________________
૧૨
પિછાને છે. પણ પ્રશમસુખ એનામાં નથી, એના વિષય-કષા મંદ થયા નથી. એ ગુરુને ઓળખે છે, પણ આદરતે નથી. આવા પ્રાણને ગુણ થાય તે ખરે પણ પ્રશમસુખને ઓળખનાર અને અમલમાં મૂકનારના પ્રમાણમાં અલપ ગુણ થાય છે. આ બન્ને સરખામણી સામસામી રાખી કહેવા ગ્ય છે, અને પ્રશમસુખનું પ્રમાણ સમજવા ગ્ય છે. સમ્યગદૃષ્ટિવાળા જીવને કઈ પ્રકારની શંકા આકાંક્ષા થતી નથી.
જ્ઞાની–એ ભણેલ ગણેલે, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનયુક્ત હોય. એ સમ્યગદષ્ટિવાના હોય, તે સાથે એને જ્ઞાન પણ હોય એટલે એ વિવેકથી સારું-ખરાબ બરાબર જાણનાર હોય. છતાં એને શમનું સુખ કે પ્રશમનું સુખ થતું નથી. એવા સમ્યગદષ્ટિ જ્ઞાનને ગુણ કેટલે થાય તે અત્ર બતાવ્યું છે.
દયાનપેબલ–એ અવારનવાર ધ્યાન પણ કરતે હોય, ધર્મધ્યાનના ચાર પાયા ધ્યાવતે હોય અને એકાસણ, ઉપવાસ, ઊદરી વગેરે બાહ્ય તપ અને પ્રાયશ્ચિતાદિ આંતરતપ કરનારે અને દેહ દમના હોય પણ હજુ એને વિષયક્ષા શાંત થયા નથી.
છે અનપશાંત–પ્રશમસુખ નહિ પામેલે, શાંતિને શેષનારો ખરો, પણ પામેલે નહિ. આવો ઠંડા મગજ વગરને પ્રાણી જે હોય તે..
ગુણલાભ, શાંતિ, આગળ પ્રગતિ. જે ગુણ પ્રશમસુખવાળાને મળે છે તે શાંતિ વગરના પ્રાણીને નથી મળતું. એ સમ્યજ્ઞાનવાળે કે જ્ઞાની હોય તે પણ તે જે પ્રશમથી અલંકૃત થયેલ છે તેના પ્રમાણમાં લાભ ઉઠાવી શકતું નથી. શમસુખની આખી વાત જ જુદી છે. શમસુખ હોય ત્યારે આનંદ આપે છે અને પછી પણ અનેક જાતના લાભને અપાવે છે.
પ્રશમ-શાંતિ, નિષ્કવાયતા, ધર્યું. આ જેનામાં હોય તે પ્રાણી ભવાંતરમાં અને અહીં પછવાડેથી જે લાભ મેળવે છે અને પિતાને આત્મિક ગુણ સાધે છે તેના પ્રમાણમાં ઉપશાંત નહિ થયેલ પ્રાણી, સમ્યગ્દષ્ટિ કે જ્ઞાની હોય તે પણ એટલે લાભ મેળવી શક્ત નથી. સરખામણીમાં શમસુખ ઘણું ગુણકારી છે. આગળ પણ ગુણ અપાવનાર છે અને બધી રીતે લાભ કરી કરવી આપનાર હોવાથી તે સુગ્રાહ્ય છે, આદરણીય છે, ઈષ્ટ છે.
આ પ્રશમગુણ અથવા શાંતિની સાધના સાધુધર્મના આચરણથી વધારે સારી રીતે થાય છે અને મનને ઠંડુગાર રાખે છે, સર્વ ઉશ્કેરાટને શમાવી દે છે અને ગુણ કરે છે અને પ્રાણીને આગળ ધપાવે છે. આ સુખના પ્રકરણમાં અનિત્ય ભાવનાની પણ વાત કરી છે અને આત્મોન્નતિની પણ વાત કરી છે. (૧૭) સાધુનું સુખ અને મેટા ઇદ્રનું સુખ
नैवास्ति राजराजस्य तत् सुख नैव देवराजस्य । यत् सुखमिहैव साधोकिव्यापाररहितस्य ॥१२८॥ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org