________________
૩ર૭ તેમના મનને જે શાંતિ થાય તેને અનુભવ બીજા સવેદી કે સકષાયીને ક્યાંથી થાય? આ સર્વ સુખ વેદ અને કષાયના અભાવે જ થાય છે. એ માનસિક સુખને અનુભવ સવેદી કે સકષાયીને ન જ આવી શકે. એ તે પિતાના કષાયરહિત અને વેદરહિત મનેરાજ્યમાં લહેર કરતા હોય છે. દુનિયાદારીના પ્રાણને લાગે, જેમ લહમલા સાધ્વીને લાગ્યું હતું, કે વેદ વગરના જે હોય તે સવેદીની પીડા કેમ જાણે? આનું પ્રાયશ્ચિત લીધા વગર તે અનંત સંસારમાં રખડી પડી. જે પ્રાણીઓને વેદના નાશ અથવા ઉપશમથી સુખ થાય છે તે ભારે મોટું સુખ છે, શબ્દથી કહી શકાય તેવું નથી, એમ એ વેદ અને કષાયને ક્ષય કે ઉપશમ કરનારા કહે છે. અને આપણે ક્રોધી, અભિમાની, દંભી કે લોભીને કરવા પડતાં કાવતરાને વિચાર કરીએ ત્યારે સમજી શકીએ છીએ કે અક્રોધી, અમાની, અદંભી અને અભીને ભારે સુખ થતું હશે, અથવા જેણે પિતાનાં વેદ અને કષાયને ઉપશમાવ્યાં છે તેનું સુખ સવેદી કે સકષાયી કેમ કલ્પી શકે? આ તે જેમણે બન્નેને જોયેલ છે તે કહે છે, તે સ્વીકારવું જ રહ્યું. સવેદી કે સકષાયીને વાસ્તવિક રીતે કાંઈ સુખ જ નથી. પણ એનાથી લાખે, કરોડ, અનંતગણું સુખ નિદી કે નિષ્કષાયને છે એમ જેમણે બને સુખને અનુભવ કર્યો છે તેમનું કહેવું છે. આ તેમનું વચન સમજીને ખ્યાલમાં લેવા જેવું છે અને એ સુખને અનુભવ કરે છે તે વેદ અને કષાષ પર ત્યાગથી કે ઉપશમથી વિજય મેળવવા જેવો છે એમ અનુભવીઓનું વચન છે.
હાસ્યરતિઅરતિશેકનિક્ષત–આ તે વળી વધારે વાત કહી. હાસ્ય (હસવું), રતિ-આનંદ પામવે, અરતિ (ડાના વિયોગે એ વગર કેમ ચાલે એવું વિચારવું) અને શેક એટલે દિલગીરી, આ ચારે જેમનાં ગયેલાં છે તેવા પ્રાણીઓ. એટલે જે પ્રાણીઓએ હાસ્ય, રતિ, અરતિ અને શેક પર વિજય મેળવીને તેમને દાબી દીધાં છે તેવાં પ્રાણીઓને જે સુખ થાય તે દુન્યવી અન્ય પ્રાણીઓને કેમ જણાય? એ સરખાવી ક્યાંથી શકાય? આ ચારે નોકષાય છે, કષાયને પિદા થવાના કારણભૂત છે. નિરર્થક હસવું તે હાસ્ય, આનંદ માણ, નાટકસિનેમા જેવા તે રતિ, સામાન્ય વિરહની ધારણા કરવી તે અરતિ કે ખાસ વિગ થતાં દિલગીરી થાય તે શેક. આ ચારે કષાયે કષાયને ઉત્પન્ન કરનારા છે. તે વગરના પ્રાણીને અને જેણે તે દાબી દીધાં છે, તેમને ઉપશમ કર્યો છે તે પ્રાણીને જે સુખ થાય તે દુનિયાદારીને શું સમજાય? એ તે અજબ સુખ છે, સ્વાત્મ અનુભવ છે. હસવું નહિ, એજ માણવી નહિ, વિરહને આતાપ પામે નહિ, દિલગીર થવું નહિ, તેવા જે પ્રાણીઓ હોય તેમને જે મનમાં સ્વાત્મસંતોષ અને માનસિક સુખ થાય છે તે દુન્યવી પ્રાણી કેમ અનુભવી શકે ? આ સુખ પાસે પેલું પૌગલિક સુખ તે નામનું છે, તુચ્છ છે, સુખના નામને પણ અગ્ય છે. “નિભૂતસ્ય” એટલે છુપાયેલું, નજર બહારનું. આ કેશને અર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org