________________
-
૩ર૩ :
સુખ
સ્વવિષય–પિતાપિતાના વિષય. દરેક ઈદ્રિયના જુદા જુદા વિષયે છે. માણસ તે વિષયની તૃષ્ણાને તૃપ્ત કરવા અનેક ધમપછાડા કરે છે. - તુષ્ટી–શાંતિ. માણસ ઈદ્રિયની શાંતિ માટે, તૃપ્તિ માટે જુદા જુદા પ્રયત્ન કરે છે, ચેષ્ટા કરે છે, હાલે ચાલે છે. તે જ વખતે તેનું કર્તવ્ય ખરેખરું શું છે તે હવે બતાવે છે.
તાવત–જે વખતે એ ઇદ્રિયની તૃપ્તિ માટે પ્રયાસ કરે છે તે જ વખતે તેના પર વિજય મેળવવાને માટે તેણે પ્રામાણિક મહેનત કરવી જોઈએ. કઈ જાતના દંભ દેખાવ કે ડળ રાખ્યા વગર તે તે ઇન્દ્રિયના ઉપર વિજય મેળવવા માટે તેણે પિતાનું સર્વ ધ્યાન આપવું જોઈએ અને સંયમ દ્વારા તે જ ઇન્દ્રિયને વશ ન પડતાં તેમના પર વિજય મેળવો જોઈએ. - વરત –સાચેસાચે, સુંદર, સરસ, આપણી માણસાઈને ઘટે તે. યત્નનું આ વિશેષણ છે.
અશઠ–દંભરહિત, પ્રામાણિક, સાચા દિલને, શતા વગરને. યત્નનું આ બીજુ વિશેષણ છે.
ઘડપણમાં જ્યારે ઇદ્રિ જેર ન કરે, જ્યારે મેંમાંથી લાળ પડતી હોય, આંખમાંથી પાણી વહેતાં હોય તે વખતે પણ ઈદ્રિય પર વિજય કરવાનું છે. અત્યારે આ વાત યુવાન સાધકોને ઉદ્દેશીને ખાસ કહેવામાં આવે છે, એટલે વૃદ્ધ માણસને ઈદ્રિય પર જય મેળવવાની જરૂર નથી એમ ન સમજવું, પણ જે સમયે ઇંદ્રિય તૃપ્તિ માગી રહી હોય તે વખતે ઉપર જણાવેલાં કારણોને લક્ષમાં લઈ તેને વશ ન પડતાં તે પર સંયમ રાખવો અને તેને જીતવી એ આ લેકને ખાસ ભાવ છે. પછી ઘડપણમાં ઇદ્રિ જેર ન કરે ત્યારે “વૃદ્ધા નારી પતિવ્રતા” જેવું થાય તે પણ યંગ્ય છે, પણ અત્ર ઉદ્દેશ યુવાન માણસને માટે ખાસ ધારવા-વિચારવા યોગ્ય છે. દંભરહિતપણે એટલે દેખાવ કે ગોટા વાન્યા વગર ઈન્દ્રિય પર જે વિજય મેળવવાનું આચારાંગસૂત્રમાં કહ્યું છે તે વિજય મેળવવા પ્રયાસ કરે.
યાવતુ-તાવત–જ્યાં સુધી, ત્યાં સુધી. આ રીતે અર્થ કરીએ તે તેમાં ઘડપણને સમય પણ આવી જાય છે. જે સમયે તમે ઈન્દ્રિયના વિષયને તૃપ્ત કરતા હો તે વખતે જવાની કે ઘડપણમાં તેના પર વિજય મેળવવા પ્રયત્ન કરે. આ અર્થ પણ શક્ય છે અને તે અર્થ કરતાં બાળપણ, જુવાની, પુખ્ત ઉંમર અને ઘડપણ-જ્યારે જ્યારે ઇન્દ્રિય તૃપ્તિના કામમાં તમે લાગ્યા છે તે વખતે તેને જય કરવામાં તમારે સમય વાપર. આ અનુભવીની વાણી છે અને તેનાં કારણે ઉપર જણાવ્યાં છે. આ અર્થ પણ શક્ય છે. એમાં સર્વ વખતને સમાવેશ થાય છે તે દષ્ટિએ એ અર્થ પણ વિચારવા ગ્ય છે. (૧૨૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org