________________
૩૨૫
પણાના સુખની એક પાઈ પણ બેસતી નથી. આ વગર મૂલ્યનું સુખ મેળવવા માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ. એ અહીં વાત છે.
વિગતરાગ–વિરાગી, વીતરાગી, રાગરહિત. આ રાગ વગરને પ્રાણી અનંતગણું સુખ વગર પૈસે, વગર મૂલ્ય મેળવે છે. વગર પૈસે આવું સુખ મળે અને તે અનંતગણું હોય પછી કેણ સમજુ-કુશળ માણસ વિષય તરફ નજર પણ ફેકે ? તમારે જે સમજુની કક્ષામાં ગણાવું હોય તે વીતરાગભાવના સુખની સ્પૃહા કરતાં શીખવું જોઈએ. એ તે અનંતગણું મોટું સુખ છે, એની ગણના મુશ્કેલ છે. અને તેની પાસે ઇદ્રિયજન્ય સુખ કાંઈ ગણતરીમાં નથી, ગણનામાં નથી. (૧૨૪) સરગીનું દુઃખ
इष्टवियोगाप्रियसंप्रयोगकांक्षासमुद्भवं दुःखम् ।
प्राप्नोति यत् सरागो न संस्पृशति तद्विगतरागः ॥१२५॥ અથ–પિતાના વહાલા કે વહાલી વસ્તુને વિયોગ થાય અને જે ન ગમે તે વસ્તુ કે માણસને સંબંધ થાય તે વખતે જે ચિંતા થાય તેથી થતું દુઃખ જે રાગવાળા માણસને થાય છે તે રાગ વગરના માણસ (વીતરાગ)ને અડતું પણ નથી. (૧૫)
વિવરણ–ઈષ્ટવિયોગ-જે પિતાને વહાલા હોય તેમનાથી જુદા પડવાનું થાય ત્યારે દુખ લાગે છે અથવા હંમેશને માટે તે મરીને દૂર થાય ત્યારે તેમના મરણથી આઘાત લાગે છે. પિતાને વહાલું માણસ મરી જાય, અથવા પિતાને વહાલી જે વરતુ હોય તે ખોવાઈ જાય, સડી જાય કે નકામી થઈ જાય તે ઈષ્ટવિગ. આ ધ્યાનના ચાર પ્રકાર છે. તેમાંને ઈષ્ટવિયાગ એક પ્રકાર છે. વહાલી વસ્તુ કે વહાલાં કુટુંબીસગાંઓ થોડા વખત માટે કે સદાયને માટે દૂર થાય અને તેને વિયેગ આપણને સાલે, તે કારણે થતી ચિંતાને પરિણમે થતું દુઃખ આ એક પ્રકારનું આર્તધ્યાન જ છે અને અનુભવે તેવા પ્રકારનું દુઃખ સંસારરસિક પ્રાણીને બહુ ખરાબ અને આકરું લાગે છે. એવા પ્રકારના થતા ચિંતાના દુઃખનું અત્ર નિવેદન છે.
અપ્રિયસગ–જે માણસે કે જે વસ્તુ પિતાને ન ગમતી હોય તે પિતાને મળે તે વખતે થતું આર્તધ્યાન. આ પણું આર્તધ્યાનને એક પ્રકાર છે. આર્તધ્યાન ચાર પ્રકારના હોય છે. તેમાં પિતાને ન ગમતી વસ્તુના સંબંધથી થતી ચિંતા, ઘાલાવેલી કે આહટ્ટદેહને સમાવેશ થાય છે.
કાંક્ષા–ચિંતા, વહાલાને વિયેગ અને અણુવહાલાને સંબંધ થવાથી થતી અનેક પ્રકારની વિચારણ, ચિંતા અને તે દૂર કરવાના ઉપાય શોધવા. અપ્રિયને સંબંધ થઈ જાય કે વહાલાને વિયેગ થાય ત્યારે અનેક જાતના વિચાર આવે છે. જાણે અમુક માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org