બેતાળીસ દોષમાં ઘણી વિચારણા કરી છે અને આપનાર તરફથી પ્રેમ ખાતર પણ દોષ થાય તે તે વસ્તુને અકલ્પ્ય ગણવામાં આવી છે. આવી રીતે લીધેલ પિંડને પરિગ્રહ કહેવો એ તે ઘણું વિચિત્ર વાત છે, ચાખે એક્તરફી વિચાર છે અને સમાજમાં ન ઊતરે તેવો પ્રકાર છે. પિંડ કેવો હોય અને કોણે તૈયાર કરેલ હોય અને કેવી રીતે આપેલે હોય તે સાધકને કમ્ય ગણાય તેની વિગત શાસ્ત્રકારે આપી છે. અને તેને સંક્ષિપ્ત સાર આપણે ઉપર જોઈ ગયા છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org