________________
૩૩૧
સાધુનું સુખ
संत्यज्य लोकचिन्तामात्मपरिज्ञानचिन्तनेऽभिरतः ।
जितलोभरोषमदनः सुखमास्ते निवरः साधुः ॥१२९॥ અર્થ–લેકની ચિંતાને ત્યાગ કરીને આત્મજ્ઞાનમાં લાગી પડેલે અને જેણે લેભ, ક્રોધ અને કામદેવ ઉપર વિજય મેળવ્યું છે એ રેગ વગરને સાધુ સુખથી રહે છે. (૧૨)
વિવેચન—આ સુખનું પ્રકરણ ચાલે છે. કયું સુખ કહેવાય, તે કોને મળે અને કયારે મળે અને સુખ મળે ત્યારે તે કેવું હોય તે મુખ્યત્વે કરીને સાધુને ઉદ્દેશીને કહ્યું છે અને એક આદર્શ તરીકે શ્રાવકને લાગુ પડે છે તે ધ્યાનમાં રાખવું.
લોકચિતા–પારકી ચિંતા, પંચાત અથવા ફિકર. ખાસ કરીને પિતાના સ્વજન સગાસંબંધીની ફિકર, પોતાના પુત્રપૌત્રાદિની ચિંતા અને ગામના લેકની ચિંતા. “કાજી (બલે કર્યું? તે કે સારે ગાંવ કી ફિકર.” આ પ્રાણ પારકી પંચાતમાં નબળે, કોરે ધાકોર જે પડી જાય છે. એ પિતાના પુત્રપૌત્ર, બૈરી, ભાઈઓ કે ગામલેકની ચિંતા આખો વખત ર્યા કરે છે. તેઓ ત્યાં ગયા હશે અને કેમ નહિ આવ્યા હોય? અને એ શે કામે ગયા હશે અને એને કેમ હશે? એવી ચિંતા આ વખત કર્યા કરે છે. આ જાતની ચિંતા(Worry)નો કોઈ અર્થ નથી. Worry ઉપર Dale Carnegie એ Don't Worry નામનું એક પુસ્તક આંગ્લ ભાષામાં લખ્યું છે. સમજી વિચારીને આવી નકામી અર્થ વગરની ચિંતાથી મુક્ત થવાનું અત્ર કહેવામાં આવ્યું છે. ખરે સાધુ હોય તે આવી ચિંતાને ત્યાગ કરે છે અને તે સાધુ જ ખરા સુખને અનુભવ કરી શકે છે.
આત્મચિંતામાં લાગેલાં—સાધુ સુખમાં જ રહે છે કારણ કે તે ચિંતામુક્ત છે, એ વાત તે સમજાવ્યું, પણ તે તદ્દન કેરા ધાકોર રહેતા હશે ? ના, તેમ નથી, તેઓ આખો વખત આત્મચિંતનમાં લાગેલા હોય છે. ખરા સાધુ નકામી બાબતની ચિંતા નથી કરતા, પણ તેને સ્થાને તે કુલ વખત આત્મચિંતનમાં, આત્મા કે છે? ક્યાં છે? કેની પાસે છે? અને એ વિશુદ્ધ દશામાં કોને પ્રાપ્ત થાય તેને અહર્નિશ વિચાર કરનારા હોય છે. એટલે તેઓ વિચાર અને સમય નકામી લેકવિચારણામાં ન ગાળતાં આત્મસંબંધી વિચારણામાં ગાળે છે. તેમણે ક્રોધ, લેભ અને કામદેવ પર વિજય મેળવ્યું છે, એટલે તેઓ કોઈના ઉપર કે પિતાની જાત ઉપર ક્રોધ કરતા નથી, તેઓને પૈસાને સંબંધ નથી અને તેમણે કામદેવ ઉપર વિજય મેળવ્યું છે. આ ત્રણે મને વિકાર સંસારમાં રખડાવનાર છે અને આપણે તેમને પરિચય સર્વથી મોટા વિષયકષાય નામના ત્રીજા પ્રકરણ(૨૪-૧૧૧) માં કર્યો છે. આવા મને વિકાર પર વિજય મેળવનારના સુખની શી વાત કરવી? તેઓ સુખમાં રહે છે અને સુખનું વાતાવરણ ફેલાવી સંબંધમાં આવનારને સુખી કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org