________________
પ્રશમતિ વિવેચન સહિત
વસ્તુગ્રહણ અને વસ્તુના ઉપભાગ વખતે આ દોષોથી બચવાની સાધકને જરૂર છે. પુનરાવત નના ભયે જ તે દોષા અત્ર ત્રણ વ્યા નથી. જિજ્ઞાસુએ સદર ઉલ્લેખ જોઇ લેવા વિજ્ઞપ્તિ છે. નિયમિત જરૂરી ઠરાવેલા દોષરહિત આહાર લેવામાં આવે તે વ્યાધિના જરા પણ ભય થતા નથી. અને ઊણેાદરી રહેનાર કદી માંદો પડતા નથી. તેથી શરીરની પાસેથી કામ લેવા પૂરતું તેને ભાડું આપી તે શરીરરૂપ સાધનથી સંયમ આરાધના કરવી. વળી, વધારે પડતા આહાર ન લીધા (વડાÚ) હાય તો તેને જમીનમાં દાટવાની કે પરઠવવાની જરૂરિયાત રહેતી નથી. માટે પિંડના ખેતાળીશ દોષો તજવા અને ઉપર્યુક્ત પિંડૈષણા અધ્યયનમાં ખતાવેલ વિધિને અનુસરવું. એમાં ધર્માંશુદ્ધિ થાય છે, સંયમ પળાય છે અને નીરોગી રહેવાય છે. (૧૩૪).
૩૪૦
બહુ જરૂરી આહાર કરવા તે પર દષ્ટાંત— व्रणलेपाक्षीपादसङ्गयोगभरमात्रयात्रार्थम् ।
पन्नग इवाभ्यवहरेदाहारं पुत्रपलवच्च ॥ १३५॥
અથ-ગુમડાં પરને લેપ જેમ જરૂરી જ કરવામાં આવે છે, જેમ ચક્ર(પૈડા)ને તેલ જરૂર પૂરતું લગાડવામાં (સ'ચવામાં) આવે છે અને જેમ સ` (એરૂ) જરૂરી જ આહાર કરે છે અને જેમ પુત્રનું માંસ અત્યંત જરૂર પૂરતું જ લેવામાં આવે છે તેમ સંયમમાર્ગોમાં કોઈ પશુ પ્રકારની અડચણુ ન થાય તેટલા પૂરતા જ સાધક આહાર કરે. (૧૩૫)
વિવરણુ——આ શ્લોકમાં સાધુ કેવી રીતે આહાર કરે તે બતાવવા ચાર દાખલાએ આપવામાં આવ્યા છે. તે ચારે દાખલા સમજવા માટે નીચેનું વિવેચન વિચારવા યેાગ્ય છે. સાધુ બહુ જરૂરી આહાર કરે. શરીર સંયમનું ખાસ સાધન હાઈ નિર્વાહ પૂર આહાર કરે, અને તે કેવા અને કેમ આહાર કરે બતાવવા આ ગાથામાં ચાર દૃષ્ટાંતે આપ્યા છે. એ આહાર કરે જમણી દાઢે, તે ડાખી દાઢને ખખર પણ ન પડે, એ રસલુબ્ધ ન થાય, તેમાં ગૃદ્ધિ ન કરે, તેમાં આસક્ત ન થઈ જાય પણ ધમ સાધન માટે અને સંયમમાગ ના પાલન માટે જેટલે આહાર જરૂરી હાય તેટલે જ માત્ર આહાર કરે. આહાર કરતી વખતે તેની નજર સંયમ તરફ હાય, શરીરપણુ કે શરીવૃદ્ધિને અંગે તેની દૃષ્ટિ ન હેાય.
પ્રથમ દાખલા—ત્રણલેપ. કોઇ જાતના ઘા વાગ્યા હોય તે તે ઘા રૂઝાઈ જાય ત્યાં સુધી જ તેના પર લેપ લગાડવામાં આવે છે. વધારે પડતુ લેપ લગાડે તે લેપ નકામા થઇ જાય છે અને ઘા રૂઝાઈ ગયા પછી અથવા હાડકું સધાઈ ગયા પછી લેપ લગાડવામાં આવે તે તે લેપ નકામા જાય છે. તેથી લાકો ઘા રૂઝાય અથવા હાડકું સધાઈ જાય તેટલા પૂરતા જ જરૂરી લેપ લગાવે છે. તેવી રીતે સાધુ ખાય કે આહાર કરે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org